બ્લૉગ : મહિલાઓ પ્રત્યે વિયેતનામના વલણથી ભારત કંઈક શીખશે?

મહિલાઓની તસવીર Image copyright Getty Images

તાજેતરમાં હું વિયેતનામના પ્રવાસે હતો. એક વાત જે ભારત કરતાં તદ્દન જુદી લાગી તે બાબત મહિલાઓ માટે અલગથી સુરક્ષિત બેઠકો નહોતી રાખવામાં આવી.

બસ સ્ટેશન અને એરપોર્ટ પર મહિલાઓની કોઈ અલગ લાઇન ન હતી.

જાહેર સ્થળો પર તેમના માટે કોઈ વિશેષ વ્યવસ્થા જ ન હતી.

મેં જ્યારે સ્થાનિક લોકો સાથે આ અંગે વાત કરી, તો મને આશ્રર્ય થયું.

કેમ કે એક વ્યક્તિએ મને કહ્યું, "અમે એક જ છીએ, તો અલગ લાઇન અથવા અલગથી બેઠકો કેમ?"


વિયેતનામન મહિલાઓને આપે છે સમાન દરજ્જો

વિયેતનામ પહોંચતા જ સૌથી પહેલા એક બાબત ધ્યાન આકર્ષે છે. તે બાબત પુરુષ હોય કે મહિલાઓ હોય પણ તેમના માટેની સમાનતા છે.

મહિલાઓ દરેક જગ્યાએ એટલી જ સક્રિય નજરે પડે છે જેટલા પુરુષો સક્રિય હોય છે.

તેઓ દુકાન ચલાવે છે. ફુટપાથ પર ફૂડ વેચે છે. રેસ્ટોરાંમાં પુરુષોની જેમ જ કામ કરતી જોવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વળી ઓફિસમાં પણ મહિલાઓ મોટી સંખ્યામાં કામ કરતી જોવા મળે છે અને ખેલકૂદમાં પણ તેઓ ભાગ લે છે.

સ્કૂલોમાં પણ તેમની સંખ્યા પુરુષો જેટલી હોય છે, સાથે સાથે રાજકારણમાં પણ તેમની ભાગીદારી એટલી જ છે.

વિયેતનામમાં મહિલાઓ દરેક જગ્યાએ સુરક્ષિત અનુભવે છે.

મોડી રાત સુધી કામ કરવું કોઈ મોટો મુદ્દો નથી. તેમને એ વાતનો ડર નથી સતાવતો કે કોઈ તેમની પર હુમલો કરી શકે છે.


વિયેતનામના લોકો આરોગ્ય બાબતે સજાગ

વિયેતનામમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ક્રાઇમ રેટ ઓછો હોવાનું માનવામાં આવે છે.

બળાત્કાર અને મહિલાઓ સામે છેડતી થાય તો આ ખૂબ જ ગંભીર સમાચાર બની જાય છે કેમકે અહીં આવા અપરાધ ઓછા થતાં હોય છે.

વિયેતનામમાં મહિલાઓ પરિવારોના સુખ માટે પણ કોશિશ કરે છે. ઘરમાં પણ તેઓ ઘણી મહેનત કરે છે.

વિયેતનામમાં ફાસ્ટ ફૂટ ન બરાબર છે. સ્વસ્થ ખોરાક ખાતા હોવાથી તેઓ ઘણા તંદુરસ્ત છે, પણ મને મહિલાઓ વધુ તંદુરસ્ત લાગી.

યુદ્ધમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો

વિયેતનામ યુદ્ધ દરમિયાન તેમએ અમેરિકાની સેનાનો મજબૂતીથી મુકાબલો કર્યો હતો.

વીસ વર્ષ ચાલેલા આ યુદ્ધમાં લાખો મહિલાઓએ કુરબાની આપી હતી.

વિયેતનામની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ મહિલાઓને યુદ્ધમાં સામેલ થવા માટે ઘણી પ્રભાવક તાલીમ આપી હતી.

યુદ્ધ પૂરું થયા બાદ સરકારી નોકરીઓમાં તેમના માટે બેઠકો સુરક્ષિત રાખવામાં આવી જેથી રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન ઓછું ન થાય.

વિયેતનામનો સમાજ દીકરાને પણ મહત્ત્વ આપે છે. પણ દીકરી પેદા થાય તો ભેદભાવ નથી કરવામાં આવતો.

દેશમાં મહિલાઓની વસતી 49 ટકા છે અને ભવિષ્યવાણી છે કે આવનારા સમયમાં તેમની વસતી પુરુષો કરતાં પણ વધી જશે.


બરાબરી માટે લાંબો સંઘર્ષ

એવું નથી કે વિયેતનામમાં મહિલાઓ સાથે હંમેશાં આવો વર્તાવ કરતું આવ્યું છે.

મહિલાઓએ તેમના અધિકાર મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો.

તેમણે 1930માં વિયેતનામ મહિલા સંઘ બનાવ્યું હતું. આ જૂથે તેમના માટે અધિકારોની લડાઈ લડી હતી.

ભારતની જેમ વિયેતનામની અડધી વસતી યુવા છે. અહીં યુવતીઓની સંખ્યા યુવકો જેટલી જ છે.

હું એક કૉલ સેન્ટર ગયો જ્યાં 80 ટકા સ્ટાફ મહિલાઓનો હતો.

ચીનના શાસને બદલી હતી સમાજની તસવીર

વિયેતનામના વૃદ્ધો સાથે વાતચીત કરતા ખબર પડી કે પ્રાચીન વિયેતનામ એક માતૃસત્તાક સમાજ હતો અને તેમાં મહિલાઓનો દબદબો હતો.

પણ 1000 વર્ષ સુધી ચીનના શાસનમાં રહ્યા બાદ દેશમાં પિતૃસત્તાક સમાજ બની ગયો.

તેઓએ જણાવ્યું કે હવે પહેલાનો માહોલ પાછો આવી રહ્યો છે.

મને પણ આવું જ અનુભવાયું. શું ભારતનો સમાજ આમાંથી કોઈ શીખ લેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ