અફઘાનિસ્તાન : છોકરી હોવા છતાં કેમ આ છોકરી કેમ છોકરાની જેમ જીવે છે?

એક છોકરી છોકરાના કપડાં શોખ માટે પહેરે તે સામાન્ય બાબત છે, પણ એક છોકરી જ્યારે છોકરાની જેમ બધા જ કામ કરે અને ફરજ નિભાવે, ત્યારે તે અલગ વાત છે.

વળી તે કેમ આવું કરે તે જાણવું પણ મહત્ત્વનું છે.

અફઘાનિસ્તાનમાં રહેતા સિતારા નામનાં યુવતી છેલ્લા એક દાયકાથી છોકરાની જેમ જ રહે છે.

તેઓ છોકરા જેવા કપડાં પહેરે છે અને પિતાને રોજિંદા મજૂરીના કામમાં મદદ કરે છે.

પરિવારનું ગુજરાન ચલાવવા જેમ છોકરો બહાર કામ કરે છે તેમ સિતારા પિતા સાથે કામ કરે છે.

વળી તે ઘરમાં પણ કામ કરે છે. તે હંમેશાં છોકરાના જ કપડાં પહેરે છે. સિતારા આ બધું સ્વેચ્છાએ નથી કરી રહી.

ખરેખર તેના માતાપિતાએ તેને આવું કરવાની ફરજ પાડી હતી, પણ તેના માતાપિતાએ આવું કેમ કર્યું?

શું અફઘાનિસ્તાનમાં અન્ય છોકરીઓ પણ આવી પરિસ્થિતિમાં જીવી રહી છે? સમગ્ર અહેવાલ વિશે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો