વેટિકન : 50 દેશોના 250 પાદરીઓ શીખશે તાંત્રિકવિદ્યા

ક્રોસની તસવીર Image copyright iStock

વિશ્વભરના કૅથલિક સમુદાની માગણીને પગલે વેટિકને તાંત્રિકવિદ્યા માટેના એક વર્ષના કોર્સ માટે પોતાના દ્વાર ખોલી દીધા છે.

લગભગ 50 દેશોના 250 પાદરીઓ આ કોર્સ શિખવા માટે રોમ જવાની તૈયારીમાં છે.

આ કોર્સમાં તેમને શેતાની તાકતોને ઓળખવી, સાથે સાથે પાદરીઓના અનુભવોને સાંભળવો અને પ્રેતાત્માઓથી છૂટકારો મેળવવા માટેના તોટકા શિખવાડવામાં આવશે.

Image copyright Getty Images

એક્સૉસિઝમ એટલે કે તાંત્રિકવિદ્યા ફિલ્મો અને સામાન્ય જીવનમા તેના ચિત્રણને કારણે તે ઘણો જ વિવાદાસ્પદ રહ્યો છે.

આ સિવાય તેમને કેટલાંક ધાર્મિક સંપ્રદાયોમાં તેના દુરપયોગના અહેવાલ પણ નોંધાયા હતા.

સપ્તાહ દરમિયાન ચાલતા આ કોર્સનું નામ 'એન્ટાઇટલ્ડ એક્સૉસિઝમ એન્ડ ધ પ્રેયર ઑફ લિબરેશન' છે.

આ કોર્સ વર્ષ 2005માં શરૂ થયો હતો અને તેની ફી 24000 રૂપિયા છે.

કોર્સમાં તાંત્રિતવિદ્યાના ધાર્મિક, મનોવૈજ્ઞાનિક અને માનવશાસ્ત્ર પરિબળ પર ભાર મૂકવામાં આવે છે.

Image copyright AFP

કેટલાંક દેશોના કૅથલિક પાદરીઓનું કહેવું છે કે તેમની પાસે ભૂતપ્રેતના વશમાં હોવાની ફરિયાદ કરતા લોકોની સંખ્યા વધી રહી છે.

એક અનુમાન અનુસાર, ઇટલીમાં દર વર્ષે પાંચ લાખ જેટલા લોકો જાદુટોણાંની મદદ લેતા હોય છે.

એક ખ્રિસ્તી થિંક ટેન્ક થિયોસે વર્ષ 2017માં કહ્યું હતું કે બ્રિટનમાં પણ આનું ચલણ વધી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગેરી થોમસ એક એમેરિકા પાદરી છે. છેલ્લા 12 વર્ષથી જાદુટોણાં કરીને લોકોની મદદ કરી હોવાનો તેમનો દાવો છે.

તેમનું કહેવું છે કે ઈસાઈ ધર્મમાં આવી રહેલા પતનના કારણે અંધવિશ્વાસ અને કુરિવાજો વધી રહ્યા છે.

બેનિલો પાલિલા નામના એક ઇટાલિયન પાદરીએ વેટિકન ન્યૂઝને જણાવ્યું તે ટૅરો કાર્ડ્સ વગેરેના વધતા ચલણને પગલે જાદુટોણાંની માગ પણ વધી રહી છે.

કોઈના શરીરમાંથી પ્રેતનું નિયંત્રણ કઈ રીતે દૂર કરી શકાય?

આ પ્રક્રિયામાં કેટલીક ખાસ પ્રાર્થના દ્વારા ઈસુનું નામ લઈને ભૂતપ્રેતને શરીર છોડી દેવાનું આહ્વાન કરવામાં આવે છે.


ક્યારે ભગાવે છે પાદરી ભૂતપ્રેત?

Image copyright AFP

વર્ષ 1999માં 400 બાદ કૅથલિક ચર્ચમાં પ્રથમ વખત જાદુટોણાંના નિયમોને અપડેટ કરાયા હતા.

આ નિયમોમાં પ્રેતોની અસર અને શારીરિક/મનોવૈજ્ઞાનિક બીમારાઓને અલગ પાડવામાં આવી હતી.

આ જ કારણસર ફાધર થોમસ જેવા પાદરી કૅથલિક ડૉક્ટરો, મનોવૈજ્ઞાનિકો અને મનોરોગના ચિકિત્સકોની એક ટીમ સાથે કામ કરે છે.


કઈ રીતે ભગાવે છે ભૂત?

Image copyright iStock

Catholic.orgના અનુસાર પાદરીએ આ માટે ખાસ પ્રકારના વસ્ત્રો પહેરવા પડે છે. તેમણે સફેદ રંગનું ગાઉન અને જાંબલી રંગનો ખેશ પહેરે છે.

જે વ્યક્તિ પર ભૂતનો પડછાયો હોય છે, તેને બાંધી શકાય છે અને તેની પર પવિત્ર જળનો ઉપયોગ કરી શકાય છે.

પાદરી ભૂત ભગાવવાની આ પ્રક્રિયામાં પીડિત વ્યક્તિ પર કેટલીક વખત ક્રોસનું નિશાન પણ બનાવે છે.

પ્રક્રિયા દરમિયાન પાદરી ઈસાઈ ધર્મના સંતોનું ધ્યાન અને પ્રાર્થના કરે છે. વળી બાઇબલના અંશનું પઠન કરે છે જેનાથી ઈસુએ લોકોમાંથી શેતાનને ભગાવ્યા હતા.

પાગરી ઈસામસીહનું નામ લઈને પીડિત વ્યક્તિમાં રહેલા શેતાનને ઇશ્વર સમક્ષ સમર્પણ કરીને પીડિતની શરીરમાંથી બહાર નીકળી જવા કહે છે.

જ્યારે પાદરીને વિશ્વાસ થઈ જાય છે કે જાદુટોણાંની પ્રક્રિયા સફળ રહી છે, તો તે પીડિત વ્યક્તિને ભવિષ્યમાં આવી તકલીફ નહીં પડે તે માટે ઇશ્વરની પ્રાર્થના કરવા કહે છે.


આ મામલે શું વાંધો છે?

જાદુટોણાંની દુનિયાભરમાં ટીકા થાય છે. એવી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે કે કેટલાંક પ્રકારના ધાર્મિક રીતિ-રિવાજોનો બાળકો પર પ્રયોગ કરવામાં આવે છે.

કેટલીક વખત તેમાં બાળકોની મૃત્યુ પણ થઈ જાય છે. નબળાઈ, માનસિક રીતે બિમાર લોકોનો ખોટો ઇલાજ થવાનો પણ ભય રહે છે.

જો આ બીમારીઓ સામે લડી રહેલા લોકોના લક્ષણોને કોઈ 'સપુરનેચરલ' (પ્રેતાત્મા સંબંધિત) બાબત સમજી લેવામાં આવે, તો શક્ય છે કે તેમનો ઇલાજ જ ન કરવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો