ઇંગ્લેન્ડ : વિદ્યાર્થિનીઓએ કરી પિરિયડ્સ વિશેની વાતો

પિરિયડ્સ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે. આ વિશે જાહેરમાં ઓછી ચર્ચા થતી હોય છે. સ્કૂલ સ્તરે કિશોરીઓને માસિક અંગેની જાગરૂકતા ઘણી જરૂરી છે.

તેમને મેન્સ્ટ્રુઅલ હાઇજીનનું મહત્ત્વ સમજાવું પણ જરૂરી છે. વળી તેઓ પિરિયડ્સ વિશે શું જાણે છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ. ઇંગ્લેન્ડની સ્કૂલની વિદ્યાર્થિનીઓએ આ અંગે વાતચીત કરી.

તેમણે તેમના અનુભવ જણાવ્યા અને આ વિષયે લોકોમાં કેટલી સંકૂચિત માનસિકતા છે તેના વિશે પણ વાત કરી.

તેમણે કહ્યું કે તેઓ જ્યારે સ્કૂલમાં તેમની હાજરીને અસર કરતા પરિબળ જાણવાની કોશિશ કરતા ત્યારે તેમને જાણવા મળ્યું કે પિરિયડ્સ સૌથી મહત્ત્વનું છે.

તદુપરાંત આ બાબતને પગલે એક સંસ્થા 'પિરિયડ પાવરે' સ્કૂલોમાં મફતમાં સૅનિટરી પૅડ વહેંચવાનું શરૂ કર્યું.

જાણો શું કહે છે આ વિદ્યાર્થિનીઓ પિરિયડ્સ વિશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો