તમારા ઈ-મેઇલ ત્રીજી વ્યક્તિ પણ વાંચી રહી છે

ગૂગલના જીમેલનો લોગો Image copyright Google

ગૂગલે પુષ્ટિ કરી છે કે તમે જીમેઇલ દ્વારા મોકલેલા અને પ્રાપ્ત કરેલા ખાનગી ઈ-મેઇલ્સ ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિ પણ વાંચી શકે છે.

વળી આ કોઈ મશીન દ્વારા નહીં પણ વ્યક્તિ દ્વારા વાંચવામાં આવી શકે છે.

ગૂગલે જણાવ્યા અનુસાર આ વ્યક્તિ ઍપ્લિકેશન બનાવનારા ડેવલપર્સ હોય છે.

જે જીમેઇલ યુઝર્સે તેમના એકાઉન્ટ સાથે થર્ડ પાર્ટી ઍપ્લિકેશન જોડી દીધી છે તેમણે જાણ વિના જ ડેવલપર્સને આવા સંદેશા વાંચવાની મંજૂરી આપી દીધી છે.

એક કંપનીએ આ વાત 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ને કહી છે અને કંપનીએ કહ્યું કે આ એક સામાન્ય પ્રૅક્ટિસ છે અને એક ડર્ટી સિક્રેટ છે.

ગૂગલે પણ એવા સંકેત આપ્યા છે કે આ તેની નીતિના વિરોધમાં નથી.


ગૂગલે મંજૂરી આપી

Image copyright Google

સાઇબર સુરક્ષા નિષ્ણાત અનુસાર આ બાબત આશ્ચર્યજનક છે કે ગૂગલે આવું કરવાની મંજૂરી આપી રાખી છે.

અત્રે નોંધવું રહ્યું કે જીમેઇલ વિશ્વની સૌથી પૉપ્યુલર ઈ-મેઇલ સર્વિસ છે અને તેના 1.4 બિલિયન યૂઝર્સ છે.

ગૂગલ તેના યૂઝર્સને તેનું એકાઉન્ટ અન્ય થર્ડ પાર્ટી ઈ-મેઇલ મેનેજમેન્ટ ટૂલ્સ સાથે કનેક્ટ થવાની મંજૂરી આપી છે.

આપને આ પણ વાંચવું ગમશે

યૂઝર્સના એકાઉન્ટ ટ્રાવેલ પ્લાનિંગ કરતી અથવા ભાવતાલની સરખામણી કરતી ઓનલાઇન સર્વિસિસ(વેબસાઇટ્સ) સાથે કનેક્ટ થઈ શકે છે.

અને આ બધું ગૂગલની મંજૂરી-નીતિ પ્રમાણે જ થાય છે. આમ જ્યારે કોઈ બાહ્ય સર્વિસ સાથે એકાઉન્ટ લિંક થાય છે, ત્યારે લોકોને તેના માટેની મંજૂરી આપવા માટે પૂછવામાં આવે છે.

આ મંજૂરીમાં ઘણી વાર ઈ-મેઇલ વાંચવા, મોકલવા તેને ડિલિટ કરવા તથા મેનેજ કરવાની પણ બાબતનો સમાવેશ થઈ જતો હોય છે.


તમેઆ રીતે થર્ડ પાર્ટીને મંજૂરી આપો છો

'વૉલ સ્ટ્રીટ જર્નલ' અનુસાર આ મંજૂરી કેટલીક વખત થર્ટ પાર્ટી ઍપ્લિકેશનના કર્મચારીઓને યુઝર્સના ઈ-મેઇલ વાંચવાની પણ મંજૂરી આપે છે.

મોટાભાગે કમ્પ્યૂટરના ઍલ્ગરિધમ દ્વ્રારા સંદેશા સંચાલિત થતા હોય છે.

'વૉલ સ્ટ્રીટ જર્નલે' કેટલીક કંપનીઓ સાથે વાત કરી જેમના કર્મચારીઓએ યૂઝર્સના આવા હજારો ઈ-મેઇલ વાંચ્યા હોય.

એડિશન સોફ્ટવૅર નામની કંપનીએ અખબારને કહ્યું કે તેમની કંપનીએ નવું સોફ્ટવૅર બનાવવા માટે હજારો ઈ-મેઇલ્સની સમીક્ષા(વાંચન) કરી હતી.

ઇડેટાસોર્સ ઇન્ક. નામની એક અન્ય કંપનીએ કહ્યું કે તેમના એન્જિનિયર્સે ભૂતકાળમાં ઍલ્ગરિધમ સુધારવા માટે યૂઝર્સના ઈ-મેઇલ્સ વાંચ્યા હતા.

કંપનીઓએ કહ્યું કે તેમણે જીમેઇલના સંદેશા વાંચવા માટે વિશિષ્ટ મંજૂરી નહોતી માગી. જીમેઇલના યૂઝર્સ એગ્રિમેન્ટ(કરાર)માં જ આ પ્રકારની મંજૂરીઓ સામેલ છે.


કઈ રીતે થર્ડ પાર્ટીને ઇમેલ વાંચતા અટકાવી શકાય?

Image copyright Getty Images

સરે યુનિવર્સિટીના પ્રોફેસર એલન વૂડલૅન્ડે કહ્યું કે,"જો તમે જીમેઇલની શરતો અને નિયમો વાંચવા બેસો તો તમારે જીવનનાં સપ્તાહોના સપ્તાહ ખર્ચી નાખવા પડે."

"તેમણે ભલે આવી મંજૂરીઓ વિશે તેમાં ઉલ્લેખ કર્યો હોય પરંતુ આ એવી બાબત છે જે તમને વાજબી નહીં લાગે."

પરંતુ બીજી તરફ ગૂગલનું કહેવું છે કે જે કંપનીઓ વેરિફાય થયેલી હોય છે તેમને જ સંદેશા આંતરવાની મંજૂરી મળે છે.

વળી તેમાં યુઝર્સે આ થર્ડ પાર્ટીને ઈ-મેઇલના સંદેશા વાંચવાની મંજૂરી આપી હોય તો જ તેઓ આવું કરી શકે છે.


આવી ઍપ્લિકેશન આ રીતે દૂર કરી શકાય

ગૂગલે બીબીસીને તેની નીતિ વિશે જણાવતા નીતિની શરતો-નિયમોને ટાંકીને કહ્યું કે,"ગૂગલના યુઝર્સ માટે એ વાતનું આશ્ચર્ય ન હોવું જોઈએ કેમ કે તેમના એકાઉન્ટ સાથે કનેક્ટ ઍપ્લિકેશનના હેતુ બજાર સંબંધિત નહીં હોય."

"તેમાં ગુપ્ત ફીચર્સ, સર્વિસ તથા ટૂલ્સ હોય તો આવી ઍપ્લિકેશનને કારણે કંપનીને ગૂગલની એપીઆઈ સર્વિસ વાપરવાથી પ્રતિબંધિત કરી દેવાય છે."

તેમાં એવું પણ કહેવાયું છે કે જીમેઇલ યુઝર્સ તેના સિક્યુરિટી ચૅક-અપ્સ પેજની પણ મુલાકાત લઈને તેમના એકાઉન્ટ સાથે કઈ ઍપ્લિકેશન કનેક્ટ છે તે જાણી શકે છે.

વળી, જો તેઓ આવી કોઈ ઍપ્લિકેશન સાથે તેમનો ડેટા વહેંચવા ન માગે તો તેને યાદીમાંથી ડિલિટ પણ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ