પુતિન વિશે એ સવાલોના જવાબો જે ‘ગુગલ’ને પૂછાય છે

પુતિનનું પેઇન્ટ કરેલી વસ્તુઓ Image copyright AFP/GETTY IMAGES

વ્લાદિમીર પુતિન 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે. તેઓ ચૂંટણીમાં ગેરરીતિના આરોપો વચ્ચે ચૂંટણી જીતી ગયા છે.

18 વર્ષથી રશિયામાં સત્તા પર બેઠેલા પુતિન વિશે લોકો ઘણું જાણે છે. પરંતુ તાજેતરની ચૂંટણીઓ બાદ તેમના વિશે જાણવાની ઉત્સુક્તા વધી ગઈ છે.

એટલે જ ગુગલ સર્ચમાં તેમના વિશે ખાસ્સું ચર્ચ થઈ રહ્યું છે.

આ માટે જ અમે કેટલાક પ્રશ્નો 'ગુગલ' પર લખવાના શરૂ કર્યા, આ સાથે જ રશિયન પ્રમુખ વિશે સજેશન આવવા માંડ્યા.

અમે નક્કી કર્યું કે આ સૂચક પ્રશ્નોના સાચા જવાબ તમને અમે આપીએ. તો આ રહ્યા તેમાંના કેટલાક પ્રશ્નો અને તેના સાચા જવાબો.

તમને આ પણ વાંચવું ગમશે

વ્લાદિમીર પુતિન ધનવાન છે?

Image copyright BEN STANSALL/Getty Images

રશિયાના ચૂંટણી પંચની માહિતી મુજબ પુતિનનો સત્તાવાર પગાર એક લાખ બાર હજાર ડોલર એટલે કે આશરે 72 લાખ 85 હજાર રૂપિયા છે.

પરંતુ બે વર્ષ પહેલાં એ સમયના અમેરિકાના ટ્રેઝરી અધિકારી એડમ ઝુબિને બીબીસીને કહ્યું હતું કે પુતિન 'ભ્રષ્ટાચારી' છે અને તેઓ પોતાની સંપત્તિ વિશે વિગતો છૂપાવી રહ્યા છે.

રશિયાએ જોકે આ આરોપો નકાર્યા હતા. 2007ના CIA મેમો મુજબ, તેમની અંગત સંપત્તિ અઢી લાખ કરોડ રૂપિયા જેટલી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના એક ટીકાકારે 2012માં આ સંપત્તિ સાડા ચાર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું કહ્યું હતું.

Image copyright AFP/GETTY IMAGES

વ્લાદિમીર પુતિનના લગ્ન થયા છે?

આ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી અમને ખબર છે તો એ 'ના'માં છે. જૂન,2013માં તેમણે અને તેમની પત્નીએ છૂટાછેડા લીધા હતા.

જોકે પુતિનના પૂર્વ જિમ્નાસ્ટ અને રાજકારણી એલિના કાબાએવા સાથે સંબંધોની અફવા હતી, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.

વ્લાદિમીર પુતિનને પુત્ર છે?

તેમને પુત્ર નથી, પરંતુ તેમને બે પુત્રીઓ કેટરિના અને મારિયા હોવાનું કહેવાય છે, જેમાં કેટરિના પૂર્વ ડાન્સર છે.

જોકે પુતિન અને તેમની પુત્રીઓ વિશે માહિતીઓ બહુ મળી શક્તી નથી.

વ્લાદિમીર પુતિન હસે છે?

તેઓ આપણા કરતાં અલગ નથી. એટલે પુતિન પણ હસે છે.

જ્યારે તમે ખુશ હો, તમારું શરીર એન્ડોર્ફિન્સ બનાવે છે, ન્યુરોનલ સિગ્નલો તમારા ચહેરાના સ્નાયુઓને મોકલે છે અને છેલ્લે તમે હસો છો.

Image copyright Getty Images

વ્લાદિમીર પુતિને મીમ પ્રતિબંધિત કર્યા છે?

આ 2015માં આ વિશે રિપોર્ટ થયું હતું, પરંતુ તેને સંપૂર્ણ પ્રતિબંધ કરતાં 'ભલામણ' કહી શકાય.

પરંતુ ગયા વર્ષે રશિયાના ન્યાય મંત્રાલયે જાહેરાત કરી કે જે રીતે ઉપરની તસવીરમાં પુતિનની તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યા છે, તે 'ઉગ્રવાદી સામગ્રી' છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો