કૉમનવેલ્થ ડાયરી : 'મીરાબાઈ ચાનૂને જોઈને લાગે નહીં કે તેમનામાં આટલી બધી તાકત છે'

મીરાબાઈ ચાનૂની તસવીર Image copyright Getty Images

મીરાબાઈનું કદ ચાર ફૂટ આઠ ઈંચ છે. વજન 48 કિલો છે. તેમને જોતા લાગે કે વજન માંડ ચાળીસ કિલો હશે.

કરારા સ્ટેડિયમમાં પીઠ પર બેગ સાથે ચાનૂ કોફી પી રહ્યાં હતાં ત્યારે મારી નજર તેમના પર ગઈ.

તેમણે પણ મને તરત જ ઓળખી લીધો. તાજેતરમાં તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મિક્સ્ડ ઝોનમાં તેમની સાથે મારે વાતચીત થઈ હતી.

મેં તેમને વાતચીત માટે સ્ટેડિયમની બહાર જવા માટે કહ્યું કેમકે અમને સ્ટેડિયમની અંદર વાત કરવાની મંજૂરી ન હતી.

Image copyright Getty Images

તેમણે તરત જ સ્વીકાર કરી લીધો. મેં તેમને પૂછ્યું શું તમે ગોલ્ડ મેડલ જીત્યા પછી ઉજવણી કરી?

ચાનૂએ જવાબ આપ્યો કે માત્ર ઘરે ફોન કર્યો અને પરિવારજનો સાથે વાતચીત કરી.

"ખરેખર ઉજવણી ભારતીય ટીમની ઇવેન્ટ પૂરી થયા બાદ થશે. ત્યારે અમે સેલિબ્રેટ કરીશું."

અન્ય લોકોના પરફોર્મન્સ અંગે હજુ તો ઘણું 'ટેન્શન' છે. મેં તેમને કહ્યું કે આવતીકાલે કદાચ અમે કરારા સ્ટેડિયમમાં નહીં આવીએ, કેમકે ભારત-પાકિસ્તાનની હોકી મેચ છે.

તેમણે કહ્યું તમે મિસ કરશો. આજે 77 વર્ગ કિલોગ્રામમાં સતીશ સિવાલિંગમે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ફોટો લાઈન બીબીસીના દેબાશીષ અને રેહાન ફઝલની તસવીર

ચાનૂએ એક રસપ્રદ વાત જણીવે કે તે તેમને ભાવતાં પસંદગીના ચોખા ભારતથી લઈને આવ્યાં છે.

તેમણે કહ્યું કે તેઓ વિદેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ ચોખા લઈ જાય અને તેને બાફીને ખાય છે.

રિયો ઓલિમ્પિકમાં તેઓ આખરી પળોમાં નર્વસ થઈ ગયા હતા અને સારું પ્રદર્શન નહોતાં કરી શક્યાં.

અહીં ગોલ્ડ કોસ્ટમાં તેમને જોઈએ વિશ્વાસ જ નહીં થયો કે તેઓ એ જ ચાનૂ છે.

તેમનામાં ગજબમો આત્મવિશ્વાસ જોવા મળ્યો. તેમના ચહેરા પર દર વખતે સ્મિત અને ભારત માટે બધું જ કરી છુટવાની તેમનું સમર્પણ જોવા મળે છે.

આથી જ તો તેમણે બીજા ક્રમે આવનારી ભારતીય વેઇટલિફ્ટર કરતા 26 કિલો વજન વધું ઊઠાવ્યું.


ખેલાડીઓ કેટલા આસ્તિક હોય છે

Image copyright Getty Images

કરારા સ્ટેડિયમમાં જ્યારે પાકિસ્તાનના અબૂ સૂફિયાન વજન ઊંચકવા આવ્યા ત્યારે તેમણે જોરથી પ્રાર્થના કરી કે 'દાતા આજે ઇજ્જત રાખજો ' વળી વજન ઊઠાવતા પહેલાં તેમણે ફરી એક વાર જોરથી બોલ્યા 'યા અલી'.

પાછળથી તેમના કોચ પણ દુઆ માંગા રહ્યા હતા અને તેનો અવાજ અમારા સુધી આવી રહ્યો હતો.

પણ કદાય ઇશ્વરે તેમનો એ પોકાર સાંભળ્યો નહીં, આથી તેઓ વજન ન ઊંચકી શક્યા.

ભારતનાં સંજીતા ચાનૂએ મંચ પર આવતા જ મંદિરમાં પ્રવેશતી વખતે જેમ કરવામાં આવે છે તે રીતે પહેલા ધરતીને સ્પર્શ કર્યો.

પછી દર્શકો તરફ જોયું અને તેમની સમક્ષ નમીને અભિવાદન કર્યું.


'અર્જુન એવૉર્ડ પુરસ્કાર જીતવાથી કોણ રોકશે?'

તેમણે વજન ઊંચકતા પહેલાં તેના 'બાર' (ડિસ્ક)ને પણ ચુંબન કર્યું. ક્લીન અને જર્કમાં 112 કિલો વજન ઊંચકવામાં તેમને જરા તકલીફ નહીં થઈ.

આમ ભારતના ખાતામાં એક વધુ ગોલ્ડ મેડલ આવી ગયો.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ જ્યારે મેં તેમને મજાકમાં કહ્યું કે તમને હવે અર્જુન એવૉર્ડ પુરસ્કાર જીતવાથી કોણ રોકી શકશે?

સંજીતા ચાનૂએ જોરથી હસતાં હસતાં કહ્યું, "હા તમે સાચું કહી રહ્યા છો. "


દોઢ કિલો વજનનાં અખબાર

ગોલ્ડ કોસ્ટમાં હું બે વસ્તુઓથી ઘણો પરેશાન છું. એક બાબાત એ કે અહીંના અખબાર એટલા બધા ભારે હોય છે કે તેને ઊંચકવામાં તમારા હાથમાં મચકોડ આવી જાય.

એક અખબારમાં સોથી વધુ પાનાં હોય છે જેનું કુલ વજન દોઢ કિલો હોય છે.

મને શંકા છે કે કોઈ આખું અખબાર વાંચી નહીં શકતું હશે. વળી તે મોંઘાં પણ છે.

દરેક અખબાર ચાર ઑસ્ટ્રલિયન ડોલર (લગભગ 200 રૂપિયા)નું છે. બીજી વસ્તુ બસમાં સીટ બેલ્ટ બાંધવો પડે તે એક પરેશાની છે.

એટલા માટે નહીં કે તે મને પસંદ નથી પણ એટલા માટે કે મને તેની આદત નથી.


250 રૂપિયાની પાણીની બોટલ

ભારતમાં કારમાં ડ્રાઇવર અને તેની સાથે આગળની સીટ પર સીટ પર બેલ્ટ બાંધવાનું લોકો હજુ શીખ્યા નથી.

અને અહીં બસમાં સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. ડ્રાઇવર તેની સીટ પર બેઠા બેઠા જ જોઈ શકે છે કે કોણે સીટ બેલ્ટ નથી બાંધ્યો.

બસ ત્યાં સુધી આગળ નથી વધતી જ્યાં સુધી સીટ બેલ્ટ લગાવવામાં ન આવે.

મોંઘવારી એટલી બધી છે કે પાણીની એક 250 એમએલની બોટલ પાંચ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ 250 રૂપિયા)માં મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો