મીડિયા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા સ્ટિવ સ્મિથ

સ્ટીવ સ્મિથ

બૉલ ટેમ્પરિંગ કૌભાંડમાં પોતાની ભૂમિકા માટે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે માફી માગી છે.

આ વિવાદ બાદ પહેલી વખત મીડિયા સમક્ષ આવેલા સ્મિથ રડી પડ્યા અને કહ્યું કે આ તેમની લીડરશીપની નિષ્ફળતા છે.

સ્ટીવ સ્મિથન, ડેવિડ વૉર્નર અને કેમરૂન બૅનક્રૉફ્ટ પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવી દીધા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ પણ સ્મિથ અને વૉર્નર પર આ વર્ષે IPLમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

'જીવનભર અફસોસ રહેશે'

સિડનીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થઈ ગયા અને કહ્યું, "મને આ વાતનું દુઃખ છે. હું ક્રિકેટને પ્રેમ કરું છું. મેં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમીઓ તેમજ ત્યાંની જનતાને જે તકલીફ આપી છે, તેનું મને ખૂબ દુઃખ છે."

વૉર્નર અને બૅનક્રૉફ્ટે પણ માફી માગી છે. વૉર્નરે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમના કારણે ક્રિકેટ પર ધબ્બો લાગ્યો છે. જ્યારે બૅનક્રૉફ્ટે પર્થમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમને આ વાતનો જીવનભર અફસોસ રહેશે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બૅનક્રૉફ્ટે બૉલને ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્મિથે સ્વીકાર કર્યો હતો કે ઑસ્ટ્રેલિયાઈ ટીમના લીડરશીપ ગૃપે બૉલ ટેમ્પરિંગનો પ્લાન તૈયાર કર્યો હતો.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાઈની તપાસમાં જાણવા મળ્યું કે વૉર્નરે બૅનક્રૉફ્ટને એ જણાવ્યું હતું કે બૉલને તે કેવી રીતે ટેમ્પર કરે.

સ્મિથ અને વૉર્નર પર એક વર્ષ અને બૅનક્રૉફ્ટ પર નવ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો