ડીલ વિશે અમેરિકાનું વલણ ખેદજનક : ઉત્તર કોરિયા

માઇક પૉમ્પિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ અમેરિકા દ્વારા પરમાણુ નિ:શસ્ત્રીકરણની એકતરફી માગ તથા તેના માટે દબાણ ઊભું કરવાનો આરોપ મૂક્યો છે.

ઉત્તર કોરિયાના સરકારી પ્રવક્તાના હવાલાથી એજન્સીએ કહ્યું, "અમેરિકાનું વલણ અફસોસજનક છે."

ઉત્તર કોરિયાનાં નિવેદનના ગણતરીના કલાકો પહેલાં અમેરિકાના વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતાઓ સાથે તેમની વાતચીત સકારાત્મક રહી હતી. પૉમ્પિયોએ ઉમેર્યું હતું કે પરમાણુ નિઃશસ્ત્રીકરણ સહિત વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, AFP

પૉમ્પિયોએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનના વિશ્વાસુ અધિકારી કિમ યૉંગ ચોલ સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી.

તા. 12મી જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની વચ્ચે સિંગાપોર ખાતે મુલાકાત થઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત પછી કિમ જોંગ-ઉને પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. જોકે આ દિશામાં કેવી રીતે આગળ વધવામાં આવશે, તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો