એ ખાસિયતો જે પુતિનને બનાવે છે 'નિર્ભય'

વ્લાદિમીર પુતિન Image copyright Getty Images

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જુડોમાં બ્લેક બેલ્ટ છે. માર્શલ આર્ટની આ ગેમની બે વિશેષતાઓ પુતિનમાં જોવા મળે છે. તે છે છળ-કપટ અને આક્રમકતા.

તે પછી યુક્રેનમાં સૈન્ય દાખલ કરવાનો નિર્ણય હોય, માર્ચ 2014માં ક્રીમિયાને રશિયામાં મેળવવાનો નિર્ણય હોય કે પછી સીરિયામાં સરકાર વિરોધી વિદ્રોહીઓ પર બૉમ્બવર્ષા કરવાની હોય.

પુતિનના આ એવા નિર્ણયો હતા જેણે ઘણા નિરીક્ષકોને આશ્ચર્યમાં મૂકી દીધા. સીરિયામાં રશિયાની દખલગીરીથી બશર-અલ-અસદની સરકારના સમર્થક બળોને સહારો મળી ગયો.

65 વર્ષના પુતિને રશિયાનું શક્તિ પ્રદર્શન કરવામાં કોઈ ખામી છોડી નથી. અને એમ કરવાની તેમની ચાહત પણ ક્યારેય છૂપાવી નથી.

તમને આ પણ વાંચવું ગમશે

તેઓ વર્ષો સુધી અમેરિકા અને નાટો સહયોગી દેશ રશિયાની અવગણના કરતા રહ્યા.

હાલ તેઓ ફરીથી રશિયામાં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ત્યારે આવો જાણીએ તેમની અજાણી વાતો વિશે.


મુશ્કેલીભર્યું બાળપણ

Image copyright Getty Images

વ્લાદિમીર પુતિનનો ઉછેર લેનિનગ્રાદ (હવે સેન્ટ પીટ્સબર્ગ)માં એવી પરિસ્થિતિમાં થયો હતો જ્યાં સ્થાનિક યુવકો વચ્ચે મારપીટ સામાન્ય વાત હતી.

આ યુવાનો ઘણી વખત પુતિનથી મોટા અને વધારે શક્તિશાળી હોતા અને આ જ વાત પુતિનને જૂડો તરફ ખેંચી ગઈ.

ક્રેમલિનની વેબસાઇટના આધારે પુતિન પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ સોવિયત ગુપ્તચર સેવામાં સામેલ થવા માગતા હતા.

ઑક્ટોબર 2015માં પુતિને કહ્યું હતું કે 50 વર્ષ પહેલાં લેનિનગ્રાદના રસ્તાઓએ મને એક નિયમ શીખવાડ્યો હતો. જો યુદ્ધ થવું નક્કી છે, તો પહેલાં પંચ મારો.

તેમણે સમજાવ્યું હતું કે રશિયામાં ઉગ્રવાદીઓના હુમલાની રાહ જોવા કરતા સારું છે કે સીરિયામાં તેમની સામે જઈને લડવામાં આવે.

પુતિન રસ્તા પર લડતા કોઈ ગુંડાની ભાષા બોલતા પણ સાંભળવામાં આવ્યા છે.

Image copyright Getty Images

ચેચેન્યામાં અલગાવવાદી વિદ્રોહીઓ વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કરતા પુતિને તેમને ટૉયલેટ પણ સાફ કરી દેવાના સોગંધ લીધા હતા.

મુસ્લિમ વસતી ધરાવતો વિસ્તાર નોર્થ કૉકેસસ 1999-2000 દરમિયાન લડાઈમાં વિનાશ પામ્યો હતો. તેમાં હજારો સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.

પુતિન માટે જ્યોર્જિયામાં વધુ એક મોરચો ખુલ્યો. વર્ષ 2008માં રશિયન સૈનિકોએ જ્યોર્જિયા સૈનિકોને હાંકી કાઢ્યા હતા અને અબકાજિયા તેમજ સાઉથ ઑસેટિયા પર કબજો મેળવી લીધો હતો.

તે દરમિયાન જ્યોર્જિયાના તત્કાલિન નાટો સમર્થક રાષ્ટ્રપતિ મિખાઇલ સાકાશવિલી સાથે પુતિનનો ખાનગી વિવાદ શરૂ થયો હતો.

તેનાથી એ લાગ્યું કે સોવિયત સંઘના પૂર્વ ઘટક દેશોમાં પશ્ચિમ સમર્થક નેતાઓનો સામનો કરવા પુતિન તૈયાર છે.


વ્લાદિમીર પુતિનઃ જાસૂસથી રાષ્ટ્રપતિ સુધીનો રસ્તો

Image copyright Getty Images
  • 1952: આ વર્ષે 7 ઑક્ટોબરના રોજ લેનિનગ્રાદમાં પુતિનનો જન્મ થયો હતો. લેનિનગ્રાદ હવે સેન્ટ પીટ્સબર્ગ તરીકે ઓળખાય છે.
  • તેમણે કાયદાની શિક્ષા મેળવી હતી. ત્યારબાદ તેઓ સુરક્ષા એજન્સી કેજીબી સાથે જોડાયા હતા.
  • પુતિન સામ્યવાદી પૂર્વ જર્મનીમાં જાસૂસ પણ રહી ચૂક્યા છે. સુરક્ષા એજન્સી કેજીબીના કેટલાક સહયોગી પુતિન યુગમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે.
  • 1990: આ દાયકામાં સેન્ટ પીટ્સબર્ગના મેયર એંટોની સોબચક, જેમણે પુતિનને કાયદાનું શિક્ષણ આપ્યું હતું, તેઓ પુતિનને મળ્યા હતા.
  • 1997: પુતિન રશિયા પહેલાં રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનની સરકારમાં સામેલ થયા હતા. તેમને સંઘીય સુરક્ષા સેવાના પ્રમુખ (વડાપ્રધાન) બનાવવામાં આવ્યા હતા.
  • 1999: યેલ્તસિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું અને પુતિનને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.
  • 2000: વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સહેલાઈથી જીત મેળવી.
  • 2004: ફરી એક વખત તેઓ રાષ્ટ્રપતિ બન્યા.
  • ત્રીજી વખત રશિયાના બંધારણ અનુસાર તેઓ ચૂંટણી લડી શકતા ન હતા. તે છતાં તેઓ વડાપ્રધાન બન્યા.
  • 2012: પુતિને ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી.

માચો મેન અને દયાળુ છબી ધરાવતા પુતિન

Image copyright AFP

પુતિન માચો મેનની જેમ જીવનના આનંદ પ્રાપ્ત કરતા જોવા મળ્યા છે. તેઓ વર્ષ 2000માં ચૂંટણી દરમિયાન ફાઇટર જેટ ઉડાડતા દેખાયા હતા. 2011માં બાઇકર્સ ફેસ્ટિવલમાં પુતિન સ્પોર્ટ્સ બાઇક ચલાવતા સામેલ થયા હતા.

ધ નાઇટ વુલ્ફ બાઇકર્સ ગેંગે 2014માં પૂર્વી યૂરોપમાં કાળા સાગરના ક્રીમિયા પ્રાયદ્વીપ પર કબજો જમાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ગેંગે આ દરમિયાન દેશભક્તિની ભાવનાને હવા આપવાનું કામ કર્યું હતું.

શ્વાન સાથે પ્રેમ અને વિલુપ્ત થઈ રહેલા વાઘોની પ્રજાતિની દેખરેખ કરતા પુતિનની તસવીરોએ રશિયન મીડિયામાં તેમની છબી એક દયાળુ વ્યક્તિના રૂપમાં બનાવી.


પુતિનની દીકરીઓ

Image copyright Reuters

રૉયટર્સ ન્યૂઝ એજન્સીની તપાસમાં એ જાણવા મળ્યું છે કે પુતિનનાં નાના દીકરી કાતેરિનાને ભણતર દરમિયાન મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ઉચ્ચ પ્રશાસનિક પદે નોકરી આપવામાં આવી હતી.

તેઓ ડાન્સ પ્રતિયોગિતાઓમાં પણ ભાગ લે છે.

પુતિનનાં મોટા દીકરી મારિયા પણ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. તેમણે બાયોલોજીમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે.

રૉયટર્સની તપાસમાં જાણવા મળ્યું કે જે લોકો પુતિન સાથે નજીકના સંબંધ ધરાવતા હતા, તેમના બાળકો મોટા મોટા હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.

રશિયાના શહેર સોચીમાં 2014માં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિકમાં પુતિન કાળનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આશરે 33 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ ઑલિમ્પિકમાં કરવામાં આવેલો સૌથી મોટો ખર્ચ હતો.

પુતિનને જૂડો અને આઇસ હૉકીની રમત ખૂબ પસંદ છે. દેશની ટેલિવિઝન ચેનલે તેમની આઇસ હૉકીની બારીકીઓને ધ્યાનથી બતાવી છે.


પુતિન, રાષ્ટ્રવાદ અને મીડિયા

Image copyright Getty Images

એક લાંબા શાસન છતાં લોકો તેમને પસંદ કરે છે. રશિયન મીડિયાના આધારે પુતિનની લોકપ્રિયતા એવી છે, જે પશ્ચિમી નેતાઓ માત્ર સપનાં સમાન હોઈ શકે છે.

રશિયાના મીડિયામાં પુતિનનો રાષ્ટ્રવાદી ચહેરો છવાયેલો રહે છે. રશિયાના મીડિયામાં તેમના પક્ષના સમાચાર ખૂબ જોવા મળે છે. એ જ કારણ છે કે તેમના વિવેચકોનો અવાજ ત્યાં દબાઈ જાય છે.

2012માં તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા હતા. આ પહેલા રાષ્ટ્રપતિ દિમિત્રિ મેદવેદેવના કાર્યકાળમાં તેઓ વડાપ્રધાન રહ્યા, પરંતુ સત્તામાં તેમનો હસ્તક્ષેપ ઓછો થયો ન હતો.

તેમના પહેલા બે કાર્યકાળમાં રશિયાએ તેલ અને ગેસની નિકાસમાં ખૂબ કમાણી કરી હતી. રશિયાના નાગરિકોની જીવનશૈલી સારી બની હતી.

વર્ષ 2008 બાદ વૈશ્વિક મંદીની રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી. દેશે ઘણાં ટ્રિલિયન રૂપિયાનું વિદેશી રોકાણ ગુમાવી દીધું.

ત્રીજી વખત ચૂંટણી લડવાનું મન બનાવી ચૂકેલા પુતિને વ્યાપક આંદોલનનો સામનો કરવો પડ્યો હતો. રશિયા સોવિયત કાળ બાદ સૌથી મોટા સરકાર વિરોધી આંદોલનનું સાક્ષી બન્યું હતું.

આંદોલનમાં સામેલ વિરોધીઓને જેલ કે પછી માર્જિન પર લાવીને ઊભા કરી દેવામાં આવ્યા હતા. તેના શિકાર પુતિનના મુખ્ય વિપક્ષી નેતા એલેક્સી નાવલની પણ થયા.

એલેક્સીએ મોટા પાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી પુતિનનો વિરોધ કર્યો હતો અને તેમની પાર્ટી યૂનાઇટેડ રસિયાને 'ગુંડા તેમજ ચોરની પાર્ટી' ગણાવી હતી.


માનવાધિકારના હનની ચિંતા

Image copyright Getty Images

પુતિનનો ત્રીજો કાર્યકાળ રૂઢિવાદી રશિયન રાષ્ટ્રવાદ તરીકે જોવામાં આવ્યો. તેમણે કટ્ટર ચર્ચના પ્રોત્સાહન પર ઘણાં પ્રતિબંધો લગાવ્યા હતા.

સમલૈંગિક પ્રૉપેગેન્ડાનો પ્રસાર કરતા સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધા, જેનું સમર્થન ચર્ચે કર્યું હતું.

રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને ઉદારવાદીઓને માર્જિન પર લાવીને ઊભા કરી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકાર હનનની ચિંતા ત્યારે વધી જ્યારે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ રહી ચૂકેલા મિખાઇલ ખોડોર્કોવ્સ્કીને તેમણે જેલમાં કેદ કરી દીધા.

બ્રિટેનની સાથે પુતિનના સંબંધ 2006 બાદ ખરાબ થવા લાગ્યા જ્યારે તેમના વિરોધી રહી ચૂકેલા એલેક્ઝેન્ડર લિટવિનેનકોને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા. રશિયન એજન્ટો પર તેમની હત્યાના આરોપ લાગ્યા હતા.

વૈશ્વિક મંચ પર રશિયાની મુખરતાના વધુ કેટલાક પ્રમાણ જોવા મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ