જાણો, શા માટે બાર્બીનાં ફ્રીડા સ્વરૂપ પર થયો વિવાદ?

બાર્બીની તસવીર Image copyright Getty Images

મેક્સિકન કલાકાર ફ્રિડા કાહલોનાં સંબંધીઓ અને બાર્બી ડૉલના નિર્માતાઓ વચ્ચે ઘમસાણ થયું છે. ટૉય કંપની 'મેટ્ટલ' એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રેરણાદાયી મહિલાઓની બાર્બીનો નવો સેટ રિલીઝ કર્યો છે.

નવી બાર્બીઓમાં મેક્સિકન કલાકાર ફ્રિડા કાહલોનો પણ સમાવેશ થાય છે.

એક નિવેદનમાં કાહલોના પરિવારજનોએ કહ્યું છે કે મેટ્ટલ કંપની પાસે કાહલોની ઢીંગલી બનાવવાના કોઈ અધિકાર નથી.

કાહલો પોતાના 'સેલ્ફ પોટ્રેટ'ના કારણે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય રહ્યાં હતાં.

તેમનાં કામને મેક્સિકન સંસ્કૃતિ અને લોકકળાનું ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવતું હતું. તેમનું નિધન વર્ષ 1954માં થયું હતું.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
હિજાબ પહેરીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારાં મહિલા ખેલાડીની પ્રતિકૃતિ સ્વરૂપે બાર્બી બનશે.

આ કોઈ પહેલી વખત નથી કે ફ્રીડા કાહલોના પરિજનોએ કોઈ કૉમર્શિયલ એક્ટિવીટીને પગલે વિરોધ વ્યક્ત કર્યો હોય.

તેમના પરિવારે એક નિવેદનમાં કહ્યું છે, "શ્રીમતી મારા રોમિયો કે જેઓ ફ્રીડા કાહલોનાં ભત્રીજી છે, તેમની પાસે જ ફ્રીડા કાહલોનાં ચિત્રોના અધિકાર છે."

Image copyright PA

શ્રીમતી રોમિયોએ AFPને જણાવ્યું છે કે સમસ્યા માત્ર તેમનાં ચિત્રને લઇને અધિકારની નથી.

તેઓ કહે છે, "હું ઇચ્છીશ કે એ ઢીંગલીમાં ફ્રીડાનાં ગુણ જોવા મળે, હું એવી ઢીંગલી જોવા માગતી નથી કે જેની આંખો પણ ફ્રીડા જેવી નથી."

આ તરફ બાર્બીની નિર્માતા કંપની મેટ્ટલે કહ્યું છે કે તેમની પાસે ફ્રીડા કાહલો જેવી ઢીંગલી બનાવવાની પરવાનગી છે.

કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે જેમાં ફ્રીડા કાહલો કોર્પરેશન તરફથી તેમને ઢીંગલી બનાવવાના અધિકાર આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવમી માર્ચે બાર્બી 59ની થઈ. 1959માં પ્રથમ વખત બાર્બી ડૉલને બજારમાં ઉતારવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો