માઉન્ટ એવરેસ્ટ : ક્યાંથી આવે છે અહીં આટલા મોટા પ્રમાણમાં કચરો?

કચરાનો નિકાલ કરતા વ્યક્તિની તસવીર Image copyright Getty Images

માઉન્ટ એવરેસ્ટ પર 'સ્વચ્છતા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત 100 ટન કચરો એરલિફ્ટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વિશ્વના સૌથી ઊંચા શિખર પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો આ કચરો સાફ કરવામાં આવી રહ્યો છે.

અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો.

ખરેખર શિખર પર જતાં પર્વતારોહકોએ તેમની સાથે લઈ જતી તમામ વસ્તુઓ પરત લાવવાની હોય છે.

પણ દર વર્ષે સ્થાનિક ગાઇડ્સને ત્યાં શિખર પર મોટા પ્રમાણમાં કચરો મળી આવે છે.


કચરાને રિસાઇકલ કરાશે

Image copyright AFP
ફોટો લાઈન નેપાળે 1200 કિલો કચરાનો નિકાલ કરી દીધો છે

જોકે, આ વર્ષે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ એવા કચરા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે રિસાઇકલ થઈ શકે.

ખાનગી ઍરલાઇન કંપની 'યેતી' આ કચરાને નીચે લાવવા માટે મદદ કરી રહી છે.

સમગ્ર વર્ષ દરમિયાન ઍરલાઇન કચરો ગ્રાઉન્ડ પર લાવવા માટે મદદ કરશે.

તમને આ પણ વાંચવું ગમશે

શિખર પર મોટાભાગે બિયરની ખાલી બોટલો અને કેનનો કચરો છે. વળી ફૂડના ખાલી ટીન અને પર્વતારોહણના તૂટેલાં ઉપકરણોનો પણ કચરો હોય છે.

આ ઉપકરણોમાં ઓક્સિજનના બોટલ્સનો પણ સમાવેશ થાય છે. વળી શિખર ચઢવા માટે તે ખૂબ જ જરૂરી હોય છે.

સ્થાનિક ગાઇડ જેમને શેરપા કહેવામાં આવે છે તેમના દ્વારા દાયકાઓથી આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે.

પણ હવે સાગરમઠ પૉલ્યુશન કંટ્રોલ કમિટી દ્વારા સહયોગ મળી રહ્યો છે. શિખરને નેપાળી નામ આપ્યા બાદ આ કમિટીની રચના કરવામાં આવી હતી.


દર વર્ષે એક લાખ પ્રવાસીઓ આવે છે

Image copyright AFP

શેરપા જૂથ હજુ પણ આટલી ઊંચાઈ પરથી કચરો સાફ કરવાનું કાર્ય કરે છે.

કમિટી અનુસાર ગત વર્ષે એક લાખ લોકોએ આ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમાં 40 હજાર પર્વતારોહકો અને ટ્રેકર્સ હતા.

વળી તેમણે માત્ર સામાન્ય કચરો જ નહીં પણ પ્રવાસીઓ દ્વારા છોડી દેવામાં આવતા જૈવિક કચરાનો નિકાલ પણ કરવો પડે છે.

વર્ષ 2015માં દેશના પર્વતારોહકોના એસોસિયેશને ચિંતા વ્યક્ત કરી હતી કે પ્રવાસીઓનો જૈવિક કચરો આરોગ્ય માટે જોખમ બની રહ્યો છે.

આથી કમિટીએ કેટલાક મહત્ત્વના કેમ્પ પર નાના શૌચાલય બનાવ્યા છે. વળી વધુ પ્રમાણમાં આવતા પવર્તારોહકો સુરક્ષાની દૃષ્ટિએ એક પડકાર છે.

જેને પગલે ગત વર્ષે એક નિયમ લાવવામાં આવ્યો અને તેના અંતર્ગત એકલા શિખર ચઢનારા પર પ્રતિબંધ લગાવી દેવાયો.

વિદેશી પર્વતારોહકોને ગાઇડ સાથે જ શિખર ચઢવા માટે ફરજ પાડવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો