યોગી બોલ્યા, મોદીની 'ફોર્મ્યૂલા'થી પૂર્વોત્તરમાં વિજયી થયા

યોગી આદિત્યનાથની તસવીર

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા છે. પ્રાથમિક પરિણામો ભાજપ ગઠબંધન સાથે બહુમતી તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.

ત્રિપુરામાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ખાતું પણ નહોતો ખોલી શક્યો, પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી મળ્યો છે.

પરિણામો અંગે ભાજપના મહાસચિવ અને પૂર્વોત્તરના પ્રભારી રામમાધવે કહ્યું, "અંતિમ પરિણામોની પ્રતિક્ષા છે પણ તેમનો પક્ષ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે.

"આ વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને આપવા માગીશ.

"પૂર્વોત્તરની જનતાએ તેમના વિચારને સ્વીકાર્યો છે. વળી કાર્યકર્તાઓની મહેનતને પણ અભિનંદન પાઠવું છું."

તમને આ પણ વાંચવું ગમશે

"આ વિજયમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિપ્લવ દેવ. સુનિલ દેવધર અને હેમંત બિસ્વા સરમાની પણ મહત્વની ભૂમિકા છે."


'લોકો પરિવર્તન ચ્છે છે'

ત્રિપુરામાં ભાજપ અધ્યક્ષ વિપ્લવ દેવએ કહ્યું, "લોકો હવે પરિવર્તન ઇચ્છે છે. લોકો ભાજપની સરકાર ઇચ્છે છે."

"આ નિશ્ચિત છે કે ત્રિપુરામાં હવે ભાજપની સરકાર બનવા જઈ રહી છે."

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિજયને ઐતિહાસિક ગણાવ્યો.

તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ભારતના વિકાસની રણનીતિ તૈયાર કરી છે.

"પ્રથમ વખત કોઈ સરકારે પૂર્વીય ભારતના વિકાસને પ્રાથમિકતા આપીને નક્કર કામગીરી કરવાની રૂપરેખા તૈયાર કરી છે."


'દરેક કેન્દ્રિય મંત્રીને પૂર્વોત્તર જવા કહેવાયું'

"દરેક કેન્દ્રિય મંત્રીને પૂર્વોત્તરના દરેક રાજ્યમાં જઈને ત્યાંની સમસ્યાઓને વાચા આપવા માટે કહેવામાં આવ્યું છે.

"વિકાસ માત્ર કેટલાક મુઠ્ઠીભર લોકોના હાથમાં નહીં પણ જમીની સ્તર પર દેખાવો જોઈએ."

તેમણે વધુમાં ઉમેર્યું, "વડાપ્રધાન મોદીના વિચાર પ્રત્યે સામાન્ય માણસનો વિશ્વાસ વધુ દૃઢ થયો છે."

Image copyright Getty Images

"આસામ બાદ હવે મણિપુર અને ત્રિપુરા અને નાગાલૅન્ડમાં વિજય તથા મેઘાલયમાં જે પ્રકારે ભાજપના ગઠબંધનને સફળતા મળી છે, તે ભારત માટે, લોકતંત્ર માટે અને ભારતીય રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે."

દરમિયાન કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું,"પૂર્વોત્તર રાજ્યોનો રાજકીય ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે."

"આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર પછી હવે આ ત્રણ રાજ્યોમાં પણ ભાજપની સરકાર બનવાથી સમગ્ર દેશમાં ભાજપ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાશે."


'પૂર્વોત્તરમાં ભાજપનો વિજય મહત્વપૂર્ણ નથી'

તદુપરાંત કૉંગ્રેસ પ્રવક્તા કેપ્ટન ડાબરે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું,"આ ત્રણ રાજ્ય ઘણા નાના છે. પૂર્વોત્તરમાં કુલ 20થી 25 લોકસભા બેઠકો છે."

"તેમાં ભાજપની સરકાર બનવી વધુ મહત્ત્વની વાત નથી. મહત્ત્વ એ વાતનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન વિધાનસભાની આગામી તેમજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ જ આગળ રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો