એક ટેડીબેરથી ચીનની સરકાર કેમ ડરી ગઈ છે?

ઇમેજ સ્રોત, Youtube Grab
ચાઇનાની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ બંધારણની એ જોગવાઈને દૂર કરવાની દરખાસ્ત કરી છે, જેમાં રાષ્ટ્રપતિના કાર્યકાળને બે મુદત સુધી મર્યાદિત બનાવે છે.
એટલે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ વર્ષ 2023માં કાર્યકાળ સમાપ્ત કર્યા પછી પણ આ પદ પર સત્તામાં રહી શકશે. તેમના કાર્યકાળનો સમય બીજા કાર્યકાળ સુધી લંબાઈ જશે.
તમને આ પણ વાંચવું ગમશે
તેમનું આ જ વિવાદિત પગલું ચીનના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. જેના કારણે ચીનની જિનપિંગ સરકારે સોશિયલ મીડિયામાં અમુક શબ્દો પર કાતર ચલાવી છે.
શું ચાલી રહ્યું છે ચીનમાં?
ઇમેજ સ્રોત, Weibo/AFP
ચીનની ટ્વિટર બ્લોગ જેવી સાઇટ 'સિના વીબો' પર ઘણા શબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચાઇના ડિજિટલ ટાઈમ્સ અને ફ્રી વીબો જેવી સેન્સરશિપ મોનિટરિંગ વેબસાઇટના અનુસાર નીચેના શબ્દોને સોશિયલ મીડિયાામાં બ્લોક કરવામાં આવ્યા છે.
- હું સહમત નથી
- માઇગ્રેશન
- ઇમિગ્રેશન
- રીઇલેક્શન
- ઇલેક્શન ટર્મ
- બંધારણમાં સંશોધન
- બંધારણના નિયમ
- પોતાની જાતને રાજા જાહેર કરવા
- વિની દ પૂહ
ઉપરના શબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ વાત ખરી. પરંતુ સવાલ એ છે કે આખરે ચીનમાં શું ઘટી રહ્યું છે? બાકી બધું તો ઠીક પરંતુ વિની ધ પૂહ - ટેડીબેર શબ્દને ચીનની રાજનીતિ સાથે શું લેવા દેવા?
શી અને વિનીનો શું સંબંધ
ઇમેજ સ્રોત, AFP
એક માસુમ ટેડીબેર વિની ધ પૂહનો ચીનની રાજનીતિ સાથે શું સંબંધ છે? કેમ ચીનના સોશિયલ મીડિયામાં તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે? સરકારે તે શબ્દ પર પ્રતિબંધ કેમ લગાવી દીધો?
વિની ધ પૂહને બાળકો સારી રીતે ઓળખે છે પરંતુ ચીનમાં તેનો ઉપયોગ સરકારનો વિરોધ કરવા માટે થઈ રહ્યો છે.
લોકો શી જિંનપિંગની મજાક ઉડાડવા માટે આ ટેડીબેરના ફોટાને શેર કરી રહ્યા છે.
ગયા વર્ષે જુલાઈમાં પણ આવું જ કંઈક બન્યું હતું. વિબો ઍપ પર જે લોકો વિની ધ પૂના ચાઇનીઝ નામ 'લિટલ બેર વિની' સાથે કમેન્ટ કરતા હતા તેમને એરર મેસેજ મળી રહ્યા હતા. ઉપરાંત આ કેરેક્ટરને VChat પરથી પણ હટાવી દેવામાં આવ્યું હતું.
ટેડી બન્યું કટાક્ષનું માધ્યમ
ઇમેજ સ્રોત, Weibo
ચીનમાં સોશિયલ મીડિયા પર તીક્ષ્ણ નજર રાખવામાં આવે છે. જો કે, આ કંપનીઓ પ્રાઇવેટ છે આમ છતાં તેમને કમ્યુનિસ્ટ પાર્ટીની પસંદ નાપસંદનો ખ્યાલ રાખવો પડે છે.
વર્ષ 2018 અને 2017 સિવાય 2013 અને 2014 માં પણ વિની ધ પૂહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ મુખ્યત્વે Vibo પર લાગુ કરવામાં આવે છે જેને ચીનનું ફેસબુક ગણવામાં આવે છે. Vibo પર ચીનના 34 કરોડ લોકો જોડાયેલા છે.
જ્યારે યૂઝર શી જિનપિંગ વિની ધ પૂહ સર્ચ કરે છે તો તેમને પરિણામમાં કશું જ મળતુ નથી.
યૂઝરને નોટ વાંચવા મળે છે કે '' સંબંધિત નિયમો અને કાયદા અનુસાર આ રિઝલ્ટને દર્શાવવામાં નહીં આવે.''
શી શું કરવા ઇચ્છે છે?
ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ બધુ અત્યારે શા માટે ઘટી રહ્યું છે. વાસ્તવમાં, શી જિનપિંગ ચીનની સત્તા પર તેમની પકડ મજબૂત કરી રહ્યા છે. જો તેમના પ્રયત્નો સફળ થઈ ગયા તો તેઓ 2023 પછી પણ પદ પર ટકી રહેશે.
1990 ના દાયકામાં ચીનમાં રાષ્ટ્રપતિના કાર્યકાળને દસ વર્ષ સુધી મર્યાદિત રાખવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. પરંતુ વર્ષ 2012માં જ્યારે જિંગપિંગ સત્તામાં આવ્યા, તો તેઓ તેમના નિયમો પોતાની જાતે લખવા લાગ્યા.
પરંતુ ઘણા નિષ્ણાતો શી જિનપિંગને 'આજીવન રાજા' બનાવી રાખવાના પ્રયાસો પર વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું માનવું છે કે આના કારણે ચીનનો વિકાસ બાધિત થશે.
ચીનમાં લાખો લોકો ઇન્ટરનેટની દુનિયા પર નજર રાખીને બેઠા છે અને સેન્સર કરવાની કામગીરીમાં લાગી ગયા છે. તેથી કેટલાક પોસ્ટ બ્લોક કરવા પર કોઈને આશ્ચર્ય નથી થતું.
યુઆન શિકાઈ કોણ છે?
ઇમેજ સ્રોત, Hulton Archive
એક યુઝરે લખ્યું છે કે, ''સામ્રાજયવાદને ઉખાડી ફેંકવામાં સો વર્ષ લાગ્યા. 40 વર્ષ તેને સુધારવામાં લાગ્યા. એવામાં આપણે ફરી આ સિસ્ટમ તરફ ના વળી શકીએ.''
બીજા યૂઝરે લખ્યું, "મોટાભાગના લોકોએ કાર્યકાળને મર્યાદિત કરવાનું નક્કી એટલા માટે કરેલું કે સિસ્ટમમાં નવા લોહીની જરૂર હોય છે, જેમાં અલગ-અલગ લોકોના મતોનું સંતુલન જળવાઈ રહે.''
રાજાઓની વાત થઈ રહી છે તો 19 મી સદીના યુઆન શિકાઈની વાત થવી પણ જરૂરી છે. જેની સરખામણી શી જિનપિંગ સાથે થઈ રહી છે.
ઝાંગ ચાઓયાંગે લખ્યું છે, ''કાલે સાંજે યુઆન શિકાઈને ફરીથી માતૃભૂમિ પર રાજ કરવાનું સ્વપ્ન આવ્યું.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો