તમે ગિરનાર કેટલી વખત ચઢ્યા? આ વ્યક્તિ 22મી વખત એવરેસ્ટ ચઢશે!

કામી રીતા શેરપા Image copyright Reuters
ફોટો લાઈન કામી રીતાને આશા છે કે તેઓ 22મી વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને ઇતિહાસ રચવામાં સફળ થશે

આપણે તો ઘણી વખત ગિરનારનો પર્વત ચઢવા માટે પણ ઘણી વખત વિચાર કરીએ છીએ. પણ 48 વર્ષીય કામી રીતા શેરપાએ જે કરીને બતાવ્યું છે તે ખરેખર તમને હંફાવી શકે છે.

કેમ કે શેરપા એક નહીં, બે નહીં, પાંચ કે દસ પણ નહીં, બાવીસમી વખત દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો સાહસ ખેડવા જઈ રહ્યા છે.

કામી રીતા શેરપા એક નેપાળી છે અને તેમની ઉંમર 48 વર્ષ છે. પરંતુ 48 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો હજુ એક યુવાન જેવો દેખાઈ રહ્યો છે.

અત્યાર સુધી 21 વખત એવરેસ્ટ ચઢવાનો રેકોર્ડ કામી રીતા સિવાય અન્ય બે નેપાળીઓનાં નામે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગત અઠવાડિયે Efe ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કામી રીતાએ જણાવ્યું હતું, "હું શેરપા સમાજ અને મારા દેશનું ગૌરવ વધારવા માટે ફરી એક વખત ઇતિહાસ રચવા પ્રયાસ કરવા જઈ રહ્યો છે."

કામી રીતા પહેલી વખત 1994માં એવરેસ્ટ ચઢ્યા હતા. આ પહેલા છેલ્લી વખત તેમણે ગત મે મહિનામાં પોતાની ચઢાઈ પુરી કરી હતી.

Image copyright Reuters
ફોટો લાઈન માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટરની છે

મહત્ત્વનું છે કે વિદેશી પર્વતારોહીઓ શેરપા જેવા માર્ગદર્શકોનો સહારો લે છે.

તેમને રસ્તો તૈયાર કરવા, દોરડા લગાવવા તેમજ પર્વતારોહણ માટે જરૂરી વસ્તુઓ લઈને ચાલવાના પૈસા મળે છે.

કામી રીતા પણ ફરી એક વખત જ્યારે માઉન્ટ એવરેસ્ટ ચઢવાના છે, ત્યારે તેમની સાથે 29 પર્વતારોહી ચઢશે.

29 પર્વતારોહીઓના ગ્રુપમાં અમેરિકન તેમજ જાપાનીઝ લોકોનો સમાવેશ થાય છે. તેઓ પોતાની ચઢાઈ બે અઠવાડિયામાં શરૂ કરશે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
100 Women: 93 વર્ષની વયે સ્વિમિંગમાં તોડ્યા બે વર્લ્ડ રેકોર્ડ

તેઓ માઉન્ટ એવરેસ્ટ ક્યારે ચઢી શકશે તે હવામાન પર નિર્ભર છે.

કાઠમંડુ પોસ્ટ સાથે વાત કરતા કામી રીતાએ કહ્યું, "જો વાતાવરણે સાથ આપ્યો તો અમે 29 મે સુધી એવરેસ્ટ પર ચઢી જઈશું."

કામી રીતાની ઇચ્છા છે કે 22મી વખત એવરેસ્ટ ચઢ્યા બાદ પણ તેઓ સતત એવરેસ્ટ ચઢતા રહેશે.

તેમણે 25 વખત એવરેસ્ટ ચઢવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓ કહે છે કે એવરેસ્ટ ચઢીને તેઓ ઇતિહાસ રચવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા