શું ડોનલ્ડ ટ્રમ્પે જ પોતાનો ‘હેલ્થ લેટર’ લખાવ્યો હતો?

ડોનાલ્ડ ટ્રમ્પ. Image copyright EPA
ફોટો લાઈન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.

અમેરિકન મીડિયા અહેવાલના જણાવ્યા અનુસાર, ડોનલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ ડૉક્ટરનું કહેવું છે કે તેમણે વર્ષ 2015માં એ પત્ર નહોતો લખ્યો, જેમાં તેમણે તે વખતના રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું આરોગ્ય "આશ્ચર્યજનક ઉત્તમ" હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સીએનએન સાથેની વાતચીતમાં ડૉ. હૅરોલ્ડ બૉર્નસ્ટાઇને બુધવારના રોજ કહ્યું હતું, "ટ્રમ્પે આખો પત્ર જાતે જ બોલીને લખાવ્યો હતો."

વ્હાઇટ હાઉસે હજુ સુધી ચિકિત્સકના આરોપો પર ટિપ્પણી નથી કરી.

ડૉ. હૅરોલ્ડે ઉમેર્યું હતું કે ટ્રમ્પના બૉડી ગાર્ડ્સે તેમની ઑફિસિસ પર છાપો માર્યો હતો, અને આ ઘટના દરમિયાન ગાર્ડ્સે ટ્રમ્પના મેડિકલ દસ્તાવેજોને દૂર કરી દીધા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સી.એન.એન. સાથેની ઇન્ટરવ્યૂમાં, તેમણે કહ્યું હતું કે વર્ષ 2015માં લખેલો એ પત્ર, જેમાં એવું સૂચન હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ "રાષ્ટ્રપતિના પદ પર ચૂંટાયા તો તેઓ સૌથી તંદુરસ્ત વ્યક્તિ હશે" એ તેમનો અભિપ્રાય ન હતો.

પરંતુ તે સ્પષ્ટ નથી કે શા માટે ડૉ. હૅરોલ્ડ હવે આવા આક્ષેપો મૂકી રહ્યા છે?


પત્રમાં શું હતું?

Image copyright Getty Images

પત્રમાં ટ્રમ્પની શારીરિક શક્તિ અને સહનશક્તિ અંગે કેટલીક વિગતો હતી, જેને 'અસાધારણ' તરીકે વર્ણવવામાં આવી હતી.

ટ્રમ્પના બ્લડ પ્રેશર અને લૅબોરેટરીમાં થયેલી અન્ય પરીક્ષાનું મૂલ્યાંકન "આશ્ચર્યજનક રીતે ઉત્તમ" તરીકે વર્ણવવામાં આવ્યા હતા અને વધુમાં એક વર્ષના સમયગાળામાં તેમણે 15 પાઉન્ડ અથવા 7 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું.

વધુમાં પરિણામમાં લખ્યું હતું કે ટ્રમ્પ કોઈ પણ કૅન્સરના લક્ષ્ણ ધરાવતા નથી અથવા તેમણે હાડકાના સાંધાની સર્જરી કરાવી ન હતી.

તેમના વ્હાઇટ હાઉસના ડૉક્ટર તે વખતે કહ્યું હતું, "તેમની જ્ઞાનાત્મક ક્ષમતા અથવા ન્યૂરોલૉજિકલ ફંક્શન્સ અંગે મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી."

પત્રના પ્રકાશનના થોડા અઠવાડિયા પહેલાં ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે હૅરોલ્ડનો મેડિકલ અહેવાલ "સંપૂર્ણતા" દર્શાવશે.

ટ્રમ્પ, જે અમેરિકાના ઇતિહાસમાં ચૂંટાયેલા સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ છે, તે સમયે એક ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું, "હું પોતાને નસીબદાર ગણું છું કે હું ઉત્તમ જનીનો સાથે જન્મ્યો છું."

આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પની માનસિક સ્થિતિ મુદ્દે ભારે બબાલ થઈ હતી ત્યારે તેમણે ત્રણ કલાકની માનસિક પરીક્ષા પણ આપી હતી.


ડૉ. હૅરોલડની ઑફિસિસ પર રેડ્સ

ન્યૂ યૉર્ક સ્થિત ડૉ. હૅરોલ્ડ કહેવું છે કે ત્રીજી ફેબ્રુઆરી 2017ના રોજ ટ્રમ્પના બૉડી ગાર્ડ્સ તથા બે અન્ય પુરૂષ તેમની ઓફિસમાં ગયા હતા.

એન.બી.સી. ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે "આ લોકો મારા ઑફિસમાં 25થી 30 મિનિટ સુધી રહ્યા હતા, જેના પરિણામે ઘણી અંધાધૂંધી સર્જાઈ હતી."

તેમણે ઉમેર્યું હતું કે ઘટના થયા બાદ, તેઓ "ખિન્ન, ભયભીત અને દુઃખી" હતા.

તેમનું કહેવું હતું કે ટ્રમ્પના મેડિકલ દસ્તાવેજોની ઓરિજિનલ અને એકમાત્ર કૉપી, જેમાં લૅબના અહેવાલો પણ હતા, તેમના સહાયકો દ્વારા લેવામાં આવ્યા હતા.

આ ઘટના ઘટી ત્યારે 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે' એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં ડૉ. હૅરોલડે કહ્યું હતું કે તેમણે ટ્રમ્પને 'પ્રોપેડિયા' નામની દવા વાપરવા માટે કહ્યું હતું.

આ દવા ટાલ પડવાની પ્રક્રિયા અટકાવે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારા સૅન્ડર્સે ભારપૂર્વક કહ્યું હતું કે એ રેડ ન હતી.

વ્હાઇટ હાઉસ મેડિકલ યુનિટ માટે રાષ્ટ્રપતિના મેડિકલ દસ્તાવેજોને કબજો લેવાની પ્રક્રિયા "પ્રમાણભૂત પ્રક્રિયા" હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો