કોણ છે યૂટ્યૂબની ઓફિસ પરનાં હુમલખોર

નસીમ અગડેમની તસવીર

ઇમેજ સ્રોત, NASIM AGHDAM

ઇમેજ કૅપ્શન,

નસીમ અગડેમ

યૂટ્યૂબ હેડક્વાર્ટરમાં ગોળીબાર થયા બાદ, પોલીસે 39 વર્ષીય નસીમ અગડેમનું નામ શંકાસ્પદ રીતે જાહેર કર્યું છે. તે હજી પણ ગોળીબાર પાછળના હેતુ અંગે તપાસ કરી રહી છે.

કોણ છે નસીમ અગડેમ?

નસીમ અગડેમ દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા સૅન ડીએગોના રહેવાસી હતાં. પોલીસે નસીમ વિશે ઓછી વિગતો જાહેર કરી છે. પરંતુ અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર, તેઓ યૂટ્યૂબ પર કેટલીક ચૅનલ અને એક વેબસાઇટ ચલાવતાં હતાં.

જેમાં તેમણે પ્રાણીઓની સાથે થતી ક્રૂરતા સહિત વિવિધ વિષયો પર વીડિયો પોસ્ટ કર્યો હતો. એ ચૅનલો હવે દૂર કરવામાં આવી છે.

અગડેમને વિવિધ તરીકે ઓળખ આપવામાં આવી છે. જેમ કે એક શાકાહારી બૉડીબિલ્ડર, કલાકાર, રૅપ આર્ટિસ્ટ વગેરે.

તમને આ પણ વાંચવું ગમશે

જાન્યુઆરી 2017માં તેમણે એક વીડિયોમાં ફરિયાદ કરી હતી કે યૂટ્યૂબ તેમનું કન્ટેન્ટ ફિલ્ટર કરી રહ્યું હતું. પરિણામે લોકો તેમના વીડિયો ઓછી સંખ્યામાં જોઈ રહ્યા હતા.

તેમની વેબસાઇટ પર તેમણે યૂટ્યૂબ સામે પણ આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું, "યૂટ્યૂબ અમુક યૂઝર્સનાં વિડિયો ફિલ્ટર કરી રહ્યું છે અને તેને કાઢી નાખી રહ્યું છે, જેથી લોકોને આ યૂઝર્સના વીડિયો જોવામાં મુશ્કેલી થઈ રહી છે."

ઇમેજ સ્રોત, NASEEM AGHDAM

ઇમેજ કૅપ્શન,

નસીમ અગડેમ.

હિટલરનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું, "અસત્યને મોટું બનાવો, તેને સરળ બનાવો, તેને કહેતા રહો, અને છેવટે લોકો તેનો વિશ્વાસ કરશે."

તેમનું કહેવું હતું, "વીડિયો શૅર કરવા માટે યૂટ્યૂબ અથવા અન્ય વેબસાઇટ પર કોઈ સમાન સ્તરે વૃદ્ધિની તક નથી. જો તેઓ આ બાબત ઇચ્છે છે તો તમારી ચૅનલ વૃદ્ધિ પામશે!"

અગડેમના પિતાએ સ્થાનિક અમેરિકન મીડિયાને કહ્યું હતું કે તેમના દીકરી ગુસ્સે હતાં કારણ કે યૂટ્યૂબે તેમને વીડિયો માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.

વિડિઓ અપલોડ કરનારા યૂઝર્સને સંબંધિત જાહેરાતોથી નાણાં મળી શકે છે પરંતુ કંપની વિવિધ કારણોસર આ પ્રક્રિયા બંધ કરી શકે છે. જો અગડેમની સાથે આ થયું હોય તો તે અસ્પષ્ટ છે.

ઇમેજ સ્રોત, NASIM AGHDAM

ઇમેજ કૅપ્શન,

અગડેમે યૂટ્યૂબ પર એવો આક્ષેપ કર્યો હતો કે તે તેમનાં વીડિયોને મળનારી જાહેરાતોની આવકને રોકે છે

તેમના પિતાએ જણાવ્યું હતું કે અગડેમ સોમવારે બે દિવસ સુધી સંપર્કમાં ન હોવાના કારણે ગુમ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે છેવટે તેમને માઉન્ટેન વ્યૂમાં તેમની કારમાં નિદ્રાધીન અવસ્થામાં મળી આવ્યા હતા.

આ ઘટનાનો અહેવાલ પોલીસે તેમના પરિવારને આપ્યો હતો. પોલીસે તેમને અટકાયતમાં નથી રાખ્યા. તેઓ સૅન બ્રુનોમાં આવેલ યૂટ્યૂબના હેડક્વાર્ટરથી 25 કિ.મી. દૂર મળી આવ્યા હતા.

તેમના પિતાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેમના પુત્રી કદાચ યૂટ્યૂબના હેડક્વાર્ટરમાં જવા માગતા હતા કારણ કે તેઓ કંપનીને નફરત કરતા હતા.

ગોળીબાર થયા બાદ યૂટ્યૂબે તેમનું અકાઉન્ટ સસ્પેન્ડ એટલે કે ડિલીટ કરી દીધું હતું. તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પણ દૂર કરવામાં આવ્યા છે.

હુમલામાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Google/BBC

અહેવાલોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ મંગળવારે બપોરના સમયે ઑફિસની બહાર પહોંચીને ગોળીબાર કર્યો હતો. સૅન બ્રુનો પોલીસના વડા એડ બાર્બેરીનીએ જણવ્યું કે પોલીસ અધિકારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઘણા લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

સ્થાનિક ટીવી સ્ટેશનો પર પ્રસારિત ફૂટેજના અનુસાર કર્મચારીઓ તેમનો હાથ ઊપર રાખીને ઑફિસ છોડીને ભાગી ગયા હતા.

ઘાયલ થયેલા ત્રણ વ્યક્તિઓને ઝકરબર્ગ સેન ફ્રાન્સિસ્કો જનરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

યૂટ્યૂબ હેડક્વાર્ટરમાં આશરે 1700 લોકો કામ કરે છે. ઘાયલ થયેલા 36 વર્ષના એક યુવકની સ્થિતિ ગંભીર છે. 32 અને 27 વર્ષીય બે મહિલાઓ પણ ગોળીબારમાં ઘાયલ થઈ છે. જેમાં 32 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે અને 27 વર્ષીય મહિલાની સ્થિતિ સ્થિર છે.

અગાઉ સીબીસીએસ ન્યૂઝના અહેવાલ મુજબ ઘાયલ થયેલા યુવક ગોળીબાર કરનાર મહિલાના બોયફ્રેન્ડ હતા. પરંતુ પોલીસે બાદમાં કહ્યું, "આ સમયે કોઈ માહિતી નથી કે શૂટર તેમના પીડિતોને જાણતા હતા અથવા તેમણે વ્યક્તિઓને ખાસકરીને લક્ષ્યમાં રાખ્યા હતા."

યૂટ્યુબના પ્રોડક્ટ મેનેજર ટૉડ શર્મેને ટ્વીટ કરીને આ ઘટના વિશે જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ઘટના વિશે તેમને માહિતી આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો