ન્યૂ યૉર્કના ટ્રમ્પ ટાવરમાં 50મા માળે આગ, એકનું મોત, ચાર ઘાયલ

ટ્રમ્પ ટાવરમાંથી નીકળી રહેલાં કાળાં ધૂમાડા Image copyright AFP

ન્યૂ યૉર્કમાં ટ્રમ્પ ટાવરમાંથી આગ લાગી હતી. ન્યૂ યૉર્કના ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તે આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ આગમાં ચાર ફાયર ફાઇટર્સને ઈજાઓ પહોંચી છે. જ્યારે એક રહીશનું મૃત્યુ થયું છે.

આ જ બિલ્ડિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિનું ઘર અને ઑફિસ પણ છે, પરંતુ તેઓ હાલમાં વૉશિંગ્ટનમાં છે.

આ બિલ્ડિંગની આસપાસના રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મલેનિયા ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું છે કે ફર્સ્ટ લેડી અને તેમનાં પુત્ર બૅરન ટ્રમ્પ પણ વૉશિંગ્ટનમાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આ આગ 50મા માળે લાગેલી છે. જેમાં રહેવાસી અને ઑફિસ જગ્યા છે.


ટ્રમ્પની પ્રતિક્રિયા

ટ્વીટ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે ટ્રમ્પ ટાવર 'સારી રીતે બનાવેલી બિલ્ડિંગ' છે.

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘણું સરસ કામ કર્યું છે.

ટ્રમ્પ ટાવરમાં રાષ્ટ્રપતિના બિઝનેસ ગ્રૂપનું મુખ્યાલય આવેલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો