ગત અઠવાડિયા દરમિયાન વિશ્વભરમાં શું રહી હલચલ, જુઓ તસવીરોમાં

આગને બુજાવવા કામ કરતા ફાયર ફાઇટર Image copyright JOSE LUIS GONZALEZ / REUTERS

મેક્સિકોના જૂનાં ટાયરના ઢગલામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આગને કાબુમાં લેવાની ચાલુ કામગીરી દરમિયાન આ તસવીર લેવામાં આવી હતી.


કેમ્પિંગ ફેસ્ટીવલ Image copyright PERRY DUFFIN / EPA

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની હંટલ વેલીમાં યોજાતા કેમ્પિંગ ઉત્સવ 'ગમ બૉલ 2018'માં એક સર્કસ કલાકાર પ્રસ્તુતિ આપી રહ્યા છે.


પારંપરિક મે દિવસ પર સ્નાન પર કરતી વિદ્યાર્થિનીઓ Image copyright JANE BARLOW / PA

સ્કૉટલેન્ડના ફીફેમાં એંડ્ર્યૂઝના પૂર્વ તટ પર પારંપરિક મે દિવસ સ્નાન કરવા માટે સેન્ટ એંડ્રયૂઝ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે મે મહિનાના પહેલા દિવસે બર્ફીલા પાણીમાં સ્નાન કરવાથી પરીક્ષામાં સારા માર્ક્સ આવે છે.


વિક્ટરી ડેની મિલિટ્રી પરેડ Image copyright KIRILL KUDRYAVTSEV / AFP

મૉસ્કોમાં વિક્ટ્રી ડે પર રશિયન સૈનિકો સૈન્ય પરેડનું રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. રશિયા દર વર્ષે 9 મેના રોજ 1945માં નાઝી જર્મની પર જીતની યાદમાં આ પરેડનું આયોજન કરે છે.


શિંઝો આબે સાથે બેન્જામિન નેતન્યાહૂ Image copyright ABIR SULTAN / POOL VIA REUTERS

જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ જેરૂસલેમમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશ સુરક્ષા, સાઇબર સુરક્ષા અને આર્થિક ક્ષેત્રે સહયોગ પર સહમત થયા છે.


બર્નિગ મેન ફેસ્ટીવલ Image copyright KIM LUDBROOK / EPA

બર્નિંગ મેન ફેસ્ટીવલના ક્ષેત્રીય સંસ્કરણના ભાગરૂપે દક્ષિણ આફ્રિકાના કાલવીનિયાનાં ટાંકવા કારુમાં આફ્રીકા બર્ન ઉત્સવનું આયોજન થયું હતું.

તેમાં એક વ્યક્તિ ડાયનાસોરના કોસ્ચ્યૂમ પહેરી સાઇકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. બર્નિંગ મેન ફેસ્ટીવલની શરૂઆત અમેરિકામાં થઈ હતી.


નવા જન્મેલા ગિની પિગ Image copyright ALEXANDRE MENEGHINI / REUTERS

ક્યૂબાના સાંતો ડોમિંગોમાં એક ખેડૂત નવા જન્મેલાં ગિની પિગ બતાવી રહ્યા છે.


મિનિયાપોલીસમાં બેસબોલ ગેમની તસવીર Image copyright HANNAH FOSLIEN / GETTY IMAGES

મિનિયાપોલીસમાં ટોરોંટો બ્લૂ જેઝ વિરુદ્ધ બેસબૉલ મેચમાં મિનેસોટા ટ્વિંસના ગ્રેગોરિયો પેટિટ આઉટ થઈ ગયા. બ્લૂ જેઝે ટ્વિંસને 7-4થી હરાવી દીધા હતા.


બ્રિટીશ ગાયક રોજર વાટર્સ Image copyright ZOLTAN BALOGH / EPA

હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં પૈપ લાઝલો સ્પોર્ટ્સ એરિનામાં બ્રિટીશ ગાયક રોજર વાટર્સે પરફોર્મન્સ આપ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો