પાકિસ્તાન : કરાચીની એ દિવાલો જેના પર મહાત્મા ગાંધી આજે પણ જીવંત છે

પાકિસ્તાન : કરાચીની એ દિવાલો જેના પર મહાત્મા ગાંધી આજે પણ જીવંત છે

દેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર મામલે મોટો વિવાદ થયો હતો.

સવાલ ઉઠ્યા કે પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાની તસવીર ભારતમાં કેમ?

આથી બીબીસીની ટીમે પાકિસ્તાનના કરાચી શહેરમાં ભારતના આઝાદીની લડાઈના કોઈ નેતાની તસવીર ક્યાંય છે કે નહીં તે જાણવાની કોશિશ કરી.

કેમ કે, 1931ની વસતી ગણતરી મુજબ કરાચીની 47 ટકા વસતી હિંદુ હતી. ઘણાં વેપારીઓ અને નાગરિકો મહાત્મા ગાંધીથી પ્રેરિત હતા.

કોશિશ કરતા જોવા મળ્યું કે અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું નામ ધરાવતા એક બજારમાં હજી પણ ગાંધીની છાપ જોવા મળે છે.

વળી કરાચીના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય સાથે પણ ગાંધીજીનું નામ જોડાયેલું છે.

વર્ષ 1930માં લોકોએ સિંધ હાઈ કોર્ટ બહાર ગાંધીજીની પ્રતિમા સ્થાપી હતી.

જુઓ કરાચીમાં ગાંધીજી આજે પણ ઇમારતોની દિવાલ પર કઈ રીતે જીવે છે?