પરમાણુ સંધિથી ઈરાનને ખરેખર ફાયદો થયો હતો કે નહીં?

ટ્રમ્પ રોહાની Image copyright Getty Images

લાંબા સમયથી જેની આશંકા સેવાઈ રહી હતી, તેમ જ થયું. ટ્રમ્પે અમેરિકાને ઈરાનની સંધિમાંથી દૂર કરી દીધું. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ફરી હાથ ધરવાના આદેશ આપ્યા છે.

2016માં ઈરાન અને છ મહાસત્તાઓ - અમેરિકા, રશિયા, ચીન, યુકે, ફ્રાન્સ અને જર્મની - વચ્ચે અણુકરાર થયા હતા અને ઈરાન સામે મૂકાયેલા ક્રૂડ ઓઇલ, વેપાર અને બૅન્કિંગ સહિતના આર્થિક પ્રતિબંધો દૂર થયા.

તેના બદલામાં ઈરાને અણુપ્રયોગો મર્યાદિત કરી દેવાનું સ્વીકાર્યું હતું.

બીબીસીની 'રિયાલિટી ચેક'ની ટીમે અણુકરાર પછી ઈરાનના અર્થતંત્ર પર શું અસર થઈ હતી? તેનો અભ્યાસ કર્યો હતો.


ક્રૂડ ઓઇલની નિકાસથી રાનના અર્થતંત્રને કેટલો ફાયદો?

Image copyright BEHROUZ MEHRI
ફોટો લાઈન આમ સારો કહેવાય, પણ કરાર પછી પાંચ વર્ષ સુધી 8% વિકાસ થશે તેવી ધારણા હતી તેનાથી ઘણો નીચો દર છે.

અણુકરાર થયો તે પહેલાંના વર્ષોમાં ઈરાનનું અર્થતંત્ર મુશ્કેલીમાં હતું.

પરંતુ કરારના અમલ પછીના પ્રથમ વર્ષે જ ઈરાનના જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)માં 12.5 ટકાનો વધારો થયાનું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યું હતું.

તે પછી જોકે વિકાસનો દર ઘટ્યો છે અને આઈએમએફ (ઇન્ડિયન મોનિટરી ફંડ )ના અંદાજ અનુસાર, આ વર્ષે ઈરાનનો જીડીપી માત્ર 4% રહેશે.

આમ સારો કહેવાય, પણ કરાર પછી પાંચ વર્ષ સુધી 8% વિકાસ થશે તેવી ધારણા હતી તેનાથી આ દર ઘણો નીચો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright AFP
ફોટો લાઈન અણુકરાર થયો તે પહેલાંના વર્ષોમાં ઈરાનનું અર્થતંત્ર મુશ્કેલીમાં હતું.

પ્રારંભિક વર્ષોમાં ઉછાળો આવ્યો તે મહદંશે ખનીજ તેલની નિકાસમાં વધારાને કારણે હતો.

પ્રતિબંધોના કારણે ઈરાનની ખનીજ તેલની નિકાસ 2013માં અડધી થઈને રોજના 11 લાખ બેરલ થઈ ગઈ હતી. હાલમાં ઈરાન રોજના 25 લાખ બેરલની નિકાસ કરે છે.


પિસ્તા જેવા ઉત્પાદનોનું શું?

Image copyright AFP
ફોટો લાઈન પિસ્તા સહિતની અગત્યની વસ્તુઓની નિકાસ આ જ સમયગાળામાં 1.1 અબજ ડૉલર રહી હોવાનું ઈરાનના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું

માર્ચ 2018 સુધીમાં ઈરાનની ખનીજ તેલ સિવાયની નિકાસ વધીને 47 અબજ ડોલર થઈ હતી, જે પ્રતિબંધો પહેલાં હતી તેનાથી પાંચ અબજ વધારે છે.

પિસ્તા સહિતની અગત્યની વસ્તુઓની નિકાસ આ જ સમયગાળામાં 1.1 અબજ ડોલર રહી હોવાનું ઈરાનના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું, જે આગલા વર્ષ કરતાં થોડી ઓછી હતી.

જોકે પિસ્તા અને કેસર જેવી ઈરાનની કૃષિ પેદાશોની નિકાસમાં ઘટાડા પાછળ પ્રતિબંધો કરતાંય દેશમાં પડેલો દુકાળ વધારે કારણભૂત હતો.

અણુકરાર પછી અમેરિકાએ ઈરાનની કાર્પેટ અને કેવિયર જેવી લક્ઝરી વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

કાર્પેટ માટે અમેરિકા ઈરાનનું સૌથી મોટું બજાર છે અને પ્રતિબંધોના કારણે તેની નિકાસ 30% ઘટી ગઈ હતી.

પ્રતિબંધો હટ્યા તે પછી યુરોપિયન યુનિયન સાથેનો વેપાર પણ ખાસ્સો વધ્યો છે, પરંતુ ચીન, દક્ષિણ કોરિયા અને તુર્કી હજીય ઈરાનના ટોચના ટ્રેડિંગ પાર્ટનર છે.


Image copyright ATTA KENARE
ફોટો લાઈન 2012માં ઈરાનના ચલણ રિયાલે પ્રતિબંધોના કારણે ડોલર સામે તેનું મૂલ્ય બે તૃતીયાંશ જેટલું ગુમાવી દીધું હતું.

2012માં ઈરાનના ચલણ રિયાલે પ્રતિબંધોના કારણે ડોલર સામે તેનું મૂલ્ય બે તૃતીયાંશ જેટલું ગુમાવી દીધું હતું.

પ્રતિબંધોના કારણે ખનીજ તેલની આવક ઘટી ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બૅન્કિંગનો લાભ મળવાનું બંધ થઈ ગયું હતું.

અણુકરાર થયા પછી ઈરાનના પ્રમુખ હસન રોહાનીએ એવી ખાતરી આપી હતી કે હવે દર કલાકે ઈરાનના ચલણના એક્સચેન્જ રેટ વધતા નહીં રહે.

પ્રમુખ રોહાની આ વચન પાળી શક્યા હતા અને લગભગ ચાર વર્ષ સુધી રિયાલ સ્થિર રહ્યો હતો.

પરંતુ 2017ના મધ્યભાગમાં પ્રમુખ ટ્રમ્પે અણુકરારને કોંગ્રેસમાં પાસ કરાવવાનો ઇન્કાર કર્યો તે પછી રિયાલનું મૂલ્ય ફરી ગબડવા લાગ્યું છે.

Image copyright AFP
ફોટો લાઈન ગયા સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડોલર સામે રિયાલનુ મૂલ્ય અડધાથી વધારે ઘટી ગયું છે.

ગયા સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડોલર સામે રિયાલનુ મૂલ્ય અડધાથી વધારે ઘટી ગયું છે.

ભવિષ્યમાં અણુકરાર રદ થાય અને મોટું નુકસાન થાય તે ભયે ઘણા ઈરાનીઓ વિદેશી હૂંડિયામણ રોકડમાં એકઠું કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, 2018ના પ્રથમ ક્વાર્ટરમાં જ લગભગ 30 અબજ ડોલર જેટલી મૂડી ઈરાનમાંથી બહાર જતી રહી છે.

આસપાસના પડોશી દેશોમાં મૂડીરોકાણ જતું રહ્યું છે.

તે પછી ઈરાનની સરકારે ફોરેન એક્સચેન્જ માર્કેટ પર દરોડા પાડીને, વિદેશી હૂંડિયામણ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ ઉપરાંત 12 હજાર ડૉલરથી વધારાની રોકડ રાખવાની મનાઈ કરવામાં આવી છે.


અણુકરારને કારણે સામાન્ય ઈરાની નાગરિક સમૃદ્ધ થયો ખરો?

Image copyright AFP
ફોટો લાઈન 14-15માં અણુકરાર કરવામાં આવ્યો ત્યાં સુધી સતત સાત વર્ષ હાઉસહોલ્ડ બજેટ ઘટતું રહ્યું હતું.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈરાનના આંકડાનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઘરગથ્થું બજેટ (એક ઘર દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય) વાસ્તવિક ગણતરીએ ઘટ્યું છે.

2007-08માં કુટુંબ દીઠ 14,800 ડોલરનું બજેટ હતું તે 2016-17માં ઘટીને 12,515 ડોલર થઈ ગયું હતું.

2014-15માં અણુકરાર કરવામાં આવ્યો ત્યાં સુધી સતત સાત વર્ષ હાઉસહોલ્ડ બજેટ ઘટતું રહ્યું હતું. તે પછીના વર્ષે તે થોડું વધ્યું હતું.

આંકડાંનું વિશ્લેષણ એવું પણ દર્શાવે છે કે છેલ્લા દાયકામાં સૌથી વધુ અસર ઈરાનના મધ્યમવર્ગને થઈ છે.

સરેરાશ કુટુંબનું બજેટ 15% ઘટ્યું હતું, જ્યારે મધ્યમવર્ગનું બજેટ 20% ટકા ઘટી ગયું હતું.

જાણકારો જોકે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને સ્થાનિક ધોરણે અર્થતંત્રની ગેરવ્યવસ્થા બંનેને આ માટે જવાબદાર ગણાવે છે.

અણુકરાર કર્યા પછી અર્થતંત્રમાં જે તેજી આવી તે મહદ્ અંશે ખનીજ તેલની આવકમાં થયેલા વધારાને કારણે હતી.

આ આવક સીધી સરકારી તિજોરીમાં જમા થાય છે અને ત્યાંથી તે લોકોના ખિસ્સા સુધી ધીમે ધીમે પહોંચે છે.


પૃષ્ઠભૂમિ

Image copyright AFP

જુલાઈ 2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા. ઈરાન સાથેની પરમાણુ સંધિને પાર પાડવામાં તેમની સરકારે ખાસ્સી મહેનત કરી હતી.

આ કરાર મુજબ, પાંચ વર્ષ સુધી ઈરાન કોઈ હથિયાર ખરીદી ન શકે તથા મિસાઇલ ખરીદી પર આઠ વર્ષનો પ્રતિબંધ નક્કી કરવામાં આવ્યો હતો.

આ કરાર બાદ ઈરાને તેનો મોટાભાગનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો હતો, જ્યારે બાકીના કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવા માટે તૈયાર થઈ ગયું હતું.

કરારના અન્ય સભ્યો બ્રિટન, ફ્રાન્સ તથા જર્મનીએ ટ્રમ્પને અપીલ કરી હતી કે અમેરિકા આ કરારમાંથી અલગ ન થાય. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એ અપીલને કાને ધરી ન હતી.

આ રાષ્ટ્રો અગાઉ જ અણસાર આપી ચૂક્યા છે કે અમેરિકા આ સંધિમાંથી ખસી જશે તો પણ તેઓ ઈરાન સાથેના કરાર યથાવત રાખશે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે જો ટ્રમ્પે ઈરાન સાથેની સંધિને રદ કરી તો અમેરિકાએ ઐતિહાસિક રીતે પસ્તાવું પડશે.

સંધિ રદ કરતી વખતે ટ્રમ્પે આ કરારને 'અપ્રાસંગિક અને બેકાર' ઠેરવ્યો હતો. કેટલાક સૈન્ય અધિકારીઓએ કરાર રદ ન કરવા ટ્રમ્પને સલાહ આપી હતી.

અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન 'મોત, તારાજી અને અરાજકતા' ફેલાવે છે, છતાંય આ કરારમાં તેના પ્રત્યે ભારે ઉદારતા દાખવવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ