ગર્ભપાત માટે પરવાનગી આપવી કે નહીં? સવિતાના મૃત્યુ પછી લોકમત લેવાયા

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મૂળ કર્ણાટકના સવિતા હલપ્પાનાવર આયર્લેન્ડમાં ડેન્ટિસટ તરીકે કામ કરતા હતા. 2012માં તેઓ ગર્ભવતી થયા હતાં, પતિ પ્રવીણ હલ્લપનાવાર તેને યુનિવર્સિટી હોસ્પિટલ ગેલવેમાં લઇ ગયા.

પ્રવીણ હલપ્પાનેવર બીબીસીને જણાવ્યું હતું કે, "સવિતાના ગર્ભપાત સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો, પણ હોસ્પિટલે ગર્ભપાત કરવાનો ઇનકાર કર્યો હતો અને સવિતાની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી,"

તેમના બાળકનું મૃત્યુ થયું અને સવિતાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, તેમના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, છેલ્લે 28 ઓક્ટોબર, 2012 ના રોજ સવિતા પણ મૃત્યુ પામ્યા. ત્યારે તેઓ 31 વર્ષના હતા.

સવિતાના મૃત્યુના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા કે ગર્ભપાતની મંજૂરી ન મળવાના કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ આયર્લેન્ડમાં ગર્ભપાત પરનો પ્રતિબંધ હટાવવાની માંગ વધવા લાગી.

ઇમેજ કૅપ્શન,

ભારતમાં જન્મેલાં સવિતા હલપ્પાનાવર, 31 વર્ષની ઉંમરે 2012 માં ગર્ભપાતની મંજૂરી ન મળતાં આયર્લેન્ડમાં મૃત્યુ પામ્યાં હતાં.

પછી લગભગ 2,000 આંદોલનકારીઓએ આયર્લૅન્ડના ગર્ભપાત કાયદામાં ફેરફાર કરવાની માગ સાથે ડબ્લિનની સંસદ બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું. લંડન સ્થિત આયર્લૅન્ડના દૂતાવાસ બહાર પણ એક વિરોધ પ્રદર્શન યોજાયું.

ગર્ભપાત પર પ્રતિબંધ લાદતા કાયદો હવે આયર્લેન્ડમાં ચર્ચાનો વિષય છે. ગર્ભપાત પર પ્રતિબંધ હોવો જોઈએ અને ગર્ભપાત પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ, એવા બે મત ધરાવતા વર્ગો દેશમાં છે.

આગામી 25 મી મેના રોજ આયર્લૅન્ડમાં ગર્ભપાતનો કાયદો બદલવો કે કેમ તે અંગે લોકમત લેવામાં આવશે. આયર્લૅન્ડના બંધારણ પ્રમાણે, ગર્ભપાત ગુનો છે અને ગર્ભપાત કરાવવા બદલ 14 વર્ષની કેદની સજા થઈ શકે છે.

આજે પણ, ગર્ભપાત કરાવવાની જરૂર સર્જાય તો આયર્લૅન્ડની છોકરીઓ ઇંગ્લેન્ડજતી હોય છે. તેથી જ ગર્ભપાત પરના આવા પ્રતિબંધનો આયર્લૅન્ડમાં મહિલાઓ વિરોધ કરે છે.

'ગર્ભપાત કરાવવા લંડન જવું પડે છે'

લ્યુસી ગર્ભપાત પર પ્રતિબંધનો વિરોધ કરે છે અને પ્રતિબંધ હટાવવાની માગણી કરે છે. બે વર્ષ પહેલાં લ્યુસી ગર્ભવતી હતી.

લ્યુસીએ તેની સાથેની ગર્ભવતી મહિલાઓને કહ્યું હતું, તે બાળક નહોતી ઈચ્છતી. લ્યુસીએ આખરે ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો. લ્યુસી જાણતા હતાં કે આયર્લેન્ડમાં ગર્ભપાત કરવું શક્ય નહોતું.

તેમણે ઇન્ટરનેટ પર આ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.

લ્યુસીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હોવાથી તે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)માં સારવાર લેવા માટે સક્ષમ હતી. લ્યુસીને માત્ર લંડન પહોંચવાનો ખર્ચ કરવાનો હતો. પરંતુ તેમના પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ હોવાથી વધુ છ અઠવાડિયા સુધી રાહ જોવી પડી હતી. આ સમય દરમિયાન ગર્ભાવસ્થાના સંકેતો દેખાવા લાગ્યા હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

લ્યુસી કહે છે કે, "હું ગર્ભવતી હતી ત્યારે ઊંઘી નહોતી શકી, હું ગર્ભવતી છુપાવવા માટે પ્રયાસ કરતી હતી. તે સમયે હું બહું ડરી ગઈ હતી,"

આખરે લ્યુસીનો પાસપોર્ટ મળ્યો, તેમણે લંડનમાં ગર્ભપાત કરાવવા માટે ક્લિનિકમાં અપૉઇન્ટમેન્ટ લીધી હતી, લ્યુસીને લંડન જઈને એક દિવસમાં ઘરે પરત આવવું હતું.

લ્યુસી કહે છે કે, "હું વહેલી સવારે એરપોર્ટ પહોંચી અને ત્યાંથી સીધા લંડન પહોંચી ગઈ. મને કંઇ જ ભાન નહોતું, કારણ કે મારું ઓપરેશન થવાનું હતું. ઘણી યુવતીઓ પરિવારજનો સાથે ક્લિનિકમાં આવી હતી. મને પણ કોઈના આધારની જરૂર હતી, પણ ..."

લ્યુસી કહે છે કે, "મારું ઓપરેશન થઈ ગયું અને પછી એરપોર્ટ સુધી જવા માટે હું એક ટ્રેનમાં ગઈ. ટ્રેનાં બેસવાની જગ્યા નહોતી, અને મારે ઊભા રહીને જ પ્રવાસ કરવો પડ્યો. હું એક દિવસમાં જ લંડન જઈને ઘરે પરત આવી."

"જ્યારે હું ગર્ભપાત કરાવવા ગઈ ત્યારે, મને કોઈ અન્ય કોઈ ગર્ભપાત કરાવનાર વ્યક્તિની ખબર નહોતી. હું બીજા દેશમાં હતી કેમ કે મારે ગર્ભપાત કરાવવા મારો દેશ છોડવો પડ્યો અને ગર્ભપાત કરાવવું મારા દેશમાં શક્ય હતું જ નહીં.."

તે પછી, લ્યુસીએ ગર્ભપાતનો અધિકાર મેળવવા માટે ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

આયર્લૅન્ડમાં હવે આ પ્રકારે ગર્ભપાત કરાવવાનું ચલણ વધી રહ્યું છે. કારણકે, આયર્લેન્ડમાં ગર્ભપાતને મંજૂરી નથી.

આયર્લૅન્ડની આશરે 12 જેટલીમહિલાઓ દરરોજ લંડનમાં જઈને ગર્ભપાત કરાવે છે.

લ્યુસી જેવી ઘણી છોકરીઓ ગર્ભપાતનો વિરોધ કરવા આગળ આવી છે.

ગર્ભપાત અંગે લોકમત

આયર્લૅન્ડના આરોગ્ય વિભાગન આંકડા પ્રમાણે મહિલાના જીવનું જોખમ હોવાથી 2016માં 25 ગર્ભપાતોને મંજૂરી આપવામાં આવી હતી.

અનઅધિકૃત રીતે ગર્ભપાત કરાવવા બદલ 14 વર્ષની કેદની સજા થઈ શકે છે. 2016માં કુલ 3,265 સ્ત્રીઓએ યુ.કે. જઈને ગર્ભપાત કરાવ્યો હોવાનું નોંધાયું છે.

આ પ્રકારની ઘટનાઓ પછી, 2017માં કાયદામાં ફેરફાર અંગે વિચારણા કરવા માટે ત્યાંની સરકારે એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.

આયર્લૅન્ડના બંધારણની આઠમી કલમમાં કોઈ પ્રકારનો ગર્ભપાત ન કરવા જણાવ્યું છે. સમિતિએ સૂચવ્યું હતું કે આ કલમ બદલી શકાય અથવા કલમમાં જ સુધારો કરવો જોઈએ.

એના પરિણામ રૂપે આઠમી કલમ બદલવી જોઇએ જેથી ભવિષ્યમાં ગર્ભપાતના નવા કાયદા બનાવી શકાય.

જો, આઠમી કલમમાં ફેરફાર કરવા અંગે મોટાભાગના આઇરિશ લોકો તરફેણ કરી રહ્યાં છે.

ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન મહિલા ગર્ભપાત કરાવી શકે છે.

જો, 12 અઠવાડિયા બાદ, મહિલાની તબિયતને જોખમ હોય તો જ ગર્ભપાત કરાવાની મંજૂરી આપવામાં આવે છે.

'ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોનાં ફોટા ન જોઈએ'

ઇમેજ સ્રોત, PA

આયર્લેન્ડના વડાપ્રધાન લીઓ વરદકર, ભારતીય મૂળના છે. મહારાષ્ટ્રનું સિંધૌદુર્ગ તેમનું મૂળ ગામ છે.

મરાઠી કુટુંબમાં ઉછર્યા હોવાના કારણે ગર્ભપાતના કિસ્સા અંગે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

બીબીસી સાથેની વાતચીતમાં વરાડકરે કહ્યું હતું કે, "ગર્ભપાત પરનો વર્તમાન પ્રતિબંધ યથાવત રાખવો કે હટાવી દેવો એ અંગેનો નિર્ણય હવે આયર્લેન્ડના લોકો લેશે. આંદોલનકારીઓ પોસ્ટર્સ પર ડાઉન સિન્ડ્રોમનો ભોગ બનેલા બાળકોના ફોટો ઉપયોગમાં લે છે, તે ખૂબ જ ખોટું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો