શું મોબાઇલ ફોનનો ઉપયોગ કૅન્સરની બીમારીનું કારણ બની શકે?

મેટ્રો ટ્રેનમાં મોબાઇલ ફોન વાપરતી છોકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images

તમારા મોબાઇલ ફોનમાંથી નીકળતાં રેડિયેશનથી કેટલું નુકસાન પહોંચે છે? શું આ રેડિયેશનથી ટ્યૂમર થવાનો ખતરો છે? તેનાથી કેવી રીતે બચી શકાય છે?

આ સવાલો પર છેલ્લાં ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સટીક જવાબ મળ્યો નથી.

પરંતુ બે વાતો આપણે જાણીએ છીએ કે રેડિયો ફ્રિકવન્સી વેબ નૉન આઓનાઇઝેશન રેડિયેશન છે, જે એક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશનની સરખામણીએ ઓછી શક્તિશાળી હોય છે.

એક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશન આપણા ડીએનએમાં હાજર કેમિકલ બૉન્ડને તોડવાની ક્ષમતા રાખે છે.

અમેરિકન કૅન્સર સોસાયટી શોધ કરી રહી છે કે શું આ રેડિયેશનથી મગજ, માથું, તેમજ ગળામાં ટ્યૂમર થઈ શકે છે?

તમને આ પણ વાંચવું ગમશે

સોસાયટીની માહિતી અનુસાર ફોનમાંથી નીકળતાં રેડિયેશનમાં એટલી શક્તિ તો નથી હોતી કે તે આપણા ડીએનએમાં ફેરફાર લાવી શકે.

તે કારણોસર હજુ એ સ્પષ્ટ નથી કે મોબાઇલના રેડિયેશન કેવી રીતે કૅન્સરની બીમારીને નિમંત્રણ આપી શકે છે.

કયા ફોનમાંથી વધારે રેડિયેશન નીકળે છે?

ઇમેજ સ્રોત, Getty Images

કયા ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળે છે એ જાણવા માટે સ્પેસ્ફિક અબ્સોર્પ્શન રેટ એટલે કે SAR બનાવવામાં આવ્યું છે.

તેનાથી આપણે એ જાણી શકીએ છીએ કે કયા પ્રકારના રેડિયેશનની અસર માનવ શરીરમાં ઘર કરી જાય છે.

SAR એ લેવલ હોય છે કે જે ત્યારે નીકળે છે, જ્યારે તમારો મોબાઈલ સૌથી વધારે પાવરનો ઉપયોગ કરે છે. મોબાઇલ બનાવતી કંપનીઓએ તેની જાણકારી દેશની રેગ્યૂલેટરી સંસ્થાને આપવી પડે છે.

પરંતુ મોટાભાગના લોકો જ્યારે ફોન ખરીદે છે, ત્યારે તેના પર ધ્યાન આપતા નથી.

જર્મન ફેડરલ ઑફિસ ફૉર ડેટા પ્રૉટેક્શને એક યાદી બનાવી છે જેમાં ઘણાં નવા અને જુના સ્માર્ટફોનથી નીકળતાં રેડિયેશન અંગે જાણકારી આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી વધારે રેડિયેશન ધરાવતા ફોનની યાદીમાં વન પ્લસ અને હુઆવી તેમજ નોકિયા લૂમિયા સૌથી ઉપર છે.

આઈફોન-7 નંબર 10 પર, આઈફોન-8 નંબર 12 અને આઈફોન-7 પ્લસ નંબર 15 પર છે.

સોની એક્સપિરીયા એક્સ ઝેડ કૉમ્પેક્ટ (11), ઝેડ ટી ઈ એક્સૉન 7 મિની (13), બ્લેકબેરી ડીટીઈકે 60 (14) પણ આ યાદીમાં સામેલ છે.

મોબાઇલ રેડિયેશન મામલે કોઈ પણ એવી ગાઇડલાઈન નથી કે જે બતાવી શકે કે કેટલા રેડિયેશનને સુરક્ષિત માની શકાય છે.

જર્મનીની એક એજન્સી માત્ર એ જ ફોનને માન્યતા આપે છે જેમનું અબ્સોર્પ્શન લેવલ 0.60થી ઓછું હોય છે. આ યાદીમાં જેટલા પણ ફોન છે, તેમનું લેવલ તેના કરતાં બમણું છે.

સૌથી ઓછા રેડિયેશન વાળા ફોનની વાત કરીએ તો, આ યાદીમાં સોની એક્સપિરીયા એમ 5 (0.14) સૌથી ઉપર છે.

ત્યારબાદ સેમસંગ ગેલેક્સી નોટ 8 (0.17), એસ સિક્સ એજ પ્લસ (0.22), ગૂગલ પ્લસ એક્સેલ (0.25) અને સેમસંગ ગેલેક્સી એસ 8 (0.26) તેમજ એસ 7 એજ (0.26) છે.

મોટોરોલાના કેટલાક ફોનમાં પણ ઓછાં રેડિયેશન મળી આવ્યાં છે. જો તમે તમારા ફોનના રેડિયેશનને તપાસવા માગો છો, તો તમારા મૉડલને મેનુઅલ ચેક કરી શકો છો.

ફોનની વેબસાઇટ પર કે ફેડરલ કમ્યૂનિકેશન ઑફ યુનાઇટેડ સ્ટેટ્સની વેબસાઇટ પર પણ તમે તે જોઈ શકો છો.

રેડિયો ફ્રિકવન્સીથી કેવી રીતે બચશો?

ઇમેજ સ્રોત, Getty Images

રેડિયો ફ્રિકવન્સી સૌથી વધારે તમારા ફોનની અંદર એન્ટેના પાસે હોય છે. તો તમે જો તમારા ફોનને તમારી પાસે રાખશો તો નુકસાનની શક્યતાઓ વધારે રહેશે.

પરંતુ બીજા પણ ઘણાં ફેક્ટર છે કે જેની અસર જોવા મળે છેઃ-

વધારે ફ્રિકવન્સીથી બચવાની રીતઃ-

  • ફોનનો ઉપયોગ સ્પીકર કે પછી હેન્ડ્સફ્રી મોડ પર કરો.
  • કૉલ કરતાં વધારે મેસેજ પર વાત કરવાનો પ્રયાસ કરો.
  • ઓછા SAR લેવલ વાળા ફોન ખરીદો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો