પાકિસ્તાનના ગૃહમંત્રી ગોળીબારમાં ઘાયલ

ઇકબાલ અહેસાન Image copyright Getty Images

પાકિસ્તાનના સરકારી અધિકારીઓનાં કહેવા પ્રમાણે દેશના ગૃહમંત્રી અહેસાન ઇકબાલ પર હત્યા કરવાના ઇરાદાથી ગોળી ચલાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે એક બંદૂકધારીએ ઇકબાલ પર એ સમયે ગોળી ચલાવી જ્યારે તેઓ પંજાબ પ્રાંતના નરોવાલમાં પક્ષની એક બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા.

પોલીસે કહ્યું છે કે ઇકબાલને હાથમાં ગોળી વાગી છે. ઘટના બાદ તેમને તુરંત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હવે તેઓ ખતરાથી બહાર છે.

ઇકબાલ પાકિસ્તાનમાં હાલ શાસનમાં રહેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)ના સભ્ય છે.

Image copyright Getty Images

ગોળી ચલાવનારા શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ શખ્સની ઉંમર 20 વર્ષની આસપાસ જણાવવામાં આવી રહી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી પર થયેલા આ હુમલાની ત્યાંના તમામ પક્ષોએ નિંદા કરી છે.

આ હુમલો કયા આશયથી કરવામાં આવ્યો હતો તેના વિશે કોઈ માહિતી મળી નથી.

હુમલો એ સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનમાં થોડા સમય બાદ જ સામાન્ય ચૂંટણીઓ થવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા