પોર્ન સ્ટાર અંગે FBIએ તપાસ કરી તો ટ્રમ્પ કેમ ગુસ્સે થયા?

ડોનાલ્ડ ટ્રમ્પ Image copyright NICHOLAS KAMM/Getty Images

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈ દ્વારા તેમના અંગત વકીલની કચેરી પર કરાયેલી તપાસને 'શરમજનક' અને 'દેશ પર હુમલો કરનારી' ગણાવી છે.

તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે 'આ મુદ્દે સતત હું નિશાન બની રહ્યો છું.'

વકીલ માઇકલ કોહેને છાપેમારી બાદ કહ્યું હતું "ન્યૂયૉર્કના અધિકારીઓએ તેમના અને ક્લાયન્ટ્સ વચ્ચેના 'વિશેષ સંદેશાવ્યવહાર' જપ્ત કર્યા છે."

યૂએસ મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પોર્ન અભિનેત્રીને ચુકવણી કરાયા સંબંધી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પે આ તપાસની ટીકા કરી હતી. તેમણે તપાસ અધિકારી મિસ્ટર મ્યુલરની ટીમને 'સૌથી પક્ષપાતી ટીમ' ગણાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?


શું હતો મુદ્દો?

Image copyright Getty Images

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનો દાવો છે કે ટ્રમ્પે તેમની સાથે કથિત રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જે બાદ આ મામલે ચૂપ રહેવા માટે તેમને નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.

જ્યારથી કોહોને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016 ના રાષ્ટ્રપ્રમુખની ચુંટણીના થોડા દિવસો પહેલાં 130,000 ડોલર એટલે આશરે 84 લાખ રૂપિયા ચુકવ્યા હોવાનું સ્વીકાર્યું છે, ત્યારથી તેઓ જાહેર તપાસ હેઠળ આવ્યા છે.

ડેનિયલ્સનો દાવો છે કે તેમની પત્ની મલેનિયાએ તેમના પુત્રને જન્મ આપ્યો પછી તેમની સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો અને પછી શાંત રહેવા માટે તેમને ચૂકવણી કરવામાં આવી હતી.

ટ્રમ્પે આ આરોપોને 'ઉગ્ર રીતે' નકાર્યા હતા. જોકો વકીલે ડેનિયલ્સને ચૂકવણી થઈ હોવાનું સ્વીકાર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ