ટેક્નોલોજી : ડિજિટલયુગની બાળકો પર શું અસર થઈ શકે?

બાળકોની તસવીર Image copyright Getty Images

બાળકોની આદત બદલાઈ રહી છે. એક સમયે બાળકો રમકડા રમતા હતા પણ હવે તેમને આઇપેડ પ્રકારના 'ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ'ની આદત પડી રહી છે.

આ રીતે વ્યસ્ત માતાપિતાને રાહત મળે છે અને બાળક માટે તે એક આકર્ષણ પણ ઊભું કરે છે.

પણ શું તેનો અર્થ એવો કે આ બાબતને કારણે તેમની લેખનકળા વિકસતી નથી?

નેશનલ હેલ્થ સ્કિમના હાર્ટ ઑફ ઇંગ્લૅન્ડ ફાઉન્ડેશનના થેરપિસ્ટ સેલી પેયનના તારણો મુજબ, આ વાત શક્ય છે.

તાજેતરમાં જ તેમણે ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું, "શાળામાં આવતા બાળકોને પેન્સિલ આપવામાં આવી રહી છે, પણ તેમનામાં મૂળભૂત આવડત નહીં હોવાનાં કારણે પેન્સિલ નથી પકડી શકતાં."

Image copyright Getty Images

સેલી કહે છે, "પેન્સિલ પકડવા માટે અને તેનાથી લખવા માટે તેને સરખી રીતે પકડવી જરૂરી છે અને આ માટે આંગળીઓના સ્નાયુ પર નિયંત્રણ હોવું જોઈએ.

"બાળકોને આ લેખન કૌશલ્ય વિકસાવવા માટે ઘણી જરૂરી છે."

સેલી પેયન બાળકોને પેન્સિલ પકડવામાં પડતી મુશ્કેલી માટે ટેબ્લેટ અને સ્માર્ટફોનના વપરાશને જવાબદાર ઠેરવે છે.

તેમણે કહ્યું,"બાળકોને સ્નાયુઓની કરસત થાય તેવી રમત કે પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવા કરતાં આઇપેડ આપી દેવું સરળ છે."


અડધાથી વધુ પરિવારો પાસે ટેબ્લેટ

Image copyright Getty Images

કેટલાક વર્ષો અગાઉ એક વર્ષની નાની બાળકીનો વીડિયો વાઇરલ થયો હતો.

જેમાં બાળકી ડિજિટલ ડિવાઇસની આદત પડી ગઈ હોવાથી સામયિક પર મોબાઇલ સ્ક્રીનની જેમ સ્વાઇપ કરતી દર્શાવવામાં આવી હતી.

સંદેશાવ્યવહાર નિયામક ઓફકોમ અનુસાર યુ.કે.માં અડધાથી વધુ પરિવારો પાસે ટેબ્લેટ છે, જ્યારે લગભગ 76 ટકા પરિવારો સ્માર્ટફોન ધરાવે છે.

ડૉ. જેન મેડવેલ રાઇટ યૉર ફ્યૂચર અભિયાનનો ભાગ છે. આ જૂથ અક્ષર લેખન માટે સક્રિય છે.

તેમણે કહ્યું કે 'ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ'નો ઘરમાં ઉપયોગનો અર્થ એવો છે કે કેટલાક બાળકોને જોઈએ તેટલા પ્રમાણમાં પેન્સિલ સાથે રમવાનું નથી મળતી.'

આમ માતાપિતા પાસેથી શીખવાની આદતો બદલાઈ રહી છે.


માત્ર ટેક્સ્ટ મૅસેજની આદત

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત

આ બાબત સમજવતા મેડવેલે કહ્યું,"અગાઉ માતાપિતા કોઈ યાદી બનાવવા માટે કાગળ પર લખતાં હતાં.

"પણ હવે તેઓ માત્ર ટેક્સ્ટ મૅસેજ કરતા હોય છે. એટલે બાળકો તેમને જોઈને આવું જ શીખે."

જોકે, ટેબ્લેટને કારણે પેન્સિલ પકડવા સંબંધિત સમસ્યા સર્જાતી હોવાની થિયરીને હજૂ વધુ પુરાવાની જરૂર હોવાનું તેમનું માનવું છે.

તેમણે કહ્યું,"અમારી પાસે એવું કોઈ સંશોધન નથી કે, જેમાં પુરવાર થતું હોય કે ટેબ્લેટ વાપરવાને કારણે પેન્સિલ પકડવામાં સમસ્યા થાય છે.

"ઘરમાં પેન્સિલ નહીં છે કે નથી તે બાબત વિશે અમે નથી જાણતા."

ટાઇપ અને હેન્ડરાઇટિંગ

Image copyright Getty Images

તો પછી આ બાબત માટે પુરાવો શું છે? શું તે લખવાના મહત્ત્વ વિશે છે.

વર્ષ 2005માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેમાં ત્રણથી પાંચ વર્ષની વયના 76 બાળકોનાં બે જૂથ બનાવાયાં.

એક જૂથને પેન્સિલથી તથા બીજા જૂથને લખવા માટે કમ્પ્યૂટર આપવામાં આવ્યું.

સંશોધકોને તારણ મળ્યું કે, હાથથી લખવાનું શિખેલા જૂથના બાળકો અક્ષરો ઓળખવામાં અન્યો કરતા કુશળ હતા.

એટલો કે જે બાળકો કમ્પ્યૂટર પર (લખવાનું)ટાઇપ કરવાનું શિખ્યા હતા તેમના કરતા આ બાળકોનું પરફોર્મન્સ સારું હતું.

વળી વર્ષ 2016માં મનોવિજ્ઞાન વિષયમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, એક ટોક શો દરમિયાન જે વિદ્યાર્થીઓ ટાઇપ કરી રહ્યા હતા તેઓ અક્ષરશઃ લખી રહ્યા હતા.

પણ જે વિદ્યાર્થીઓ હાથથી લખી રહ્યા હતા તેઓ મુદ્દાસર લખી રહ્યા હતા.

બન્ને જૂથ તારીખોને યાદ રાખી રહ્યું હતું. દરેક બાળકને લખવાથી ઘણો મોટો ફાયદો થતો હોય છે.


હેન્ડરાઇટિંગની પ્રૅક્ટિસ કેમ જરૂરી?

Image copyright Getty Images

મેડવેલે કહ્યું," ટેબ્લેટ અને સ્માર્ટફોનમાં ઘણા સારી વસ્તુઓ છે પણ બાળકોને કેટલીક પારંપરિક રીતે શિક્ષણ આપવું પણ જરૂરી છે.

"તમે કોઇ અક્ષર કઈ રીતે લખી શકો, તેના માટે કઈ રીતે પેન્સિલ ચલાવવી તે શિખવાડવું જરૂરી છે.

"આ એક પ્રકારની પ્રૅક્ટિસ છે. જે બાળકને મદદરૂપ થાય છે."

નેશનલ હેન્ડરાઇટિંગ એસોસિયેશનના ઉપ-પ્રમુખ ડૉ. મેલીસ્સા પ્રન્ટિ ટેબ્લેટ કે સ્માર્ટફોનના વપરાશ અને હેન્ડરાઇટિંગની સ્કિલ વચ્ચે સંબંધ હોવાની બાબત સાથે તે પ્રત્યક્ષ રીતે સંમત નથી.

તેમનું કહેવું છે," શબ્દોની જોડણી અને ભાષામાં વિકાસ પણ એક પરિબળ છે. વળી નર્સરી, પ્રિ-નર્સરી અને સ્કૂલમાં તેઓ હેન્ડરાઇટિંગની કેટલી પ્રૅક્ટિસ કરે છે તે પણ અગત્યનું છે."

Image copyright Getty Images

તેમના ક્લિનિકમાં આવતા મોટાભાગના બાળકો કોઈ પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિવાળા હોય છે.

જેમ કે, કોઈકને ડિસપ્રેક્સિઆ નામની તકલીફ પણ રહેતી હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે," વ્યાવસાયિક થેરપીસ્ટ જે કંઈ પણ નિરીક્ષણ કરી રહ્યા છે તેમાં તેઓ આ પ્રકારના ડિસઓર્ડર(તકલીફો)ને ગણતરીમાં નથી લઈ રહ્યા."

"તેમ છતાં તેમનું આ નિરીક્ષણ સારું છે. જોકો ટેક્નોલૉજી ખરેખર બાળકોના પેન્સિલથી લકાની સ્કિલ પર અસર કરે છે તે અંગે કોઈ સંશોધન નથી થયા."

વર્ષ 2015માં ફિનલૅન્ડે 'કર્સિવ રાઇટિંગ'ના ક્લાસિસ ફરજિયાત હોવાના નિયમને રદ કરી નાખ્યો હતો.

આમ કરનારો તે પ્રથમ દેશ હતો. તેનું કારણ કિબોર્ડ પર ટાઇપિંગની સ્કિલને આપવામાં આવેલું મહત્ત્વ હતું.

વળી ભારતીય સ્કૂલોમાં પણ સ્વચ્છ અને પ્રિન્ટના પરિબળને મહત્ત્વ આપતા 'કર્સિવ રાઇટિંગ' બંધ કરી દીધું.


એજ્યુકેશનમાં કેટલું મહત્ત્વ?

Image copyright Getty Images

જોકે, આથી વિપરીત અમેરિકના ઇલિનોઇસે વર્ષ 2017માં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે હેન્ડરાઇટિંગ શીખવાનું ફરજિયાત બનાવતો કાયદો પસાર કર્યો હતો.

વર્ષ 2014ના એક અભ્યાસ અનુસાર દર ત્રણમાંથી એક વયસ્ક વ્યક્તિએ છ મહિનામાં હાથથી કોઈ લખાણ જ નહોતું લખ્યું. પણ એજ્યુકેશનમાં હાથથી લખવાનું મહત્ત્વનું છે.

ડૉ.પ્રન્ટિ કહે છે,"હાલ પ્રાથમિક શિક્ષણથી લઈને યુનિવર્સિટીમાં લખવાનું ઘણું જ જરૂરી છે. આથી બાળકોએ તે શીખવું જરૂરી છે."

"જો હેન્ડરાઇટિંગની પરેશાનીના કારણે તમામ પ્રકારે અસર થાય છે. ભાષા, સ્પેલિંગ અને આઇડિયા બાબતે પણ."


વિપરીત પરિણામ

"શું તો પથી આપણા માતાપિતાને કર્સિવ લખતા આવડતું હતું એટલા માટે આપણે શીખવું જરૂરી છે?" તેઓ આ બાબત સાથે સંમત નથી.

"બાળકોને લખવાની એક સારી રીત આવડવી જોઈએ. જેમાં સાચા અક્ષર લખવાની સ્કિલ શીખવી જરૂરી છે."

પણ એવા કોઈ પુરાવા નથી કે કોઈ નવી સ્ટાઇલ તેમાં સુધારો લાવે છે.

તદુપરાંત જો કેટલાકને તેમાં સંઘર્ષ કરવો પડતો હોય તે તેમને ફરજ ન પાડવી જોઈએ. કેમ કે તેનું વિપરીત પરિણામ આવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો