આ ભાઈ ગધેડાં પર ચલાવે છે, ‘વાંચે કોલંબિયા’ અભિયાન

આ ભાઈ ગધેડાં પર ચલાવે છે, ‘વાંચે કોલંબિયા’ અભિયાન

દરેક બાળકની વિચારશક્તિ અને કલ્પનાશક્તિના વિકાસમાં પુસ્તકોનો સિંહ ફાળો છે.

પુસ્તકો વગર બાળકે ભણવું પણ મુશ્કેલ હોય છે. પણ કોલંબિયામાં બાળકો પુસ્તકોના અભાવે સરખી રીતે ભણી નહોતાં શકતાં.

આથી લુઇસ સોરિઆનો નામની વ્યક્તિએ તેમના માટે પુસ્તકોની વ્યવસ્થા કરી.

પણ તેમની આ વ્યવસ્થા ઘણી અનોખી છે. તેમણે આ માટે તેમણે બે ગધેડાંનો ઉપયોગ કર્યો.

લુઇસ સપ્તાહમાં એકથી વધુ વખત સ્કૂલોની મુલાકાત લે છે. પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હોવા છતાં તેઓ આ કામ કરે છે.

તે કઈ રીતે પુસ્તકો બાળકો સુધી પહોંચાડે છે તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો