સીરિયા : જ્યારે ગૃહ યુદ્ધને ત્યાંના માસૂમ બાળકોએ ચિત્રમાં દર્શાવ્યું

સીરિયાનાં 14 વર્ષથી નાના બાળકોએ બનાવેલાં આ ચિત્રોમાં સીરિયાઈ યુદ્ધને દર્શાવ્યું.

ચિત્ર
ઇમેજ કૅપ્શન,

આ ચિત્રના ઘણાં ભાગ છે. 'અસદ એર ફોર્સ','એંબુલેન્સ', ‘ખાનશેખાઉનનાં બાળકો' અને 'બાળકોનું લોહી'. સંયુક્ત રાષ્ટ્ર નિષ્ણાતોનું કહેવું છે કે ખાન શેખાઉન શહેરમાં થયેલા રાસાયણિક હુમલા પાછળ સીરિયાઈ સરકારનો હાથ હતો. આ હુમલામાં ઘણાં લોકોનાં મૃત્યુ થયા હતા, જેમાં બાળકોની સંખ્યા પણ ઘણી હતી.

ઇમેજ કૅપ્શન,

આ ચિત્રમાં રડતી આંખ છે. જેમાં લખેલું છે 'બેલા સીરિયા'

ઇમેજ કૅપ્શન,

આ હુમલામાં એક ઇમારત પર થયેલાં હવાઈ હુમલાને દર્શાવવામાં આવ્યો છે. મશીનગન ફોડનારા સૈનિકની ઉપર લખવામાં આવ્યું છે કે આ વિરોધ કરનારી આર્મી છે – જેના માટે રાષ્ટ્ર,સન્માન અને વફાદારી જ સર્વસ્વ છે.

ઇમેજ કૅપ્શન,

ખૂબ જ હતાશ જણાતા એક બાળકે લખ્યું છે, 'આ સીરિયા છે.'

ઇમેજ કૅપ્શન,

યુદ્ધની સ્થિતિને કારણે અડધા કરતાં પણ વધારે લોકો સ્થળાંતર કરી ચૂક્યાં છે.

ઇમેજ કૅપ્શન,

“મારો દેશ' 2011 થી માંડી અત્યાર સુધી એક લાખ સીરિયાઈ પકડાઈ ચૂક્યા છે અથવા ગુમ થઈ ચૂક્યા છે.

ઇમેજ કૅપ્શન,

આ ચિત્રમાં એક બાળકે નામ લખીને પોતાનાં ભાઈ-બહેનોને યાદ કર્યા છે. સાથે સાથે પાંજરુ દોરીને યુધ્ધની સ્થિતિનું વર્ણન કર્યું છે. બાળકે લખ્યું છે કે મારા પિતા 2010માં...,મારા પિતા 2011માં...,મારા પિતા 2014માં...

ઇમેજ કૅપ્શન,

14 વર્ષની મય્યસરે આ ચિત્રમાં પોતાની અને પોતાની બહેનને દર્શાવ્યાં છે. મય્યસર લખે છે કે બે વર્ષ પહેલાં અમારા પિતાજી અમને છોડીને ચાલ્યા ગયા હતા. અમને એમનાં વિશે કાંઈ પણ માહિતી નથી. આ મારી અત્યાર સુધીની સૌથી ખરાબ યાદગીરી છે.

ઇમેજ કૅપ્શન,

આ ચિત્ર સીરિયાનાં મુખ્ય શહેર હોમ્સની છે. આમાં શહેરનાં ક્લૉક ટાવરને પહેલાં અને અત્યારની સ્થિતિમાં દર્શાવવામાં આવ્યો છે.