એક એવી વીંટી જે પહેરાતી નથી પરંતુ ટાંકવામાં આવે છે!

ઇમેજ સ્રોત, Instagram/piercingsby_billy
આપણે ત્યાં સગાઈમાં એકબીજાને વીંટી પહેરાવવાની પ્રથા છે પરંતુ હવે આ પ્રથા બદલાશે તેવું લાગી રહ્યું છે.
હાલ બ્રિટનમાં વીંટી પહેરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. હવે લોકો વીંટી પહેરી રહ્યા નથી પરંતુ તેને આંગળીમાં ટાંકી રહ્યાં છે.
હા આ નવા ટ્રેન્ડ પાછળ એવું કારણ અપાઈ રહ્યું છે કે લોકો પ્રેમ દર્શાવવા માટે આ રીતે વીંટી ટાંકી રહ્યા છે.
આ વીટી શરીર પર ટાકવામાં આવેલા કિમતી હીરા કે પથ્થર જેવી દેખાય છે.
વીંટી પહેરવાની આ નવી રીતને સિંગલ પોઇન્ટ પિયર્સિંગ કે ડબલ પોઇન્ટ પિયર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે.
વીંટીના હીરાને ચામડી પર ટાંકતા પહેલાં ચામડીની અંદર ધાતુનો એક ટૂકડો ફીટ કરવામાં આવે છે. જેને એન્કર કહેવામાં આવે છે.
આ એન્કર ચામડી ઉપરના હીરા એટલે કે વીંટી સાથે જોડાયેલો હોય છે. જેના લીધી રિંગ વગરની વીંટી આંગળી પર ટકી રહે છે.
દેખાવમાં આ વીંટી શરીર પર ટાંકવામાં આવેલા હીરા કે પથ્થર જેવી લાગે છે.
પરંતુ સવાલ એ થાય છે કે લોકો આવી વીંટી શા માટે પહેરી રહ્યા છે કે જેના માટે ચામડીમાં કાંણા પાડવાની જરૂર પડે છે.
સવાલ માત્ર પ્રેમનો જ નથી, એક રિસર્સ પ્રમાણે આવી વીંટી પાછળ જવાબદાર છે તેની કિંમત.
બ્રિટનની વાત કરીએ તો અહીં એક વીંટીની કિંમત આશરે 90 હજાર રૂપિયા થાય છે.
પરંતુ જો આ રીતે ચામડી વીંધીને વીંટી પહેરવામાં આવે તો તેનો ખર્ચ આશરે 9000 રૂપિયા થાય છે.
આવી વીટી પહેરવાની સ્પર્ધા છે
ચામડીની બીમારી અંગે રિસર્સ કરનારા બ્રિટિશ એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ્સનું કહેવું છે, "જો ઊંડો છેદ કરીને એન્કર લગાવવામાં ન આવે તો તે પોતાની જગ્યાથી ખસી શકે છે."
"જો વધારે ઊંડું ફીટ કરવામાં આવે તો તેનાથી ચામડી પર ખરાબ અસર થાય છે. જેના કારણે સોજો, સોજો, ઇન્ફેક્શન અને પીડા પણ થઈ શકે છે."
એસોસિયેશનનું કહેવું છે કે શરીરમાં કાણું પાડીને કંઈ પણ લગાવવું મેડિકલ પ્રક્રિયા છે અને આવું કોઈ ડૉક્ટર પાસે જ કરાવવું જોઈએ, પરંતુ આવું થઈ રહ્યું નથી કેમ કે ડર્મલ પીયર્સિંગનું કામ સામાન્ય લોકો પણ કરી રહ્યાં છે.
એસોસિએશનના કહેવા પ્રમાણે શરીરમાં કાણું પાડીને કંઈ પણ લગાવવું તે મેડિકલ પ્રક્રિયા છે અને આ રીતે વીંટી માત્ર ડૉક્ટર પાસે જ મૂકાવવી જોઈએ. જોકે, આવું થઈ રહ્યું નથી.
હાલ સામાન્ય લોકો પણ આ રીતે વીંટી મૂકવાનું કામ કરી રહ્યાં છે.
આ રીતની વીંટી પહેરવામાં સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે તે કોઈ વસ્તુ કે કપડાંમાં ફસાય છે.
આ અંગે પીયર્સિંગ સ્ટૂડિયોઝનું કહેવું છે કે તેઓ ડર્મલ પીયર્સિંગનું કામ નહીં કરે. તે આવનારા ગ્રાહકોને આ અંગેનાં નુકસાન અંગે સમજાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો