તસવીરોમાં: યુવાનોના દૃષ્ટિકોણથી દુનિયા કેવી દેખાય છે?

સામાજિક મુદ્દા જીવનને કઈ રીતે આકાર આપે છે? જુઓ કિશોર વયના ફોટોગ્રાફર્સની નજરે

ઇમેજ કૅપ્શન,

14થી 18 વર્ષના આ ફોટોગ્રાફરોએ ચિત્રોમાં દુનિયામાં થઈ રહેલા ફેરફારોને દર્શાવ્યા છે. વધુમાં ફોટોગ્રાફ્સના દ્વારા તેમણે દર્શાવ્યું છે કે કઈ રીતે આ ફેરફાર તેમને, તેમના પરિવારના સભ્ય, તેમના મિત્રો અને અન્ય સમુદાયોને પ્રભાવિત કરી રહ્યા છે. શ્રેષ્ઠ ફોટોગ્રાફનો ખિતાબ 16 વર્ષીય મૅડી ટર્નરને આપવામાં આવ્યો હતો. આ ફોટોગ્રાફમાં મૅડીએ મીડિયા અને ફૅશન ઉદ્યોગમાં વંશીય વિવિધતા સંબંધિત પ્રતિનિધિત્વના અભાવને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું, "આ ફોટો બતાવે છે કે કેવી રીતે વિવિધતાના અભાવના કારણે લોકોને તેમની ત્વચાનો રંગ તેમને શરમાળ બનાવી શકે છે."

ઇમેજ કૅપ્શન,

શાહીન ઉદીને તેમના હિજાબની મદદથી એક ફ્રેમ બનાવી હતી. તેઓ ઇચ્છે છે કે લોકો તેમના હિજાબ કરતાં તેમને વધુ નાજુકાઈથી જૂએ અને કિશોર વયની નજાકતને પ્રોત્સાહન આપે જે તેમની અંદર છે.

ઇમેજ કૅપ્શન,

કૅમરન લૉરેન્સ એક ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેઓ વિચારે છે કે કૃષિ ઉદ્યોગ પર દબાણ વધી રહ્યું છે. તેઓ આશા રાખે છે કે તેઓ આ ફોટોમાં ભવિષ્યની અનિશ્ચિતતા દર્શાવવામાં સફળ થયા છે.

ઇમેજ કૅપ્શન,

લેઆહ મેટકાફે મૅનચેસ્ટર અરીના પર ગત વર્ષે થયેલી હુમલાની ઘટનાની યાદમાં ભેગાં થયેલા લોકોનો શોક ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

ઇમેજ કૅપ્શન,

સોરેન હૅરિસને ઑટિઝમ અથવા બાળકોમાં દેખાતી સ્વલીનતાની માનસિક વિકૃતિથી અસરગ્રસ્ત બાળકોની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં તેમણે વર્ણન કર્યું છે કે કઈ રીતે વિશ્વ તેમને અપનાવી શકે છે.

ઇમેજ કૅપ્શન,

પ્લેટમાં મૂકેલા સડેલા ફળોને દર્શાવીને જુલિયા કૂટાસ એ ખોરાક વિશે વાત કરી રહ્યા છે જે કોઈ નથી ખાતું.

ઇમેજ કૅપ્શન,

ઓલિવિયા ફર્નાન્ડેઝે થાઈલૅન્ડની મુસાફરી દરમિયાન હાથીની આંખની તસવીર લીધી હતી. આ તસવીર દ્વારા તેમણે હાથીની આંખોથી પ્રતિબિંબિત પીડા બતાવવાનો પ્રયાસ કર્યો છે.

ઇમેજ કૅપ્શન,

ઍન્ટોનિયા વિલફર્ડના દાદા તેમને વારંવાર કહે છે કે તેઓ પોતાને દર્પણમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેઓ માને છે કે તેઓ હજુ પણ યુવાન છે.

ઇમેજ કૅપ્શન,

જેમ્મા એસ્પિનોઝા કહે છે, "આ તસવીર લોકોને બતાવે છે કે એક જીવંત પશુ તેમને કાળજીપૂર્વક જોઈ રહ્યું છે, તે પીડા અનુભવે છે અને દયાને પાત્ર છે."

ઇમેજ કૅપ્શન,

કિટી કાસ્ટલેડીને કિશોરાવસ્થાના તણાવને બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે તેમની જેમ મર્યાદિત સમયમાં જીવનમાં સફળ થવાનું દબાણ છે.

ઇમેજ કૅપ્શન,

પૅટ્રિક વિલ્કિન્સનને સ્પેનના દરિયા કિનારે આ હોડી મળી હતી. દરિયાકિનારે નુકસાન પામેલી આ હોડી શરણાર્થી કટોકટી વિશે ઘણું કહી જાય છે.

ઇમેજ કૅપ્શન,

યહૂદી સ્મારકના આ ફોટોગ્રાફને કારણે ટેડી સમર્સને સોશિયલ મીડિયા શ્રેણીમામાં ખિતાબ મળ્યો છે.

ઇમેજ કૅપ્શન,

વીરગ-અનગ્યાકા કિસે 'નાઇટ આઉટ' બાદ છોડી દેવામાં આવેલી કેટલીક વસ્તુઓની તસવીર લીધી છે. તેઓ માને છે કે સામાજિક સમસ્યાઓથી મુક્ત થવા માટે કેફીપદાર્થના સેવનમાં સંયમ રાખવું મહત્ત્વપૂર્ણ છે.