પોતાના દર્દીઓ માટે જ ‘વિક્કી ડોનર’ બની ગયેલા કેનેડાના ડૉક્ટર

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

કેનેડાના એક ફર્ટિલિટી નિષ્ણાત ડૉક્ટર સામે કેટલાક લોકોએ અદાલતમાં દાવો માંડ્યો છે કે તેમણે પોતાના શુક્રાણુનો ઉપયોગ કરીને મહિલાઓને સગર્ભા બનાવી હતી.

ગયા વર્ષે નવેમ્બરમાં ડૉક્ટર નોર્માન બ્રૉવિન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યા અનુસાર, નોર્માન તેમના ભૂતપૂર્વ દર્દીની પુત્રીના પિતા હતા.

વકીલોના જણાવ્યા અનુસાર, હવે બીજા 11 લોકો દાવો કરી રહ્યા છે કે ડૉક્ટર નોર્માન તેમના જૈવિક પિતા છે.

Image copyright CBC
ફોટો લાઈન ડૉક્ટર નોર્માન બ્રૉવિન.

નોર્માન વિરુદ્ધ 50 લોકોનાં એક જૂથે ફરિયાદ કરી છે કે તેમના સંતાનોનું ડીએનએ પસંદ કરેલા શુક્રાણુઓના ડીએનએ કરતાં અલગ છે. ડૉક્ટર સામે આવી ફરિયાદો 1970 સુધી ચાલી રહી હતી.

આ ઘટના ઓટાવા અને ઓન્ટારીઓમાં આવેલ બે ફર્ટિલિટી (વ્યંધ્યત્વ નિવારણ) ક્લિનિકમાંથી જાણવા મળી છે. ડૉક્ટર બ્રૉવિનના વકીલ કેરોન હૅમવેએ નવા આરોપો બાબતે વાત કરવાથી ઇન્કાર કરી દીધો છે.

Image copyright Rebecca Dixon
ફોટો લાઈન દંપત્તિ ડૅનિયલ અને દેવીના ડિક્સન તેમનાં પુત્રી રેબેકા સાથે.

ડીએનએ પરીક્ષણથી જાણવા મળ્યું છે કે 11 લોકો તેમની ક્લિનિકમાં ગયાં હતાં. તેમણે જ્યારે તેમના સંતાનોનું ડીએનએનું પરીક્ષણ કરાવ્યું ત્યારે તેમને જાણ થઈ કે ગર્ભ ધારણ કરાવતી વખતે ડૉક્ટરે પોતાના શુક્રાણુ અથવા અન્ય વ્યક્તિના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો.

બીજી ઘટનામાં 16 અન્ય લોકોએ ફરિયાદ કરી છે કે જ્યારે તેમણે ડીએનએનું પરીક્ષણ કરાવ્યું હતું, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેમના બાળકના જૈવિક પિતા કોઈ અન્ય વ્યક્તિ છે. વકીલો કહે છે કે તેમના જૈવિક પિતાની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત વિગતો નથી.

તમને આ પણ વાંચવું ગમશે

તદુપરાંત 35 અન્ય લોકોએ ફરિયાદ કરી છે કે તેમણે પસંદ કરેલા શુક્રાણુ તેમના બાળકના ડીએનએ સાથે મેળ ખાતા નથી.

નવેમ્બર મહિનામાં આ ઘટનાની જાણ ત્યારે થઈ હતી જ્યારે દંપતી ડૅનિયલ અને ડેવીના ડિક્સને તેમનાં પુત્રી રેબેકા સાથે ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. આ પરિવારે જ્યારે રેબેકાનું ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું, ત્યારે તેમને જાણ થઈ કે રેબેકાના જૈવિક પિતા બીજું કોઈ નહીં પણ ખુદ ડૉક્ટર નોર્માન હતા.

તેમણે વર્ષ 1989માં ડૉક્ટર નોર્માનનો સંપર્ક કર્યો હતો અને એક વર્ષ બાદ, રેબેકાનો જન્મ થયો હતો. રેબેકાની કથ્થઈ રંગની આંખો જોઈને ડેવીનાને તેના પિતા વિશે શંકા થઈ હતી કારણ કે તેમના પિતા ડિક્સનની આંખો વાદળી રંગની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો