યૂકેમાં અતિભારે હિમવર્ષા, લોકોને બચાવવા આર્મી બોલાવવાની ફરજ પડી

યૂકેમાં અતિભારે હિમવર્ષા, લોકોને બચાવવા આર્મી બોલાવવાની ફરજ પડી

હાલ સમગ્ર યૂરોપ ભારે હિમવર્ષામાં સપડાયું છે. અનેક જગ્યાએ 50 સેન્ટીમીટરથી વધારે બરફ જામી ગયો છે.

હિમવર્ષાને કારણે અનેક રોડ બંધ થઈ ગયા છે તો વિમાની સેવાને પણ ભારે અસર થઈ છે.

યૂકેમાં રસ્તા પર બરફ જામી જવાને કારણે અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા ડ્રાઇવરોને બચાવવામાં માટે આર્મી બોલાવવામાં આવી છે.

યૂકેના હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી પણ હિમવર્ષા ચાલુ રહે તેવા અણસાર છે. સમગ્ર દેશમાં હજારો સ્કૂલો બંધ છે.

ભારે હિમવર્ષાને જોતાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો જરૂર હોય તો જ મુસાફરી કરવી.

યુકેમાં કેવી હિમવર્ષા થઈ રહી છે તે માટે જુઓ હિમવર્ષાનો આ અદ્ભૂત વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો