તાઇવાન પર અમેરિકાના ‘ટ્રમ્પ કાર્ડ’થી ચીન નારાજ

ડૉલાન્ડ ટ્રમ્પ Image copyright REUTERS

તાજેતરમાં ચીનના વિદેશ પ્રધાન લુ કાંગે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, 'અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ જો તાઇવાન પર નવો પ્રવાસ કાયદો મંજૂર થાય તો તે અમેરિકા અને ચીનના સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડશે.'

આ પ્રકારની ચેતવણી છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લી ક્ષણોમાં નવા પ્રવાસ કાયદા પર હસ્તાક્ષર કર્યાં છે.

આ પગલાંથી અમેરિકા અને ચીન વચ્ચે રાજકીય કટોકટીની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે.

કાયદા પર હસ્તાક્ષર થયા પછી અમેરિકામાં ચીનના દૂતાવાસે એક લાંબું નિવેદન આપ્યું છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાની જોગવાઈઓ 'વન ચાઇના'ના સિદ્ધાંતનું 'ગંભીર રીતે' ઉલ્લંઘન કરે છે.


શું છે કાયદો?

Image copyright REUTERS
ફોટો લાઈન તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વન

વ્હાઇટ હાઉસ અનુસાર ટ્રમ્પ દ્વારા જે કાયદાને મંજૂરી આપવામાં આવી છે, તે અનુસાર અમેરિકન અધિકારીઓ તાઇવાનની મુલાકાત કરી શકશે.

સાથે જ પરસ્પરના સંબંધો માટે ક્ષેત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી શકશે.

અમેરિકાના સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટૅટિવ્સે આ કાયદાને પહેલી માર્ચે મંજૂરી આપી હતી.

શુક્રવાર સુધી ટ્રમ્પ પાસે તે કાયદાને નાબૂદ કરવાનો સમય હતો, પરંતુ તેમણે તે કાયદોને મંજૂરી આપી દીધી.

અમેરિકાના પ્રતિનિધિઓ અત્યાર સુધી તાઇવાન આવતા જતા રહ્યા છે. ત્યાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરતા રહ્યા છે.

તાઇવાનના અધિકારીઓ વ્હાઇટ હાઉસમાં આવ્યા છે, પરંતુ સામાન્ય રીતે આ મુલાકાતો નીચા દરજ્જાના અધિકારીઓની મુલાકાત હોય છે.

પહેલી વાર છે કે ચીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે.


શું છે મુશ્કેલી?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત

1950 માં અલગ થયા પછી ચીન અને તાઇવાન પોતાને એક કાયદેસર સરકાર માને છે.

ચીન તાઇવાનને એક ભાગલાવાદી પ્રાંત તરીકે જુએ છે.

જોકે, અમેરિકાએ 1979માં તાઇવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.

ત્યાર બાદ તે ચીનની 'વન ચાઇના' પોલિસીને ટેકો આપી રહ્યું હતું.

જોકે અમેરિકાએ તાઇવાન સાથેના વ્યાપારી સંબંધો હંમેશા જાળવી રાખ્યા હતા.

અમેરિકાએ તાઇવાનને શસ્ત્રો વેચવાનું ચાલુ રાખ્યું હતું.

અમેરિકા અને તાઇવાન વચ્ચે રાજદ્વારી સંબંધો સમાપ્ત થયા પછી કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ તાઇવાનના નેતાનો ક્યારેય સંપર્ક કર્યો ન હતો.

ડિસેમ્બર 2016 માં ટ્રમ્પના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ, તેમણે તાઇવાનના પ્રમુખ સાઈ ઇંગ-વન સાથે ફોન પર વાત કરી હતી.

ઇંગ-વેન ચીનથી તાઇવાનની સ્વતંત્રતા વિશે વાત કરતા આવ્યાં છે, જેથી શી જિનપિંગ સરકાર ઉક્સી રહી છે.

હવે અમેરિકાની આવી તેજ ચાલ પછી ચીનના વિદેશ પ્રધાને અમેરિકા સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો