હાથીની સૂંઢમાં સિંહનું બચ્ચું, આ વાઇરલ તસવીરનું સત્ય શું?

ઇમેજ સ્રોત, KRUGAR
હાથી, સિંહણના બચ્ચાને તેની સૂંઢમાં લઈને જઈ રહ્યો છે. સિંહણ થાકી ગઈ છે જે હાથીની સાથે ચાલી રહી છે.
દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક દ્વારા 1 એપ્રિલના દિવસે આ ફોટો શેર કરવામાં આવ્યો હતો.
બે દિવસમાં આ ફોટો એટલો વાઇરલ થયો કે તેને બે કરોડ લોકોએ પસંદ કર્યો છે.
આ ફોટા પાછળનું સત્ય શું છે? શું ખરેખર આવું શક્ય છે?
તમને આ પણ વાંચવું ગમશે
આ ફોટો જ્યારે શેયર કરવામાં આવ્યો ત્યારે કેપ્શનમાં લખ્યું હતું કે એક સિંહણ તેના બચ્ચાં સાથે જઈ રહી હતી. તે ખૂબ જ થાકેલી હતી.
એ જ વખતે ત્યાંથી એક હાથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે બચ્ચાના વજનથી સિંહણ ખૂબ જ થાકી ગઈ છે.
હાથીએ સિંહણ પાસે જઈને તેને મદદ કરવા ઇચ્છતો હોય તેમ તેની સૂંઢ લાંબી કરી.
સિંહણનું બચ્ચું હાથીની સૂંઢ પર ચઢીને બેસી જાય છે અને સિંહણ હાથી સાથે ચાલી રહી છે.
આ ફોટો જોઇને લોકોએ તેના પર કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી.
યાસિન ફ્રેડરિકે હાથી પર સિંહણને બેસાડી ફોટો મૂક્યો અને લખ્યું કે પછી સિંહણ પણ થાકી ગઈ અને હાથીએ તેને પણ પીઠ પર રાઇડ કરાવી.
માત્ર 24 કલાકમાં કરોડો લોકોએ આ પોસ્ટને પસંદ કરી હતી.
ઇમેજ સ્રોત, krugar
બીજા એક યૂઝર સમર એસ. જોધાએ રમૂજમાં લખ્યું કે આ મુલાકાત પછી સિંહ અને હાથીએ લગ્ન કરી લીધાને એક દિવસ તેમણે લિયોફન્ટ બાળકને જન્મ આપ્યો,
ખરેખર તો આ પોસ્ટ લોકોને 'એપ્રિલ ફૂલ' બનાવવા માટે મૂકવામાં આવી હતી.
ક્રુગર નેશનલ પાર્કના કૉમ્યુનિટી પેજ પર કામ કરનારા નાદવે કહ્યું, "લોકોને એપ્રિલ ફૂલ બનાવવા માટે મેં જ આ ફોટામાં કરામત કરી હતી.
"મારી ઇચ્છા હતી કે વધુ ને વધુ લોકો આ ફોટાને પસંદ કરે અને અમે તેમાં સફળ પણ થયા.
"1 એપ્રિલની સવારે જ અમે આ ફોટો પોસ્ટ કર્યો હતો. અમે તેના પર નજર રાખીને બેઠા હતા.
"લોકોના અલગ અલગ પ્રતિભાવ જોવા મળી રહ્યા હતા."
ઇમેજ સ્રોત, KRUGAR
મેન્સ નોસ સ્કમ નામના યૂઝરે લખ્યું કે સિંહણ એટલી થાકેલી નથી લાગતી.
આ જ રીતે 'ઘણા બધા લોકોએ ફોટાને ઓસમ, અદભૂત કહ્યો. લોકો પ્રાણીઓમાં આવી ભાવના જોઈને આશ્ચર્ય ચકિત થઈ રહ્યા હતા.'
ક્રુગર પેજ દર એપ્રિલ મહિનાની 1લી તારીખે આ પ્રકારે ફોટા મૂકીને લોકોને ફૂલ બનાવે છે.
ઇમેજ સ્રોત, KRUGAR
અગાઉના વર્ષોમાં આ પ્રકારનો ફોટો પણ ક્રુગરની સાઇટ પર મૂકવામાં આવ્યો હતો.
ઘણા બધા લોકોએ આ ફોટાને ફેક ફોટો પણ કહ્યો. તેમણે કૉમેન્ટ પણ કરી કે આ ફોટો સાચો નથી.
ઇમેજ સ્રોત, KRUGAR
નાદવ કહે છે કે આ ફોટામાં ફોટોશોપની કરામત યૂઝર્સે તરત જ પકડી પાડી હતી.
'જો કે હાથી અને સિંહણના ફોટામાં સૌથી વધારે એંગેજમેન્ટ મળ્યું છે. અમે બીજી એપ્રિલના દિવસે લોકોને ફોટા દ્વારા એપ્રિલ ફૂલ વીશ કર્યું હતુ.'
'લોકો એ લેખ વાંચીને ખૂબ હસ્યા હતા.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો