જુઓ વિશ્વમાં કેવું રહ્યું વીતેલું સપ્તાહ

આ અઠવાડિયે વિશ્વભરમાં લેવામાં આવેલા વિશિષ્ટ ફોટોગ્રાફ્સની અમારી પસંદગી.

શહેરનો ફોટો Image copyright BERNADETTE BAUM/ REUTERS
ફોટો લાઈન વાતાવરણના પલટા વચ્ચે અમેરિકાનાં મેનહટનમાં કામે જતા લોકો.
લોકોનો ફોટો Image copyright ALLISON JOYCE/ GETTY IMAGES
ફોટો લાઈન બાંગ્લાદેશના ઢાંકામાં યુએસ-બાંગલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા લોકો.
પર્વતારોહણ કરતા સ્પર્ધકો Image copyright JEFF PACHOUD/ AFP
ફોટો લાઈન ફ્રાંસમાં એક સ્કિ માઉન્ટેઇનિંગ સ્પર્ધ અંતર્ગત પ્રથમ તબક્કામાં પર્વતારહોણ કરતા સ્પર્ધકો.
બાળકીનો ફોટો Image copyright MELANIE DUCHENE/ EPA
ફોટો લાઈન સ્વિટ્ઝર્લેન્ડના એક સર્કસમાં પોતાના હાથોના તાલે પ્રાણીઓને કાબૂ કરતી એક બાળકી.
કેલિફોર્નિયા સ્થિત એક કાર્યક્રમમાં પહોંચતાની સાથે પોતાની ટોપી દર્શકો તરફ ફેકતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. Image copyright KEVIN LAMARQUE/ REUTERS
ફોટો લાઈન કેલિફોર્નિયા સ્થિત એક કાર્યક્રમમાં પહોંચતાની સાથે પોતાની ટોપી દર્શકો તરફ ફેકતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.
સ્ટન્ટનો ફોટો Image copyright MOHAMED AL HWAITY/ REUTERS
ફોટો લાઈન સાઉદી અરેબિયામાં બે પૈડા પર ગાડી ચલાવી સ્ટન્ટ કરતા યુવાનને પોતાની છબીમાં રાખી સેલ્ફીનો આનંદ લેતો યુવા.
પગરખાનો ફોટો Image copyright MICHAEL REYNOLDS/ EPA
ફોટો લાઈન વોશિંગ્ટન સ્થિત યુએસ કેપિટોલની આસપાસ આશરે 7000 પગરખા જોવા મળી રહ્યાં છે. આ પગરખા 2012માં બાળકો પરના ગોળીબારથી લઈ ફેબ્રુઆરીમાં થયેલા અન્ય ગોળીબારમાં મૃત્યુ પામેલા બાળકોની યાદ અપાવે છે.
કિનારાનો ફોટો Image copyright VALENTIN FLAURAUD/ EPA
ફોટો લાઈન સ્વિટ્ઝર્લેન્ડમાં બુલે નજીક સૂકા તળાવ વિસ્તારની પાસે કિનારા પર રહેલી હોળીઓનો ફોટો. વસંતઋતુમાં સ્વિસ આલ્પાઇન શિખરોમાંથી બરફ નીચે આવતા તેનો રસ્તો બનાવવા માટે દર વર્ષે જળાશયનું સ્તર ઘટાડવામાં આવે છે.
મહિલાનો ફોટો Image copyright JANE BARLOW/ PA
ફોટો લાઈન મેગી મોસ નામની મહિલા ડુંડીમાં સ્કોટિશ લેબર પાર્ટી કોન્ફરન્સની બહાર બ્રેક્સિટ સામે વિરોધ દર્શાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો