અમેરિકા અને ચીનનું ટ્રેડ વોર તમને કેવી રીતે અસર કરશે?

ડૉનલ્ડ ટ્રમ્પ અને સી જિનપિંગની તસવીર Image copyright Getty Images

વિશ્વની સૌથી તાકતવર અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની આશંકાઓને પગલે અર્થશાસ્ત્રીઓ અને શેર બજારમાં ખળભળાટ મચી ગયો છે.

એમેરિકાએ ચીનથી આવનારા માલસામાન પર શુલ્ક લાદવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ ચીને પણ પ્રતિક્રિયારૂપે આવો નિર્ણય લેવાની ધમકી ઉચ્ચારી છે.

ચીને કહ્યું કે તે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. પરંતુ ટ્રેડ વોર અથવા સંરક્ષણવાદ શું છે અને તે તમને કઈ રીતે અસર કરી શકે?


ટ્રેડ વોર શું છે?

Image copyright Reuters

ટ્રેડ વોરને ગુજરાતીમાં વેપાર દ્વારા યુદ્ધ કહી શકીએ છીએ. અન્ય યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ એક દેશ બીજા દેશ પર હુમલો કરે છે. વળી પલટવાર માટે તૈયાર પણ રહે છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે એક દેશ બીજા દેશમાંથી આવતા સામાન પર શુલ્ક લગાવે છે, ત્યારે અન્ય દેશ પણ આવું જ કરે છે આથી બન્ને દેશ વચ્ચે ટકરાવ વધી જાય છે.

આનાથી દેશની અર્થવ્યવસ્થાઓ પ્રભાવિત થાય છે. એટલે બન્ને દેશો વચ્ચે રાજકીય તણાવ વધી જાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માને છે કે ટ્રેડ વોર સરળ અને બહેતર છે. તેઓ કર વધારવાના મુદ્દાથી પાછા નહીં હટશે.


શુલ્ક શું છે?

Image copyright Getty Images

શુલ્ક કરનું એવું રૂપ છે જે વિદેશમાં બનતા માલસામાન પર વસૂલાય છે.

સૈદ્ધાંતિકરૂપે વિદેશી સામાન પર કર વધારવાનો અર્થ એ છે કે એ સામાન મોંઘા થઈ જશે અને લોકો તેને ખરીદવાનું બંધ કરી દેશે.

આવું કરવા પાછળનો આશય એ હોય છે કે લોકો વિદેશી સામાનની અછત અથવા ભાવ વધારે હોવાની સ્થિતિમાં સ્વદેશી સામાન ખરીદશે જેથી ધરેલું અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.


ટ્રમ્પ આવું કેમ કરી રહ્યા છે?

Image copyright Getty Images

અમેરિકી પ્રમુખ 60 અરબ ડૉલરના ચીનના માલસામાન પર શુલ્ક લગાવવા જઈ રહ્યા છે.

અમેરિકા છેલ્લા કેટલાક સમયથી કથિકરૂપે થતી ઇન્ટેલૅક્ચુઅલ પ્રોપર્ટીની ચોરીના કારણે આ પગલું ભરી રહ્યું છે.

કેમ કે ચીન પર ઇન્ટેલૅક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી એટલે કે પ્રોડક્ટસની મૌલિક ડિઝાઇન અને વિચાર વગેરે ચોરી કરવાનો આરોપ છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમની પાસે 1000તી વધુ પ્રોડક્ટોની યાદી છે. જેના પર 25 ટકા સુધીનો કર નાખવામાં આવી શકે છે.


વેપાર ખાધ શું છે?

Image copyright Reuters

બન્ને દેશ વચ્ચેની આયાત-નિકાસના તફાવતને વેપાર ખાધ કહે છે.

અમેરિકા અને ચીન વચ્ચે મોટી ખાઈ છે. જેનો અર્થ કે ચીન ભારતને મોટા પ્રમાણમાં માલસામાન વેચે છે.

પણ અમેરિકા પાસેથી ઓછી માત્રમાં માલસામાન ખરીદે છે. ગત વર્ષે આ અંતર 375 અમેરિકી ડૉલર હતું.

અમેરિકીએ 2017માં 242 અરબ ડૉલરની સેવાઓની નિકાસ કરી જેમાં બૅન્કિંગ, ટ્રાવેલ અને ટૂરિઝમના ક્ષેત્રનો સમાવેશ થાય છે.

અમેરિકાની અર્થવ્યવસ્થામા સર્વિસ સેક્ટરનું યોગદાન 90 ટકા છે, જ્યારે ચીન ઉત્પાદનમાં અવ્વલ છે

આથી ટ્રમ્પની વેપાર ખાધની વાત લોકોને સમજમાં આવે છે કેમ કે ટીકાકારો ટ્રમ્પ પ્રશાસનના આ નિવેદનને સંરક્ષણવાદની નજરથી જુએ છે.


સંરક્ષણવાદ શું છે?

Image copyright Getty Images

જ્યારે સરકાર પોતાના દેશના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કે તેની વૃદ્ધિ માટે વિદેશી માલસામાન પર પ્રતિબંધ લગાવે છે, ત્યારે સરકારનાં આ પગલાને સંરક્ષણવાદ કહેવામાં આવે છે.

ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયનના ક્ષેત્રમાં શુલ્ક લગાવ્યું છે.

પોતાના હાલના પગલા પૂર્વે માર્ચ મહિનીના શરૂઆતમાં ટ્રમ્પે તમામ સ્ટીલ આયાત પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા શુલ્ક લગાવ્યો હતો.

ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકા ધાતુઓ મામલે અન્ય દેશો પર નિર્ભર છે. જો યુદ્ધ થશે તો તેમના ઉદ્યોગની મદદથી પૂરતા હથિયારો નહીં બનાવી શકશે.

પણ ટીકાકારોનું માનવું છે કે અમેરિકા તેનું મોટાભાગનું સ્ટીલ કેનેડા અને યુરોપિયન સંઘ પાસેથી મેળવે છે. અને આ દેશ અમેરિકાના પાક્કા મિત્ર છે.

સૈદ્ધાંતિકરૂપે જોઈએ તો વિદેશી કંપનીઓની સ્ટીલ અને ધાતુ પર શુલ્ક લાગેલા હોવાથી સ્થાનિક કંપની પાસેથી અમેરિકી કંપનીઓ સ્ટીલ ખરીદશે.

એવું માનવામાં આવે છે કે આનાથી અમેરિકાની સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.

કેમ કે મોટાભાગની કંપનીઓ સ્વદેશી કંપનીઓ પાસેથી આ ઉત્પાદન ખરીદશે.


પરંતુ શું તે સાચે જ કામ કરશે?

Image copyright Getty Images

સંભવ છે કે આનાથી અમેરિકન સ્ટીલ કંપનીને ફાયદો થાય. જેનાથી નવી નોકરીઓ બહાર પડશે પરંતુ કાર અને પ્લેન બનાવનારી કંપનીઓ કે જેને કાચા માલની જરૂર હોય છે, તેવા ઉત્પાદનોની કિંમત વધી શકે છે.

તેનો મતલબ એ છે કે કંપનીઓએ પોતાના અંતિમ ઉત્પાદનો પર ભાવ વધારવો પડશે. જેનાથી સામાન્ય ખરીદનારાઓને નુકસાન થશે.

તેવામાં અમેરિકામાં કાર, વિવિધ યંત્રો, પ્લેન ટિકિટ અને બિયરની કિંમતોમાં વધારો થઈ શકે છે.


તમને કેવી રીતે આ શુલ્ક પ્રભાવિત કરશે?

Image copyright Getty Images

અમેરિકાનું આ પગલું સંપૂર્ણ દુનિયાને અસર પહોંચાડી શકે છે કેમ કે ચીને પણ આ પગલાનો જવાબ આપવાનો નિર્ણય કર્યો છે.

દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન અમેરિકન ખેતી અને વ્યવસાય ઉત્પાદનો જેવા સોયાબીન, પોર્ક, કોટન, પ્લેન, કાર અને સ્ટીલ પાઇપ પર કર લગાવવાની યોજના બનાવી રહી છે.

સૈદ્ધાંતિક રૂપથી ચીન અમેરિકન ટેક્નોલૉજીકલ કંપનીઓ જેવી કે એપલ પર પણ કર લગાવી શકે છે, જેનાથી એપલનાં ઉત્પાદનોની કિંમત વધી શકે છે.

હાલ, સ્ટીલ પર કરથી યુરોપીયન સંઘ, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો અને દક્ષિણ કોરિયાને રાહત છે.

પરંતુ વૈશ્વિક ટ્રેડ વોરથી દુનિયાભરમાં કંપનીઓ માટે કામ કરવું મુશ્કેલ થશે અને તેમણે પોતાના ઉત્પાદનોના ભાવ વધારવા પડશે.


તેવામાં શું મુક્ત વેપાર સારો વિકલ્પ છે?

Image copyright Reuters

આ સવાલનો જવાબ તમે કોને પૂછી રહ્યાં છો તેના પર નિર્ભર છે. મુક્ત વેપાર સંરક્ષણવાદથી વિપરીત છે.

તેનો મતલબ છે કે ઉત્પાદનો પર ઓછામાં ઓછો કર લગાવવામાં આવે, જેનાથી લોકો દુનિયાભરમાં ક્યાંયથી પણ ઉત્પાદન ખરીદી શકે અને તે પણ ઓછી કિંમતે.

આનાથી એ કંપનીઓને ફાયદો થાય છે જે બનાવટ ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરે છે. અને દુનિયાની અર્થવ્યવસ્થાને ફાયદો થયો છે.

મુક્ત વ્યાપારમાં કાર, સ્માર્ટ ફોન, ખાદ્ય ઉત્પાદનોથી લઈને ફૂલો જેવી વસ્તુઓને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવી છે.

પરંતુ તેનો સીધો મતલબ એ છે કે આવાં ઉત્પાદનો બનાવનારી કંપનીઓ દેશી કંપનીઓ પાસેથી કાચો માલ ઓછો ખરીદે છે.

પરંતુ જો વિદેશી સામાન સસ્તામાં મળે તો પછી સ્વદેશી ઉત્પાદનો શા માટે ખરીદવા.

આનો અર્થ એ થાય છે કે સમૃદ્ધ દેશોમાં નોકરીઓની ઊણપ હોય છે અને અસામાન્ય વૃદ્ધિ હોય છે.

જો કે, ફ્રી ટ્રેડે કેટલાક લોકોને ધનવાન બનાવ્યા છે પરંતુ તેની સાથે સાથે કેટલાક લોકોને ગરીબ પણ બનાવ્યાં છે.


આખરે કેવી રીતે ટ્રેડ વોરનો અંત આવશે?

આ વિશે કોઈને ખ્યાલ નથી. ઇતિહાસકારો પ્રમાણે, વધેલો કર ઉપભોક્તાઓ માટે સામાનની કિંમત વધારે છે.

જ્યારે, અર્થશાસ્ત્રી ટ્રમ્પ શાસનના આ નિર્ણયનો વિરોધ કરે છે.

રિપબ્લિકન પાર્ટી પણ આ મુદ્દા પર ટ્રમ્પની વિરુદ્ધ છે કેમ કે તેઓ મુક્ત વ્યાપારના સમર્થક છે.

ટ્રમ્પ દ્વારા ચીન સામે પગલાં ઉઠાવવાથી બંને દેશોની સાથે સમગ્ર દુનિયાનાં ઉપભોક્તાઓને નુકસાન થશે.

દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટ્રેડ વોર કોઈના માટે સારા સંકેત નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ