સુપરમાર્કેટમાં થયેલા હુમલામાં બંધકને બચાવનાર ફ્રાંસ પોલીસના ‘હીરો’નું મૃત્યુ

લેફ્ટનન્ટ કર્નલ આર્નૌદ બલ્ટ્રેમની તસવીર Image copyright French Interior Ministry
ફોટો લાઈન બંધક મહિલાને બદલે પોતાને બંધક બનાવનારા પોલીસ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બલ્ટ્રેમનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું.

હુમલા સમયે એક બંધક મહિલાને મુક્ત કરાવવા પોતે બંધક બનેલા પોલીસ અધિકારીનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅંક્રોએ લેફ્ટનન્ટ કર્નલ આર્નૌદ બલ્ટ્રેમને એક ‘હીરો’ ગણાવ્યા છે.

ફ્રાંસમાં સુપર યુ નામના સુપરમાર્કેટમાં થયેલા હુમલા દરમિયાન હુમલાખોરે એક મહિલાને બંધક બનાવી હતી. પણ આ પોલીસ અધિકારીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાને મુક્ત કરાવવા પોતે બંધક બનવાનું સાહસ કર્યું હતું.

તેમણે ભરેલા આ પગલાને કારણે મળેલી મદદથી વિશેષ દળોએ ત્રણ લોકોને મારી ચૂકેલા એ હુમલાખોરને ઠાર કર્યો હતો.

દક્ષિણ ફ્રાંસના ટ્રેબેસમાં એક હથિયારધારી શખ્સે એક સુપરમાર્કેટમાં સંખ્યાબંધ લોકોને બાનમાં લીધા હતા.

જોકે વિશેષ દળોની વળતી કાર્યવાહીમાં એ હુમલાખોરનું મૃત્યું થયું છે અને બંધકોને છોડાવી લેવાયા છે. આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા છે.


શું હતી હુમલાખોરની માગણી?

Image copyright Reuters
ફોટો લાઈન સુપરમાર્કેટની બહાર રહેલા જવાનો

આ હુમલામાં છ લોકો ઈજાગ્રસ્ત અને બે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતા. મૅંક્રોએ આ હુમલાને ઇસ્લામિક આતંક ગણાવ્યો હતો.

હથિયારધારી શખ્શ 25 વર્ષીય રેડ્યુએન લકદિમે કહ્યું હતું કે તે ઇસ્લામિક સ્ટેટ જૂથ વતી કામ કરી રહ્યો હતો.

તેને ઠાર કરવા માટે વિશેષ દળોએ ત્રણ વખત હુમલા કરવા પડ્યા હતા.

ખરેખર લકદિમ સાલાહ અબ્દેસલામ નામના શખ્શને મુક્ત કરાવવાની માગણી કરી રહ્યો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

સાલાહ અબ્દેસલામ વર્ષ 2015માં 13મી નવેમ્બરે થયેલા પેરિસ હુમલામો એકમાત્ર ચાવીરૂપ સંદિગ્ધ છે. આ હુમલામાં 130 લોકોના મૃત્યુ થયા હતા.

હુમલાના સંબંધમાં એક અન્ય સંદિગ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિને લકદિમનો સાથી માનવામાં આવી રહ્યો છે.


કઈ રીતે ઘટના બની?

Image copyright Reuters

શુક્રવારે સવારે કાર્કાસોનમાં હુમલાની શરૂઆત થઈ હતી. લકદિમે અહીં એક કાર હાઇજૅક કરી હતી. જેમાં તેણે કારમાં બેઠેલા એક મુસાફરની હત્યા કરી હતી અને કારચાલક ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ અન્ય પોલીસકર્મી સાથે જૉગિંગ કરી રહેલા એક પોલીસકર્મીને તેણે ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.

ત્યાર પછી એવું માનવામાં આવે છે કે તે કાર હંકારીને નજીકમાં આવેલા નાનકડા ટ્રૅબ્સ નગરમાં પહોંચી ગયો હતો.

અહીં તેણે સુપર-યુ માર્કેટમાં ઘૂંસણખોરી કરીને 'હું ઇસ્લામિક સ્ટેટનો સૈનિક છું' કહીને ગોળીબાર કર્યો હતો.

સુપરમાર્કેટમાં ખરીદી કરી રહેલા કેરોલે પોલીસને જણાવ્યું કે લોકો હુમલાખોરથી ડરીને કોલ્ડરૂમમાં છૂપાઈ ગયા હતા.

તેમણે કહ્યું, "અમે દસ લોકો હતા અને તમામ એક કલાક સુધી કોલ્ડ રૂમમાં છૂપાઈ રહ્યા."

"વધુ ગોળીબારનો અવાજ આવતા અને લોકો ઇમરજન્સી દરવાજામાંથી બહાર નીકળી ગયા."


કેવી રીતે બલ્ટ્રેમે બંધકને સાથે પોતાની અદલા-બદલી કરી?

Image copyright PA
ફોટો લાઈન બંધક મહિલાને બદલે પોતાને બંધક બનાવનારા પોલીસ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બલ્ટ્રેમ

ગુહમંત્રી ગેરાર્ડ કોલોમ્બે પત્રકારોને જણાવ્યું કે પોલીસકર્મીઓને કેટલાક લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી પણ હુમલાખોરે એક મહિલામે તેના બચાવ માટે ઢાલ તરીકે વાપરવા બંધક બનાવી લીધી હતી.

માનવામાં આવે છે કે આ જ સમયે 45 વર્ષીય પોલીસર્મી લેફ્ટ. કર્નલ અર્નોડ બેલ્ટ્રામે સ્વંયપણે પોતાની જાતને બંધક બનાવવા અને મહિલાને તેના બદલામાં છોડી મૂકવા હુમલાખોર સામે પ્રસ્તાવ મુક્યો હતો.

પણ આ દરમિયાન તેમણે ટેબલ પર તેમનો ફોન ચાલુ રાખીને મૂકી દીધો હતો જેથી પોલીસ તેમની સ્થિતિ મોનિટર કરી શકે.

આથી જ્યારે પોલીસને ગોળીબાર સંભળાયો ત્યારે એક ટીમે સુપરમાર્કેટમાં વિસ્ફોટ કર્યો.

જેમાં હુમલાખોરનું મૃત્યુ થયુ પણ સાથે સાથે અર્નોડ બેલ્ટ્રામે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.

ગેરાર્ડ કોલોમ્બે તેમની બહાદુરી અને હિંમતને ઘણી બિરદાવી.

પ્રમુખ મૅંક્રોએ કહ્યું "(અર્નોડ બેલ્ટ્રામે) ઘણાના જીવ બચાવ્યાં છે અને તેમણે દેશ અને પોલીસદળનું સન્માન કર્યું છે."

વળી હુમલામાં એક પોર્ટુગીઝ નાગરિકનું પણ મૃત્યુ થયાનું માનવામાં આવતું હતું એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર લિસ્બનમાં સત્તાધિશોએ જણાવ્યા મુજબ ખરેખર આ નાગરિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.


કોણ છે આ સંદિગ્ધ લકદિમ

Image copyright AFP
ફોટો લાઈન હુમલાખોર લકદિમ

લકદિમનો જન્મ મોરોક્કોમાં એપ્રિલ-1992માં થયો હતો. તેની પાસે ફ્રાંસનું નાગરિકત્વ હતું. આ વિશે ફ્રાંસની ઇન્ટલિજન્સ સર્વિસને પણ જાણકારી હતી.

પ્રોસિક્ટર ફ્રાંકોઇસ મોલિન્સ અનુસાર તે નિગરાનીમાં હતો. ચરમપંથ અને સલાફિસ્ટ અભિયાન સંબંધિત પ્રત્તિઓને કારણે તે નિગરાનીમાં હતો.

પણ તે આવું કંઈ કરશે તેના ચોક્કસ સંકેતો નહીં મળ્યા.

2011માં તે પ્રતિબંધિત હથિયાર રાખવાના કેસમાં દોષિત ઠર્યો હતો. જ્યારે 2015માં ડ્ર્ગ અને કોર્ટના આદેશના અનાદરના કેસમાં પણ દોષિત ઠર્યો હતો.

વર્ષ 2015થી ફ્રાંસમાં ઘણા ઉગ્રવાદી હુમલા થયા છે. નવેમ્બર, 2015માં થયેલા પૅરિસ હુમલામાં 130 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ