Commonwealth Games 2018: 'સમયથી પહેલાં ઉજવણી કરી એટલે ગોલ્ડ મેડલ હાથમાંથી ગયો'

સાઇના નેહવાલ અને સાથી ખેલાડી Image copyright TWITTER\SAINA NEHWAL

એવું ભાગ્યે જ થાય કે જ્યારે રમત દરમિયાન સમગ્ર ભારતીય ટીમ પોતાના સાથીનું મનોબળ વધારવા માટે 'જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા'ના નારા લગાવતી હોય.

જેવું સાઇના નેહવાલે મલેશિયન ખેલાડી ચિયા સોનિયા સામે સ્મૅશ કર્યું કે તરત જ સમગ્ર ભારતીય ટીમ ધ્વજ સાથે કોર્ટમાં ઘૂસી ગઈ અને સાઇના નેહવાલને વચ્ચે રાખી નાચવા લાગી.

મિકસડ ડબલ્સ ભારતની નબળી કડી હતી. ભારતે મલેશિયાની જોડી વિરુદ્ધ સાત્વિક રેડ્ડી અને અનુભવી અશ્વની પોનપ્પાને ઉતાર્યા. સાત્વિકે મલેશિયન ખેલાડીઓના બોડી પર સ્મૅશ વરસાવી દીધા.

સાત્વિકના સ્મૅશ હંમેશા વિરોધીના શરીર પર પડે છે. એકવાર તેમનો સ્મૅશ ગોહ લિયુ યિંગના મોં પર વાગ્યો. 'પોઇન્ટ' પર ખુશ થવાની જગ્યાએ તેમણે ગોહની માફી માગી.


અમ્પાયરે આપવી પડી ચેતવણી

Image copyright TWITTER\SAINA NEHWAL

સમગ્ર મેચમાં પોનપ્પા સાત્વિકને સલાહ આપતાં રહ્યા. પોનપ્પા સાત્વિકને એક-એક અંક પર વ્યૂહરચના સમજાવી રહ્યાં હતાં. એ પણ મોં પર હાથ રાખીને જેથી તેમની વાત કોઈ સાંભળે નહીં.

પોનપ્પાને કદાચ અનુભૂતિ નહીં થઈ હોય કે મોં પર હાથ ન લગાવ્યો હોત તો પણ મલેશિયન ખેલાડીઓને સમજમાં ન આવત કે તેઓ શું કહે છે.

જ્યારે આ બન્નેની વાતો વધી ગઈ ત્યારે અમ્પાયર્સને ચેતવણી આપવી પડી હતી કે રમતમાં પણ ધ્યાન આપો. ભારતે ત્રણ સેટમાં મેચ જીતી હતી.

બીજી મેચમાં કિદમ્બિ શ્રીકાંતે કોઈ સમયે વિશ્વના નંબર વન અને અત્યારે છઠ્ઠા ક્રમાંકિત લિ ચોંગ વીને સીધા સેટમાં હરાવ્યા.

મેચ બાદ શ્રીકાંતે મને કહ્યું કે સ્કોર પર ન જાઓ. આ મેચ આસાન નહોતી. મેં મારી બધી જ ક્ષમતા લગાવી ચૉંગ ઉપર વિજય મેળવ્યો.

ડબલ્સ ગુમાવ્યા બાદ ચોથી મેચમાં સાઇના ભારત તરફથી ઉતર્યા. પ્રથમ સેટમાં 11-11થી બરાબરી બાદ સાઇનાએ સતત 10 પોઇન્ટ જીત્યાં અને પ્રથમ સેટ સરળતાથી જીતી લીધો. પરંતુ બીજા સેટમાં મલેશિયન ખેલાડી સોનિયાને આંગળીમાં ઇજા થઈ હતી અને સાઇનાનું ધ્યાનભંગ થયું.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્રીજી ગેમમાં સોનિયા એક વખતે 7-5થી આગળ હતાં, પરંતુ તે પછી સાઇનાએ કહ્યું બહું થયું. ત્રીજી મેચ તેમણે 21-9થી જીતી.

સોનિયાએ ઊંચી 'સર્વ' કરી સાઇનાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો. સાઇના હેરાન પણ થયાં પરંતુ અંતે તેમણે બાજી સંભાળી લીધી.

સાઇના 'ફલૅશી' ખેલાડી નથી કે ન તો હંમેશા 'સ્મૅશ' લગાવે છે. રમતમાં 'શટલ' રાખવાનો અને અન્ય ખેલાડીને ભૂલ કરવા દબાણમાં લાવવાના તેમના પ્રયાસો રહે છે. તેઓ શટલ ફ્લાઇટના ખૂબ સારા જજ પણ છે.

કેટલીયવાર એવું થયું રે સોનિયાએ સાઇનાના શૉટ્સને અડ્યા વગરના છોડી દીધા. સ્ટેડિયમમાં એટલા ભારતીયો મેચ જોઈ રહ્યા હતા કે એવું લાગતું હતું કે મેચ હૈદરાબાદમાં થઈ રહી છે.

રસપ્રદ બાબત એ જોવામાં આવી કે દરેક ભારતીય ખેલાડી શૉટ લીધા પછી કોચ ગોપીચંદ તરફ જોતા હતા, જાણે કે તેમને પૂછતા હોય કે આ શૉટ કેવો રહ્યો. તો ખરાબ શોટ્સ પછી પણ તેઓ જોતા હતા.

આ સમગ્ર ઓપરેશનમાં સિંધુને આરામ આપવામાં આવ્યો હતો. સાઇનાએ તેમની જગ્યાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મેચ બાદ કોચ ગોપીચંદે જણાવ્યું હતું કે સિંધુ સિંગલ્સ રમશે. સિંગલ્સ ફાઇનલમાં સિંધુ અને સાઇના વચ્ચે મેચની શક્યતા છે.


સમય પહેલા ઉજવણી

Image copyright JOYDEEP KARMAKAR SHOOTING ACADEMY

10 મીટર મહિલા એર રાઇફલ શૂટિંગમાં 23મા શૉટ સુધી મેહુલી ઘોષ સિંગાપોરના શૂટર માર્ટીના વેલોસોથી થોડા પાછળ ચાલી રહ્યા હતા. છેલ્લા શૉટમાં તેમણે 10.9નું નિશાન લગાવ્યું, જે શૂટિંગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તેઓ એમ સમજ્યા કે બાજી હવે હાથમાં છે અને તેમણે ગોલ્ડ મેડલ જીત્યા હોય તેમ હાથ ઉઠાવી લીધાં. બાદમાં ખબર પડી કે તેમણે સિંગાપોરના શૂટરની બરાબરી કરી છે.

બન્નેનો ફરી શૂટ આઉટ થયો. પરંતુ ત્યાં સુધી તેમનું ધ્યાનભંગ થઈ ચૂક્યું હતું. છેલ્લા શૉટમાં મેહુલી માર ખાઈ ગયાં. તેમણે 9.9નું નિશાન લગાવ્યું અને ગોલ્ડ મેડલ તેમના હાથમાંથી સરકી ગયો.

મેહુલીએ પાછળથી સ્વીકાર્યું હતું કે તેમણે એવું કરવું જોઈતું નહોતું. પરંતુ મેહુલી માત્ર 17 વર્ષના છે. મહત્વપૂર્ણ સમય પર ધ્યાન કેન્દ્રિત કરવાની કળા માત્ર અનુભવથી આવશે.


જીતુ રાયે હારેલી બાજી પલટી

Image copyright Getty Images

પુરુષોની 10 મીટર એર પિસ્તોલના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતના જીતુ રાય ચોથા હતા. પ્રથમ સ્થાને બીજા ભારતીય ખેલાડી ઓમ પ્રકાશ મિથરવાલ હતા.

જીતુએ પાછળથી કહ્યું હતું કે પહેલાં તેમના નબળા દેખાવનું કારણ પરસેવો અને તેમની ટ્રિગર્સ હતી.

પછી તેમણે તેમના કોચની સલાહ લીધી અને અનુભવ કામ લાગ્યો. જેવા જીતુ જીત્યા કે તરત જ સ્ટેડિયમમાં બેઠેલા જસપાલ રાણાને દોડીને ભેટી પડ્યા.

જીતુ નેપાળમાં જન્મ્યા હતા અને તે સમયે તેઓ હાલ ગુરખા રાઇફલમાં નાયબ સૂબેદારના પદ પર કામ કરી રહ્યા છે.

તો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આગળ રહેનાર અને કૉમનવેલ્થનો રેકોર્ડ તોડનાર મિથરવાલને કાંસ્ય ચંદ્રકથી જ સંતોષ માનવો પડ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ