સાઉદી અરબના લશ્કરમાં મોટા પ્રમાણમાં ફેરફાર

પોસ્ટર. Image copyright Getty Images

મોડા રાત્રે શાહી હુકમનામાના અનુસાર, સાઉદી અરેબિયાએ તેના સૈન્યના મુખ્ય વડા સહિત અન્ય લશ્કરી વડાઓને તેમની ફરજ પરથી બરખાસ્ત કર્યા છે.

સાઉદી અરબના રાજા સલમાને ભૂમિ અને હવાઈ સંરક્ષણ દળોના વડાઓની પણ બદલી કરી છે.

આ સમાચાર સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સી (એસ.પી.એ.) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા, પરંતુ વડાઓને ફરજ પરથી કાઢી મૂક્વાનું કારણ આપવામાં નથી આવ્યું.

યમનમાં થતું યુદ્ધ, જ્યાં સાઉદી અરબના નેતૃત્વમાં કેટલાક રાજકીય પક્ષો લડાઈ કરી રહ્યા છે, યુદ્ધના ત્રીજા વર્ષના અંતની નજીક છે.

યુવરાજ મોહમ્મદ બિન સલમાન, જે દેશના સંરક્ષણ પ્રધાન પણ છે, દેશમાં તાજેતરના વિવિધ બદલીઓ કરવા પાછળ તેમનો નિર્ણય કામ કરે છે તેમ મનાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગત વર્ષે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ રિયાધના ફાઇવ સ્ટાર રિટ્ઝ-કાર્લટન હોટેલમાં સાઉદીના રાજકુમારો, પ્રધાનો અને અબજોપતિઓને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.


શું કહે છે બીબીસી આરબ બાબતોનાં સંપાદક સેબૅસ્ટિઅન અશર?

Image copyright Reuters

આ સાઉદી સંસ્થાઓનો એક વધુ પડતો ફેરફાર છે, જે રાજા સલમાનના શાસનનું શ્રેષ્ઠત્વ ચિહ્ન બની ગયું છે.

પરંતુ આ નિર્ણય માટે જવાબદાર ફરી તેમના પુત્ર અને યુવરાજ મોહમ્મદ બિન સલમાન છે.

યમન સંઘર્ષમાં સાઉદી અરેબિયાનો હસ્તક્ષેપ યુવરાજની જ પહેલ હતી. જે દેશના પરંપરાગત સાવધાની વિરુદ્ધ તેમની રણનીતિની પહેલી નિશાની હતી.

પરંતુ આ રણનીતિ નિષ્ફળ રહી છે, ભલે તે હુતી બળવાખોરોને યમનના દક્ષિણમાંથી ફરજ પાડી દીધી હોય અને હાંકી કાઢેલી સરકારને ફરી સ્થાપિત થવાની તક આપી છે.

યમન એક માનવતાવાદી આપત્તિનો સામનો કરી રહ્યું છે. વધુમાં યુદ્ધના કારણે સાઉદી અરબ પર આર્થિક ભારણ વધી રહ્યું છે.

Image copyright Getty Images
ફોટો લાઈન સાઉદી અરબની આગેવાની હેઠળના હવાઈ હુમલામાં ઘણાં યમની નાગરિકો મૃત્યુ પામ્યા છે.

એસ.પી.એ.એ જણાવ્યું છે કે સ્ટાફના વડા, જનરલ અબ્દુલ રહેમાન બિન સાલેહ અલ-બુન્યનની સેવા રદ કરવામાં આવી છે.

કેટલાક લશ્કરી અધિકારોને ઉપરના હોદ્દા પર પ્રમોટ કરવામાં આવ્યા છે.

આ સમયે જ રાજકીય નિમણૂકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં શ્રમ અને સામાજિક વિકાસના નાયબ મહિલા પ્રધાન તમદાર બિંટ યુસેફ અલ-રામાહની મહિલા તરીકે નિમણૂક થઈ છે.

રાજકુમાર તુર્કી બિન તલાલ દક્ષિણ પશ્ચિમના અસિર પ્રાંતના નવા નાયબ ગવર્નર તરીકે નિયુક્ત થયા છે.

તેઓ અબજપતિ રાજકુમાર અલ્વલીદ બિન તલાલના ભાઈ છે, જેની ધરપકડ ભ્રષ્ટાચારના ઝુંબેશ દરમિયાન થઈ હતી અને આ ઘટનાના બે મહિના બાદ, તેમને જેલથી મુક્ત કરવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો