ફૂટબૉલ વર્લ્ડ કપ: મેક્સિકોના ગોલે ભૂકંપ સર્જોયો હોવાની ઘટનું સત્ય શું છે?

મેક્સિકોના ફૂટબોલર લોઝાનોનો ફોટો Image copyright Getty Images
ફોટો લાઈન મેક્સિકોના ફૂટબોલર લોઝાનોનો ફોટો

ફિફા ફૂટબૉલ વિશ્વ કપમાં પોતાના પહેલા મૅચમાં મેક્સિકો તરફથી હિરવિંગ લોસાને જર્મની વિરુદ્ધ પહેલો ગોલ કર્યો હતો. આ ગોલે મેક્સિકોને જર્મની સામે જીત અપાવી હતી.

મેક્સિકોના પ્રશંસકો આ ખુશીમાં મુશ્કેલીથી પોતાના પર નિયંત્રણ રાખી શક્યાં.

35મી મિનિટે જ્યારે ગોલ થયો તો પ્રશંસકો હવામાં ઉછળ્યાં.

શું આ રીતે ઉછળવાથી ભૂકંપ આવી શકે છે? જોકે, કેટલીક મીડિયા સંસ્થાઓએ રિપોર્ટ કર્યો છે કે પ્રેક્ષકોના આ રીતે ઉછળવાથી ભૂકંપ આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉપરાંત મેક્સિકોની ભૂસ્તરીય તપાસ સંસ્થાએ કરેલું ટ્વીટ પણ આવું જ કંઈક સૂચવે છે.

ભૂકંપની ગતિવિધિઓની નોંધણી કરનારી સંસ્થાએ ટ્વીટમાં કહ્યું છે, "રશિયામાં 2018ના વિશ્વકપમાં જર્મની વિરુદ્ધ મેક્સિકોની ટીમ દ્વારા કરવામાં આવેલા ગોલના કારણે મેક્સિકો શહેરમાં કૃત્રિમ ભૂકંપ આવ્યો હતો."

આ ટ્વીટમાં સંસ્થાએ ભૂકંપને લઈને એક બ્લૉગની લિંક પણ આપી છે જે સ્પેનિશ ભાષામાં છે.


ખરેખર શું થયું હતું?

સંસ્થાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ગોલના સમયે ઉજવણી કરી રહેલાં દર્શકોની હલચલ બે સિસ્મૉમીટર પર નોંધાઈ હતી.

બ્લૉગમાં લખવામાં આવ્યું છે, "મૅચ દરમિયાન મેક્સિકન ટીમે જ્યારે 35 મિનિટ અને 7 સેકન્ડ પર ગોલ કર્યો હતો, તે સમયે બે સેન્સરે હલચલ પકડી હતી. આ કંપારી કદાચ મોટાપાયા પર મનાવવામાં આવેલા જશ્નને કારણે ઉત્પન્ન થઈ હતી."

જોકે, બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આવી ઘટનાઓ ખૂબ મોટી હોતી નથી.

જશ્ન મનાવતાં લોકોની પાસે લાગેલાં ખૂબ જ સંવેદનશીલ ઉપકરણો જ આવી ગતિવિધિઓને પકડી શકે છે.


તો આ ભૂકંપ હતો કે નહીં?

બ્લૉગમાં સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓને સામાન્ય લોકો અનુભવી શકતા નથી.

તિવ્રતાના સ્તર પર તેને માપી શકાતી નથી. એટલા માટે તેને ભૂકંપ ના કહી શકાય. અથવા તો તેમાં કૃત્રિમ શબ્દનો ઉપયોગ થવો જોઈએ.

જેના કારણે એ સ્પષ્ટ થઈ શકે કે આ કોઈ ભૂસ્તરીય ઘટના નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ