સુપરફાસ્ટ 5G મોબાઇલ નેટવર્ક આવી રહ્યું છે! પણ તે 4G કરતાં કેવી રીતે અલગ છે?

5જી Image copyright Getty Images

મોબાઇલ ફોન માટે નેક્સ્ટ જનરેશનના નેટવર્ક માટે હાલમાં જ ફ્રિકવન્સીની હરાજી થઈ તેમાં 1.36 અબજ પાઉન્ડની રકમ મળી હતી એમ નિયંત્રણ સંસ્થા ઓફકૉમે જણાવ્યું હતું.

વૉડાફોન, ઈઈ, થ્રી અને O2 એમ ચારેય ટેલિકોમ કંપનીઓએ નેક્સ્ટ જનરેશન 5G ઇન્ટરનેટ સર્વિસ માટે જરૂરી બેન્ડવીથ ખરીદી. જોકે આ સેવા 2020ના વર્ષ પહેલાં શરૂ થાય તેવી શક્યતા નથી.

વર્તમાન સિસ્ટમ કરતા 5Gમાં ઇન્ટરનેટની સ્પીડ વધારે હશે તેવી અપેક્ષા છે. આ હરાજી યૂકેમાં કરવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઓફકૉમ કહે છે તે પ્રમાણે ખાસ કરીને મોબાઇલ ફોનમાં 5Gને કારણે ઓનલાઇન થવું વધારે 'ઝડપી અને સરળ' બનશે.

O2 બ્રાન્ડની માલિકી ધરાવતી કંપની ટેલિફૉનિકાએ પોતાના વર્તમાન 4G કવરેજ માટે પણ વધારાની ફ્રિકવન્સી ખરીદી છે, જેથી ગ્રાહકોને વધારે સારી કનેક્ટિવિટી આપી શકાય.


5G એટલું શું?

Image copyright Getty Images

વાયરલેસ નેટ માટેની આ સિસ્ટમ છે, જે મોબાઇલ પર ડેટાની સ્પીડ ખૂબ વધારી દેશે.

ડ્રાઇવર વિનાની કાર વિકસાવાઇ રહી છે, તે ટ્રાફિક લાઇટ્સ સાથે વધારે સારી રીતે સંપર્ક કરી શકે તે પણ 5Gને કારણે શક્ય બનશે.

અન્ય વાહનોને પણ તે ઉપયોગી થશે અને તેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો નિવારી શકાશે.

ઓફકૉમે બે સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરી હતીઃ 3.4GHz અને 2.3GHz. આમાંનું પ્રથમ બેન્ડ 5G સર્વિસ માટે છે, જ્યારે બીજું બેન્ડ હાલમાં 4G માટે વપરાઇ રહ્યું છે.

તેનાથી 4G સર્વિસ વધારે સારી રીતે આપી શકાશે. ટેલિકોમ કન્સલ્ટન્સી નોર્થસ્ટ્રીમના બેન્ગ નોરસ્ટ્રોમનું કહેવું છે કે 5G સર્વિસ માટે 3.4GHz સ્પેક્ટ્રમ 'ખૂબ જ મહત્ત્વનું' છે.

આ સ્પેક્ટ્રમના કારણે ટેલિકોમ કંપનીઓ નવા બેઝ સ્ટેશન બનાવવા સિવાય વર્તમાન નેટવર્ક્સમાં વધારાની ક્ષમતા ઉમેરી શકશે.

વૉડાફોન, ઈઈ, થ્રી અને O2, ચારેય કંપનીઓએ 3.4GHz સ્પેક્ટ્રમ લીધા છે. O2 કંપનીએ 2.4GHz સ્પેક્ટ્રમ પણ ખરીદ્યું છે, જેથી પોતાની વર્તમાન 4G સર્વિસનો વ્યાપ વધારી શકે.

ડિજિટલ વિભાગના પ્રધાન માર્ગોટ જેમ્સે કહ્યું કે સ્પેક્ટ્રમને કારણે 4G સર્વિસમાં સુધારો થશે, અને સાથે સાથે "5Gની ક્રાંતિમાં યુકેને આગળ રહેવામાં મદદ પણ મળશે".


ક્યારથી આ સેવા મળશે?

Image copyright Getty Images

જોકે 5G સેવા 2020ના વર્ષ પહેલાં ગ્રાહકોને મળતી થાય તેવી શક્યતા નથી. પહેલાં તો બ્રિસ્ટોલ અને બાથ જેવા પર્યટન સ્થળોએ તેનું ખાસ્સું પરીક્ષણ થશે.

એસેમ્બલી નામની રિસર્ચ ફર્મના સ્થાપક અને એનેલિસ્ટ મેથ્યૂ હૉવેટ પણ માને છે કે મોટા ભાગના ગ્રાહકોને નજીકના ભવિષ્યમાં 5G સેવા મળે તેમ લાગતું નથી.

"લોકો ઉતાવળ કરવા લાગ્યા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં હજુ તે બાબતે એકમત નથી કે 4G કરતાં તે કેટલી જુદી હશે".

તેઓ ઉમેરે છે, "વધારે ઝડપી અને આધારભૂત કનેક્શન" મળશે તે વાત સાચી, પરંતુ અત્યારે તો તેઓ આપણી પાસે જે છે તે સ્પેક્ટ્રમ જ ખરીદી રહ્યા છે, કેમ કે તે મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે"


હવે પછી શું?

Image copyright Getty Images

2019ના બીજા ભાગમાં ઓફકૉમ દ્વારા 700MHz બેન્ડમાં પણ સ્પેક્ટ્રમની હરાજી થવાની છે. જોકે તેમાં એ શરત રખાઈ છે કે પ્રથમ 4G કવરેજ વધારો.

ઓફકૉમે જણાવ્યું, "સમગ્ર યુકેમાં મોબાઇલનું કવરેજ વ્યાપક બને તે માટે અમે દરખાસ્ત કરી રહ્યા છીએ કે 700 MHz બેન્ડની લીલામી થાય ત્યારે તેની સાથે કવરેજ વધારવા માટેની શરત ટેલિકોમ કંપનીએ પાળવી પડશે"

"આ શરત અનુસાર સ્પેક્ટ્રમની બીડ જીતે તે કંપનીએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ મોબાઇલ કવરેજને વધારે સારું કરવાનું રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ