ફ્રાંસમાં થયેલા મોટા આતંકવાદી હુમલા

Image copyright Reuters
ફોટો લાઈન સુપરમાર્કેટની બહાર રહેલા જવાનો

ફ્રાંસ પર થયેલા મોટા આતંકવાદી હુમલા

  • 1 ઑક્ટોબર 2017 - માર્સે રેલવે સ્ટેશન પર બે વ્યક્તિની ચાકું મારીને હત્યા કરી દેવાઈ. ISનો હુમલો કર્યાનો દાવો.
  • 26 જુલાઈ 2016 - બે શખ્સોએ સૅન્ટ ઍન્તાઇની-દ-રૉવરીના એક ચર્ચના પાદરીની ગળું કાપીને હત્યા કરી નાખી. પોલીસ ગોળીબારમાં બન્નેનાં મોત.
  • 14 જુલાઈ 2016 - બૅસ્લે ડે સેલિબ્રેશન દરમિયાન લોકોની ભીડ પર ટ્રક ચલાવી દેવાયો. 86 લોકોના મોત. હુમલો ટ્યુનિશિયામાં જન્મેલા અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા શખ્સે કર્યો હોવાનું સામે આવ્યું. જેનું પોલીસ અથડામણમાં મોત નિપજ્યું.
  • 13 જૂન 2016 - પશ્મિ પેરિસના મૅગન્નવિલેમાં એક જેહાદીએ પોલીસ અધિકારી અને તેના સાથીની હત્યા કરી નાખી. જેહાદીએ પોતે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો હોવાની જાહેરાત કરી. પોલીસ અથડાણમાં મોત.
  • 13 નવેમ્બર 2015 - ભારે હથિયારો અને બૉમ્બ સાથે જેહાદીઓએ પેરિસના નેશનલ સ્ટેડિયમ, કાફે અને કૉન્સર્ટ હૉલ પર હુમલો કર્યો જેમાં 130 લોકોના મોત નિપજ્યાં. આ હુમલામાં 350 લોકો ઘાયલ થયા.
  • 7-9 જાન્યુઆરી 2015 - બે ઇસ્લામિસ્ટ બંદુકધારીઓએ શાર્લી એબ્દો સામયિકના કાર્યાલય પર હુમલો કર્યો. જેમાં 17 લોકોના મોત નિપજ્યાં. બીજા દિવસે એક જેહાદીએ પોલીસકર્મીની હત્યા કરી નાખી અને એક યહુદી સુપરમાર્કેટને બંધક બનાવી. પોલીસ બે બંદૂકધારીને મારે એ પહેલા ચાર બંધકોની હત્યા કરી દેવાઈ. બીજા બે બંદુકધારીના પણ બાદમાં પોલીસ અથડામણમાં મોત નિપજ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો