હેન્રી અને બેલૂઃ કૂતરા બિલાડાનું ટ્રાવેલ છવાયું છે સોશિયલ મીડિયામાં

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

હેન્રી અને બેલૂ પાકા દોસ્ત છે અને તેમના વચ્ચે સમાનતા પણ ઘણી છે. બન્નેને બચાવીને લવાયા હતા અને હવે તેઓ સાથે ને સાથે ફરતા રહે છે.

તેમની દોસ્તી વિશિષ્ટ બની ગઈ છે, કેમ કે આ કૂતરા અને બિલાડાના સહપ્રવાસના અનેક ચાહકો થઈ ગયા છે.

માનવામાં ન આવે એવી તેમની દોસ્તી અને કોલોરાડોની સુંદર પહાડીઓમાં તેમની રખડપટ્ટી એ બન્ને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

લાખો લોકો તેમના ફેન બન્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના ભ્રમણની તસવીરોને માણી રહ્યા છે.

તેમને પાળનારા સિન્થિયા બેનેટ અને એન્ડ્રી સિબિસ્કી માટે તેમની લોકપ્રિયતા અચંબિત કરનારી છે.

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

સિન્થિયા અને એન્ડ્રીની મુલાકાત બોસ્ટનમાં થઈ હતી, પણ તેઓ મૂળ ન્યૂ હેમ્પશાયર અને ટેક્સાસના રહેવાસી એટલે પહેલેથી જ પ્રકૃત્તિના ચાહકો છે.

બન્નેનું નસીબ જાણે તેમને શહેરી જીવનથી દૂર લઈ જવાનું હતું.

બીબીસી સાથે વાત કરતા સિન્થિયા જણાવે છે, "અમે પશ્ચિમ તરફ વધુ ઊંચી પર્વતમાળા વચ્ચે રહેવા માગતા હતા. એ રીતે કોલોરાડો આવીને વસી ગયા. બસ એમ જ, કોઈ આયોજનો કે એવું કંઈ કર્યું નહોતું."

તમે આ વાંચ્યું કે નહીં?

દંપતી નિયમિત પર્વતારોહણ કરતા અને એકવાર સેટલ થયા પછી બન્નેએ નક્કી કર્યું કે એક શ્વાન પણ પાળીએ.

તેમની વચ્ચે ઊંચો અને પાતળો જર્મન શેફર્ડ હેન્રી, હસ્કી, બૉક્સર, સ્ટેફોર્ડશાયર ટેરિયર એવા ઘણા બધા શ્વાનમાંથી પસંદ કરવાની વાત થઈ.

હેન્રી અને બેલૂ સાથે સિંથિયા અને એન્ડ્રી Image copyright CYNTHIA BENNETT

હસતાં હસતાં સિન્થિયા કહે છે, "બીજા બધા પપ્પી જેટલી જ તેની ઉંમર હતી, પણ બીજા કરતાં બમણો મોટો લાગતો હતો. અમે તેને જોવા અંદર ગયા ત્યાં તો તે મારા ખોળામાં જ આવી ગયો અને ઊંધો પડીને લાડ કરવા લાગ્યો."

"એન્ડ્રીને પણ તે તરત ગમી ગયો હતો. તે રીતે ખરેખર તેણે અમને પસંદ કર્યા હતા."

હેન્રી એક શેરીમાં જ જન્મ્યો હતો. ત્યાંથી તેને પ્રાણીઓ માટેના અહીંના શેલ્ટરમાં રાખવામાં આવ્યો હતો. તે બહુ જોરાવર હતો અને તેને હાઇકિંગ અને લાંબુ ચાલવાનું પહેલેથી જ ગમવા લાગ્યું હતું.

એક વર્ષ પછી સિન્થિયાને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હેન્રીની ઢગલાબંધ તસવીરો શૅર કરતાં હતાં. તેમને વિચાર આવ્યો કે હેન્રીનું જ એકાઉન્ટ બનાવી દઈએ તો મજા પડશે.

હેન્રીના અકાઉન્ટમાં 30 હજાર ફોલોઅર્સ મેળવતા ત્રણ વર્ષ લાગ્યા હતા. પરંતુ તે પછી બેલૂ તેમની સાથે જોડાયો અને ફોલોઅર્સની સંખ્યા અનહદ વધી ગઈ.

હેન્રી Image copyright CYNTHIA BENNETT

સિન્થિયા જણાવે છે, "અમે ઘરે ના હોઈએ ત્યારે હેન્રી એકલા પડી ગયાની લાગણીથી અકળાતો હતો. તેને એટલો બધો સ્ટ્રેસ થતો કે તે કંઈ ખાતો પીતો પણ ન હતો. તેથી અમને લાગ્યું કે તેનો એક દોસ્ત હોવો જોઈએ."

"હું મારા પાળતું પ્રાણીઓને મારી સાથે બધે લઈ જવાનું પસંદ કરું છું. જોકે, મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું કે બીજા લોકો બિલાડીને લઈને પર્વતારોહણ કરે છે. કેટને તેમાં મજા આવતી હોય તેમ લાગતું હતું."

દંપતીએ બંને વચ્ચે દોસ્તી થાય તેવા બિલાડાને પસંદ કરવા માટે મહિનાઓ સુધી તપાસ કરી હતી. સિન્થિયા હસતાં હસતાં કહે છે, "બિલાડીને શ્વાન સાથે રહેવાની ફરજ તો ના પડાય."


અજબ ગજબ મિત્રતા

હેન્રીની જેમ બેલૂને પણ શેરીમાંથી બચાવીને શેલ્ટરમાં લવાયો હતો. તેની માતાના માલિકે તેની ખસી કરાવી નહોતી એટલે બેલૂ સહિત આઠ બચ્ચાં તેને થયાં હતાં.

આટલાં બધાં બચ્ચાં થયા એટલે માલિકે તેને રઝળતાં મૂકી દીધાં હતાં.

"હેન્રી સાથે મુલાકાત થઈ કે તરત જ બન્નેની દોસ્તી જામી ગઈ. બેલૂ જાણે તેનો ઘેલો થઈ ગયો હોય તેમ લાગે છે. તેને શાંત પાડવો હોય તો હું તેને હેન્રીની બાજુમાં મૂકી દઉં. તે તરત જ ઊંઘી જશે."

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

સિન્થિયા કહે છે, "મને ખરેખર લાગે છે બેલૂ હેન્રીને પોતાની માતા સમજી રહ્યો છે."

"શરૂઆતમાં થોડા મહિના તે તેને વળગીને જ પડ્યો રહેતો."

પોતે પણ ડોગ છે એવું બેલૂ માનતો હોવાનું સિન્થિયાને લાગે છે.

"ફરવા ગયા હોઈએ ત્યારે કોઈ ડોગ દેખાય તો તેના તરફ ખેંચાશે, પણ કોઈ બિલાડી દેખાય તો તેની સામે પણ નહીં જુએ. તે ખૂબ નવાઈ લાગે તેવી વાત છે."

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

આ ડોગ અને કેટની જોડીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. સિન્થિયાના કુટુંબને પણ તેમની આટલી લોકપ્રિયતાથી અચરજ થાય છે.

"મારા દાદા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. મેં તેમને આ વાત કરી તો તેમને પણ નવાઈ લાગી. મારા દાદા પણ બહાર ફરવાના શોખીન અને કુદરતના પ્રેમી છે. તેમને પણ લાગે છે કે આ કલ્પનાતીત છે."

એન્ડ્રી અકાઉન્ટ વિભાગમાં કામ કરે છે. જોકે, ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા વધી તે પછી સિન્થિયાએ બહાર કામ કરવાનું છોડી દીધું છે.

તેના બદલે હવે તેઓ ઇવેન્ટ માર્કેટિંગમાં, પોતાના એકાઉન્ટને સતત અપડેટ કરવામાં અને ફોટોગ્રાફીના પોતાના શોખને પૂરો કરવામાં જ વ્યસ્ત રહે છે.

આ કૂતરા-બિલાડાની જોડીની લોકપ્રિયતાને કારણે તેમને જાહેરખબરો પણ મળી છે.

સિન્થિયા કહે છે, "એક આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું જોખમી છે અને તેમાં સ્થિરતા નથી હોતી. પણ હું મારા ફોલોઅર્સનો આભાર માનતી હોઉં છું કે તમે મારા જીવનને બદલી નાખ્યું છે અને હું જે કરવા માગું છું તે કરી શકું છું."

"હેન્રી અને બેલૂનું જીવન બહેતર બને તે માટે પણ પ્રયત્ન મારે કરવાનો છે. હવે મને વધારે સમય મળે છે અને તેમની સાથે હું પ્રવાસે નીકળી જઉં છું."

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

જોકે, બધું પોઝિટિવ છે એવું પણ નથી. લોકપ્રિયતાને કારણે કેટલીક મુશ્કેલીઓ પણ આવી છે. આ દંપતી ભટકતું જીવન જીવે છે તેના કારણે કેટલાક મોંઢું પણ ચડાવે છે.

જોકે સિન્થિયા કહે છે કે ટીકા કરનારા કરતાં સમર્થન આપનારા વધારે છે.

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

સોશિયલ મીડિયાના કારણે તેમના પોતાના જેવા બીજા લોકો સાથે સંપર્કમાં આવવાનું બન્યું છે. ભટકતું જીવન જીવનારા બીજા લોકોએ પણ આવી જ ટીકાનો સામનો કરવો પડતો હોય છે તેવું તેમને સમજાયું છે.

હેન્રી અને બેલૂ Image copyright CYNTHIA BENNETT

"તમારે તેની અવગણના કરવી. હેન્રી અને બેલૂની તસવીરો જોઈને અમારો દિવસ સુધરી ગયો એવી બીજી હજારો કમેન્ટ્સ હોય છે તે વાંચીને ખુશી મેળવવાની."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો