કૉમનવેલ્થ ડાયરી : નમન તંવરના તેવર અને અકડ

ફોટો Image copyright AFP/GETTY IMAGES

ગોલ્ડ કોસ્ટની કથા ભારતીય બૉક્સિંગની કથા છે. અત્યારસુધીમાં પાંચ ભારતીય બૉક્સર સેમિફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે એટલે કે તેમનો બ્રૉન્ઝ મેડલ નક્કી થઈ ચૂક્યો છે.

આ ઉપલબ્ધિ એ સમયે હાંસલ થઈ જ્યારે રમત શરૂ થતાં પહેલા બૉક્સર ઇંજેક્શન વિવાદના કારણે ચર્ચામાં આવ્યા હતા અને તે બધાંના બે-બે વખત ડોપ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.

ભિવાનીના નમન તંવરનું નામ હજુ સુધી ભારતીય બૉક્સિંગ પ્રેમીઓએ વધારે સાંભળ્યું નથી.

પરંતુ હવે ઓક્સફોર્ડ સ્ટૂડિયોની રિંગમાં નમન, સમોઆના બૉક્સર ફ્રેંક મૈસો સામે ઊતર્યા ત્યારે તેમનો તેવર અને અકડ જોતા જ જણાતી હતી.

તેઓ દોરડાની વચ્ચેથી રિંગમાં ના ઊતર્યાં, પરંતુ તેઓએ છલાંગ મારી રિંગમાં પ્રવેશ કર્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

સમોઆઈ બૉક્સર સામે મેદાનમાં ઊતર્યા બાદ તેના પર મુક્કાનો વરસાદ કર્યો, તે જોવાલાયક હતો.

નમન માત્ર 19 વર્ષીય છે અને આશરે સાડા છ ફૂટ લાંબા છે. તેમના પંચ એટલા શક્તિશાળી હતા કે સમોઆના બૉક્સરની આંખની ઉપર એક કટ લાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું.

Image copyright AFP/GETTY IMAGES

નમન 'ઓપન ચેલેન્જ સ્ટાઇલ'માં બૉક્સિંગ કરે છે અને તેમના વિરોધીને ખબર પડી જાય છે કે તેઓ રક્ષણને ભેદી શકે છે.

પરંતુ અહીં જ તેઓ ભૂલ કરે છે. તેના બદલામાં તેમણે જે પ્રકારના મૂવ્સનો સામનો કરવો પડે છે જેમની તેમને કલ્પના પણ ન હોય.

નમને પોતાનાથી પ્રખ્યાત સુમિત સાંગવાનને પરાજય આપી ભારત તરફથી કૉમનવેલ્થ ગેમ્સમાં જગ્યા બનાવી છે.

પરંતુ તેમની બોક્સિંગ કળાથી વધારે મજબૂત તેમનો આત્મવિશ્વાસ છે. તેમનું ફૂટ વર્ક ગજબનું છે, જેના કારણે કેટલીક વખતે વિરોધીઓના મુક્કા તેમના સુધી પહોંચી શકતા નથી.

તેમનામાં આકરા મુક્કા સહન કરવાની શક્તિ પણ છે.

બેઇજિંગ ઓલિમ્પિકનાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારા અખિલ કુમાર તેમના આદર્શ છે. નરી આંખે દેખાઈ આવે છે કે તેમના સ્વીડિશ કોચ સેંટિયાગો નિએવાએ તેમના પર ખૂબ જ મહેનત કરી છે.


મોહમ્મદ અન્નાસનો કારનામો

Image copyright AFP/GETTY IMAGES

શરૂઆતમાં મોહમ્મદ અનાસને ભારતીય એથ્લેટિક્સની ટીમમાં સામેલ પણ નહોતા કરવામાં આવ્યા, પરંતુ તેમણે તક મળતા જ 400 મીટર દોડની ફાઇનલમાં પહોંચવાની સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો.

અનાસને આ દોડમાં ચોથું સ્થાન મળ્યું. તે મિલ્ખા સિંઘ બાદ પહેલા ભારતીય એથ્લેટ બન્યા જેમણે કૉમનવેલ્થ રમતોની 400 મીટર દોડની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

1958ની કાર્ડિફ રમતોમાં મિલ્ખા સિંઘ ફાઇનલમાં પહોંચવાની સાથે ગોલ્ડ પણ ભારતમાં માટે જીતી લાવ્યા હતા.

અનાસે આ દોડમાં 45.31 સેકન્ડના સમય સાથે રેસ પૂર્ણ કરી. જ્યારે રમત પૂર્ણ થઈ ત્યારે અનાસ ટ્રેક પર જ પડી ગયા.

Image copyright AFP/GETTY IMAGES

તેમણે થાકેલા અવાજમાં કહ્યું કે તેઓ પોતાના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. તેમણે આ દોડ માત્ર અનુભવ માટે દોડી હતી.

હું જાકાર્તા એશિયન રમતો સુધીમાં મારું 'પીક ફોર્મ' મેળવી લઈશ ત્યારે તમે મારી પાસેથી આશા રાખી શકશો.

મજાની વાત છે કે અનાસને મિલ્ખાની એ ઉપલબ્ધિ વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે માની લીધું કે ભીના ટ્રેકના કારણે તેમના પગમાં 'ક્રેમ્પ્સ' પડ્યા અને છેલ્લા 50 મીટરમાં તેઓ ધીમા પડ્યા હતા.

જો ટ્રેક ભીનો ન હોત તો પોતાની ઝડપમાં તેઓ સુધાર લાવી શકે તેમ હતા. વરસાદને કારણે તેમના શરીર પર પણ અસર થઈ હતી.


500 ડોલરનો દંડ ખુલ્લામાં પેશાબ કરવા માટે

ભારતમાં તમને અનેક લોકો ખુલ્લામાં પેશાબ કરતા જોવા મળશે, ઓસ્ટ્રેલિયામાં આ અંગેના ખૂબ જ સખત કાયદા છે. જો તમે આવું કરતા પકડાવ તો તમને 500 ડૉલરનો દંડ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો