સીરિયા યુદ્ધ : બચાવકર્મીઓનો દાવો, ગેસ હુમલામાં સેંકડો લોકોના મોત

સીરિયાના સરકારી દળો દ્વારા ડુમા શહેર પર ભારે હુમલા કરવામાં આવી રહ્યા છે Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન સીરિયાના સરકારી દળો દ્વારા ડુમા શહેર પર ભારે હુમલા કરવામાં આવી રહ્યા છે

રાહત અને બચાવ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, સીરિયાના ડુમા શહેર પર ઝેરી ગેસના હુમલામાં 70 લોકોના મોત થયા છે.

સ્વયંસેવી બચાવ સંસ્થા વ્હાઇટ હેલ્મેટ્સે કેટલીક ભયાનક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં બૅઝમેન્ટમાં સેંકડો લાશો નજરે પડે છે.

સંગઠનનો દાવો છે કે મરણાંક વધી શકે છે. જોકે, આ અંગે ઔપચારિક પુષ્ટિ થઈ શકી નથી. સીરિયાની સરકારે આ અહેવાલને 'ઉપજાવી કાઢેલા' ઠેરવ્યા હતા.અમેરિકાના કહેવા પ્રમાણે, આ અહેવાલો 'અત્યંત ચિંતાજનક' છે ને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, સાથે જ ઝેરી કેમિકલ હથિયારોના ઉપયોગ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.

બાળવાખોરોનો આરોપ છે કે હેલિકૉપ્ટરમાંથી બેરલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેમાં ઝેરી સારિન ગેસ ભરેલો હતો.

કથિત કેમિકલ અટૅકની લગભગ એક હજાર લોકોને અસર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ડુમા બળવાખોરોના કબ્જામાં રહેલું છેલ્લું સૌથી મોટું શહેર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ