વિશ્વના પાંચ દેશો, જ્યાં ગર્ભપાત પ્રતિબંધિત છે

ગર્ભપાત Image copyright Getty Images

આયર્લેન્ડમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કરવાની તરફેણમાં લોકોએ મત આપ્યો અને હવે આયરિશ મહિલાઓ માટે મોકળાશનો એક નવો અધ્યાય શરૂ થશે.

વિશ્વમાં હવે માત્ર પાંચ જ દેશો છે, જ્યાં ગર્ભપાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માતાના જીવને જોખમ હોય તો પણ આ દેશોમાં ગર્ભપાત કરવાની પરવાનગી અપાતી નથી.

આ દેશોની યાદી ટૂંકી થઈ ગઈ છે કારણકે, ચિલીની બંધારણીય અદાલતે ત્રણ સંજોગોમાં ગર્ભપાત કરવા મંજૂરી આપી છે.

મિશેલ બૅકેલેટની સરકાર માનસિક અસ્થિરતા, સ્ત્રીના મૃત્યુનું જોખમ અને શારીરિક હિંસાથી પરિણમેલી ગર્ભાવસ્થાના કિસ્સામાં ગર્ભપાતને મંજૂરી આપતો કાયદો ઘડશે.

ઘણા દેશોમાં કેટલાક ચોક્કસ સંજોગોમાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, યુનાઇટેડ નેશન્સ ઑર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે પાંચ દેશો એવા છે કે જ્યાં કોઈ પણ સંજોગોમાં ગર્ભપાતને મંજૂરી અપાતી નથી. પાંચ પૈકી ત્રણ લેટિન અમેરિકામાં છે.


કયા દેશોમાં ગર્ભપાત પર પ્રતિબંધ છે?

Image copyright Getty Images
ફોટો લાઈન એવલીન હર્નાન્ડેઝે બળાત્કારનો ભોગ બન્યા બાદ ગર્ભપાત કરાવ્યો હતો, જે બદલ તેમને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અલ સાલ્વાડોર ગર્ભપાત મુદ્દે કડક વલણ ધરાવતા દેશો પૈકીનો એક છે, ગર્ભપાત બદલ સૌથી લાંબા સમય સુધી કેદનો કિસ્સો પણ અહીં જ નોંધાયો છે.

સાલ્વાડોરની 18 વર્ષીય વિદ્યાર્થી એવલીન હર્નાન્ડેઝનો તાજેતરનો કેસ હતો, વારંવાર બળાત્કાર બાદ રહેલા ગર્ભનો તેમને ગર્ભપાત કરાવ્યો હતો.

જુલાઈની શરૂઆતમાં, આ છોકરીને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

હર્નાન્ડેઝે પ્રીનેટલ કેરનું ધ્યાન ન રાખતા ન્યાયાધીશોએ આ નિર્ણય કર્યો હતો.

શું તમે આ વાચ્યું?

1998 પહેલાં, અલ સાલ્વાડોરમાં જો ગર્ભનું કારણ બળાત્કાર હોય તો તેવા કિસ્સામાં ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી હતી.

જો બાળકમાં ખામીઓ હોય અથવા જો માતાના જીવનું જોખમ હોય તો ગર્ભપાતને મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ, નવા કાયદાના કારણે અનેક સ્ત્રીઓ માટે ગૂંચવણ સર્જાઈ છે.

યુએન અને પીઈડબ્લ્યૂ ઇન્સ્ટિટ્યૂટના આંકડા પ્રમાણે એવા 58 દેશો છે જ્યાં ગર્ભપાત કાનૂની છે. 196 દેશોમાં અસરગ્રસ્ત વ્યક્તિની વિનંતી પર ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે.

જ્યારે 134 દેશોમાં જો મહિલાનું જીવન જોખમમાં હોય તો જ ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે છે.


આ પ્રદેશોમાં વધુ કેસો

Image copyright Getty Images
ફોટો લાઈન ચિલીમાં ગર્ભપાત અંગે નવો કાયદો ઘડવા જઈ રહ્યાં છે

નિકરાગુઆ અને ડોમિનિકન રિપબ્લિક એવા બે દેશો છે જ્યાં કોઈ પણ સંજોગોમાં ગર્ભપાતની મંજૂરી અપાતી નથી. આ દેશોમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

જુલાઈ 2008માં, નિકરાગુઆ પીનલ કોડમાં સુધારો કરાયો હતો. જે મહિલાઓ અને છોકરીઓ જીવનું જોખમ હોય અથવા અન્ય કેટલાક કિસ્સાઓમાં ગર્ભપાત માટે અપાતા અપવાદો રદ કરવામાં આવ્યા હતાં. ત્યારથી, દેશમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

વર્ષ 2011-12 ના નિકરાગુઆનના ડેમોગ્રાફિક અને હેલ્થ સર્વે અનુસાર, દર વર્ષે આશરે 6,700 છોકરીઓ 10 થી 14 વર્ષની વય વચ્ચે જાતીય હિંસાના શિકાર બને છે અને એ પૈકી 1,300 ગર્ભવતી બને છે.

એ જ રીતે, 2009 માં, ડોમિનિકન રિપબ્લિકે તેના બંધારણમાં સુધારો કર્યો હતો, જે પ્રમાણે માતાના સ્વાસ્થ્યને જોખમ હોય તો પણ ગર્ભપાત ગેરકાયદેસર ગણાય છે.

ધ લૉ ઑફ બૅકેલેટ કે જે ચિલીમાં લાગુ થશે એ પ્રમાણે જો મહિલાના જીવનો ભય હોય કે બળાત્કારના પરિણામે ગર્ભ રહ્યો હોય તો પણ ગર્ભપાતને અપરાધ ગણવામાં આવશે.

ગુટમૅકર ઇન્સ્ટિટ્યૂટના અંદાજ પ્રમાણે, 2010 અને 2014 ની વચ્ચે લેટિન અમેરિકા અને કેરેબિયનમાં દર વર્ષે 65 લાખ ગર્ભપાત થાય છે.


બાકીના દેશોની સ્થિતિ

Image copyright Getty Images

લેટિન અમેરિકાના બહારના ફક્ત બે દેશો જ એવા છે કે જે ગર્ભપાતને ગેરકાયદેસર ગણે છે, આ દેશો માલ્ટા અને વેટિકન

માલ્ટાના કાયદા પ્રમાણે, ગર્ભપાત એવા કિસ્સાઓમાં પણ પ્રતિબંધિત છે કે જ્યારે માતાના જીવનું જોખમ હોય.

જોકે છૂટાછેડા અને હોમોસેક્સ્યુઅલ લગ્નને બાદ ગર્ભપાતનો મુદ્દો કેથોલિક પ્રભાવ ધરાવતા દેશોમાં સંવેદનશીલ રહ્યો છે.

અને એ જ રીતે, કેથોલિક ચર્ચનું કેન્દ્ર હોવાના કારણે વેટિકન પણ ગર્ભપાતને સમર્થન આપતું નથી.

પોપ ફ્રાન્સિસ વેટિકને સિટીનાસેન્ટ પીટર સ્ક્વેરમાં ગત ફેબ્રુઆરી માસમાં કહ્યું હતું કે, "ગર્ભાવસ્થાને રોકવામાં જે બાળકો પર સંકટ રહેલું છે બાળકો માટે એક સાથે પ્રાર્થના કરીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો