કોણ છે પિંકી લાલવાણી, જેમની સાથે વિજય માલ્યા લગ્ન કરવાના છે?

Image copyright Getty Images

ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એક વખત ચર્ચામાં છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, માલ્યા ટૂંક સમયમાં તેમના ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી સાથે લગ્ન કરશે.

હાલ માલ્યા લંડનમાં છે. તેમની ભારતીય બૅન્કોના લગભગ નવ હજાર કરોડ રૂપિયા લેણાં નીકળે છે.

જો માલ્યા અને પિંકી લગ્ન કરે, તો આ તેમના ત્રીજા લગ્ન હશે.

તમને આ પણ વાંચવું ગમશે


...તો ત્રીજા લગ્ન હશે

Image copyright Getty Images

માલ્યાના પહેલા લગ્ન એરહોસ્ટેસ સમીરા તૈયબજી સાથે થયા હતા. બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

વિજય માલ્યાના એક પુત્ર સિદ્ધાર્થ એ સમીરા થકી છે.

બાદમાં માલ્યાએ રેખા સાથે લગ્ન કર્યાં. આ લગ્નસંબંધથી તેમને બે પુત્રીઓ તાન્યા અને લિયાના છે.

અમૂક વર્ષના લગ્નસંબંધ બાદ રેખા અને વિજય અલગ થઈ ગયા. જોકે, તેમના છૂટાછેડા નથી થયા.


કોણ છે પિંકી લાલવાણી ?

પિંકી કિંગફિશર એરલાઇન્સમાં એરહોસ્ટેસ હતા. 2011માં વિજય માલ્યા સાથે તેમની મુલાકાત થઈ હતી.

માલ્યાની ઉંમર 62 વર્ષ છે, જ્યારે પિંકી તેમનાથી ઘણાં નાના હોવાનું કહેવાય છે.

જ્યારે લંડનની કોર્ટમાં વિજય માલ્યાની સુનાવણી હોય છે, ત્યારે પિંકી તેમની સાથે જોવા મળે છે. ઉપરાંત માલ્યા પરિવારના અનેક કાર્યક્રમોમાં જોવા મળે છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ત્રણ વર્ષથી પિંકી અને માલ્યા સાથે તેમના હર્ટફર્ડશાયર મૅન્શનમાં જ રહે છે.

સામાન્ય રીતે વિજય માલ્યા ટ્વિટર પર સક્રિય રહે છે, પરંતુ આ સંદર્ભે લગભગ તમામ મીડિયા આઉટલેટ્સમાં ચર્ચા ચાલી રહી છે, છતાંય આ અંગે હજુ મૌન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા