એલાર્મ સ્નૂઝ કર્યા પછી દર નવ મિનિટે કેમ વાગે છે?

એલાર્મની તસવીર Image copyright Thinkstock

દરરોજ સવારે જ્યારે એલાર્મ વાગે છે, ત્યારે તમે તેને બંધ કરીને વિચારો છો કે બસ વધુ 'દસ મિનિટ' ઊંઘી લઈએ. પણ તમને કદાચ ખબર નથી કે તે દસ મિનિટ નહીં પણ નવ મિનિટ હોય છે.

પણ નવ મિનિટ શા માટે? આનો જવાબ શોધવા આપણે જ્યારે સ્નૂઝ બટનની શોધ થઈ હતી તે સમયમાં જવું પડશે.

સ્નૂઝ બટનની મદદથી એલાર્મને થોડી મિનિટ માટે આગળ વધારી શકાય છે. તેની શોધ 1950ના દાયકામાં થઈ હતી.

જ્યારે બટનની શોધ થઈ હતી ત્યારે ઘડિયાળના ગિયરનો ભ્રમણ સમય દસ મિનિટનો હતો.


નવ મિનિટ જ કેમ?

Image copyright Getty Images

પણ સ્નૂઝ બટન માટે ગિયર જોડવાથી અન્ય સ્પેરપાર્ટ્સનો તાલમેલ બગડે નહીં તે માટે નિષ્ણાતોએ સલાહ આપી કે સ્નૂઝ ગિયરની સાઇકલ 10 મિનિટથી વધુ અથવા ઓછી કરવામાં આવે.

અંતે નિર્માતાઓએ તેને નવ મિનિટ નક્કી કરવાનો નિર્ણય કર્યો.

જોકે, એ વાત સ્પષ્ટ નથી કે નિષ્ણાતોએ કેમ નવ મિનિટનો સમય નક્કી કરવાનો નિર્ણય કર્યો.

કેટલાક નિષ્ણાતોનો તર્ક છે કે દસ મિનિટ બાદ વ્યક્તિ ચિર નિદ્રામાં જતી રહે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આથી જો આવી સ્થિતિમાં એલાર્મ બીજી વાર ન વાગે તો વ્યક્તિ કદાચ ઊઠી ન શકે.

આ પાછળ એક મનોવૈજ્ઞાનિક પરિબળ હોવાનું પણ કહેવાય છે. કહેવાય છે કે જે લોકો એલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરે છે તેમને લાગતું હોય છે કે એલાર્મ સ્નૂઝ કરવાથી તેઓ થોડી વાર વઘુ ઊંઘી શકશે.

Image copyright Thinkstock

તેમને લાગે છે કે આવું કરવાથી તેમનો સમય પણ વેડફાશે નહીં.

એટલે કે તેઓ થોડા સમયમાં ઊઠીને કામે લાગી જશે.

તમે એલાર્મ વાગ્યા બાદ કેટલાક સમય પછી ઊઠીને તેને સ્નૂઝ કરો છો અને ફરી થોડી વાર ઊંઘી જાવ છો.

એલાર્મ બનાવનારા એન્જિનિયર્સનું માનવું છે કે ઊંઘમાં લોકોને કેટલાક સમય વચ્ચેના અંતર વિશે ખ્યાલ નથી રહેતો.

આથી તેમને લાગે છે કે તેઓ થોડા સમય માટે તેને આગળ વધારી રહ્યા છે. પણ ખરેખર તે નવ મિનિટ જ હોય છે.


સ્નૂઝ બટનની ઉપયોગીતા

Image copyright Thinkstock

ડિજિટલ ઘડિયાળમાં પણ એલાર્મને દસ મિનિટની જગ્યાએ નવ મિનિટ આગળ વધારવું સરળ છે. કેમકે ગણતરી એક જ સંખ્યામાં થઈ શકે છે.

બાદમાં જ્યારે સ્માર્ટફોન આવ્યા ત્યારે સ્નૂઝ એપ્લીકેશન બનાવનારા એન્જિનિયર્સે તેની સાઇકલને નવ મિનિટ જ રાખી.

તેને નવ મિનિટ રાખવાનું કારણ એ હતું કે આ સમય એક સ્ટાન્ડર્ડ બની ગયું હતું. તેઓ ઇચ્છા અનુસાર તેને બદલી પણ શકતા હતા.

મોટાભાગના લોકો ઘણીવાર એલાર્મ વાગતા તેને બંધ કરીને ફરી ઊંઘી જવાની આદત રાખે છે.

પણ જાણકારોના અનુસાર સ્નુઝ બટન ઊંઘમાંથી વ્યક્તિને ઉઠાડવા માટે મદદ કરે છે.


એલાર્મ કઈ રીતે સેટ કરવું?

બટન વ્યક્તિને વધુ ઊંઘવાની તક નથી આપતું અને વ્યક્તિએ આખરે જાગવું જ પડે છે.

સ્નૂઝ બટન દબાવીને આપણે ઊંઘવાની સાઇકલને વારંવાર રિસેટ કરીએ છીએ.

તેમાં ભ્રમ તો હોય જ છે પણ ઊંઘ નહીં આવવાની સમસ્યા પણ હોય છે.

જ્યારે આપણે એલાર્મને બીજી કે ત્રીજી વાર સ્નૂઝ કરીએ છીએ ત્યારે ખરેખર ઊંઘ પૂરી થવાની જગ્યાએ થાક વધુ લાગતો એવું અનુભવાય છે.

આથી નિષ્ણાતો માને છે કે તમારે તે જ સમય માટે એલાર્મ સેટ કરવું જોઈએ જ્યારે ખરેખર તમે ઊઠવા માંગતા હોવ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો