પરીક્ષામાં થતી ચોરી અટકાવવા આ દેશે ઇન્ટરનેટ સેવા બંધ કરી

જામર Image copyright Getty Images

હાઈસ્કૂલની પરીક્ષાઓમાં થતી ચોરીને અટકાવવા માટે અલ્જીરિયાએ દેશભરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.

હાઈસ્કૂલ ડિપ્લોમા પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ મોબાઇલ અને ફિક્સ લાઇન ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાશે.

20 થી 25 જૂન સુધી પરીક્ષા ચાલશે, એટલે ત્યાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે.

2016માં પરીક્ષા પહેલાં પ્રશ્નો ઑન લાઇન લીક થઈ ગયા હતા, જેના કારણે આ વર્ષે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Image copyright Getty Images

ગયા વર્ષે તંત્ર દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓને સોશિયલ મીડિયાનું ઍક્સેસ રોકી દેવા જણાવ્યું હતું, પણ એટલું પૂરતું નહોતું.

શિક્ષણ મંત્રી નૌરિયા બેનઘાબ્રિટે અલ્જીરિયાના અખબાર અન્નહર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ સમય દરમિયાન દેશભરમાં ફેસબુક બ્લૉક કરી દેવાશે.

બેનઘાબ્રિટે કહ્યું, "તેઓ આ નિર્ણય સાથે સંમત નથી, પણ પ્રશ્નો લીક થવાની શક્યતાની અવગણના કરવી જોઈએ."

તમે આ વાંચ્યું કે નહીં?

દેશના બે હજાર જેટલાં પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે તમામ ઇલેક્ટ્રૉનિક સાધનો પ્રતિબંધિત કરાયા છે. શાળા બહાર મૅટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે.

બેનઘાબ્રિટે એવું પણ જણાવ્યું હતું કે, શાળાઓમાં મોબાઇલ જામર અને કેમેરા લગાવાયા છે.

આ પરીક્ષામાં આશરે 7 લાખ વિદ્યાર્થીઓ બેસશે, જેનું પરિણામ 22 જુલાઈ સુધી જાહેર થવાની શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા