થાઇલેન્ડ ગુફામાં ફસાયેલાં છેલ્લાં ચાર બાળકો અને કોચને આજે બહાર કઢાશે

બચાવ કામગીરી Image copyright Getty Images

થાઇલેન્ડમાં ગુફામાં ફસાયેલા ચાર બાળકોને રવિવારે અને અન્ય ચાર બાળકોને સોમવારે બચાવી લેવાયા બાદ હવે ગુફામાં છેલ્લાં ચાર બાળકો અને તેમના ફૂટબૉલ કોચ બચ્યાં છે.

જેમને બહાર કાઢવાનું અભિયાન મંગળવારે હાથ ધરવામાં આવશે.

કહેવાય છે કે, ગુફામાં ફસાયેલાં છેલ્લાં ચાર બાળકો અને તેમના ફૂટબૉલ કોચનું આરોગ્ય સારું છે.

બચાવ દળના મરજીવા તેમને સાંકડા રસ્તામાંથી કેવી રીતે નીકળવું તે વિશે વિગતવાર સમજાવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

કુલ આઠ લોકો હવે ગુફાની બહાર

સોમવારે વધુ ચાર બાળકોને બચાવવાના બિનસત્તાવાર અહેવાલો આવી રહ્યા હતા તેની હવે પુષ્ટી થઈ છે.

થાઈ નેવીએ ફેસબુક પર પોસ્ટ કરીને જાણ કરી છે કે આજે વધુ ચાર લોકોને બચાવી લેવાયા છે.

આ સાથે જ કુલ આઠ બાળકો બહાર આવી ગયા છે. હવે એક કોચ અને 4 બાળકો અંદર છે.

ફેસબુક પોસ્ટમાં આ આઠ બાળકોને બૉઅર તરીકે ઓળખ આપી છે. કારણ કે તેમની ફૂટબૉલ ટીમનું નામ વાઇલ્ડ બૉઅર્સ છે


ઑપરેશનનો નેક્સ્ટ ફેઝ પરિસ્થિતિ પર આધાર રાખશે

Image copyright AFP
ફોટો લાઈન બાળકોને બચાવવા માટે ફરીથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

થાઈ નેવી સીલે જણાવ્યું છે કે સોમવારે ચાર બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.

બાકીના ચાર બાળકો અને તેમના કોચ અંદર ફસાયેલા છે.

થાઈ નેવી સીલના જણાવ્યા પ્રમાણે આગળનું રેસ્ક્યૂ ઑપરેશન હવે કેવી પરિસ્થિતિ છે તેના પર આધાર રાખશે.

રવિવાર અને સોમવારે ચાર-ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. હવે મંગળવારે સ્થિતિને જોઈને ફરી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવશે.


વધુ ચાર બાળકોને બચાવી લેવાયાં

Image copyright EPA
ફોટો લાઈન બાળકોને લઈ જવા તૈયાર હેલિકોપ્ટર

બીબીસીના જોનાથન હેડને રેસ્ક્યૂ ઑપરેશન સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું છે કે ચાર બાળકોને આજે બચાવી લેવાયાં છે.

આ બાળકોને સુરક્ષિત રીતે ગુફામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે.

સોમવારે ફરી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું ત્યારે કોચ અને આઠ બાળકો ગુફાની અંદર હતા.

આ બચાવવામાં આવેલા તમામ બાળકો છે. જેથી તેમના કોચ હજી ગુફાની અંદર છે.

આજે ગુફામાંથી બહાર લાવવામાં આવેલા ચારેય બાળકોની સ્થિતિ સારી છે.

બાકીના બાળકો અને કોચને બચાવદળ મંગળવારે બહાર કાઢે તેવી શક્યતા છે.


વધુ બે ઍમ્બ્યૂલન્સ હૉસ્પટલ જવા રવાના

બીબીસીના જોનાથન હેડ ઘટનાસ્થળે છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વધુ બે ઍમ્બ્યૂલન્સ ઘટનાસ્થળેથી હૉસ્પિટલ જવા રવાના થઈ છે.

તેમણે કહ્યું કે આ અહેવાલોની પુષ્ટી કરી શકાઈ નથી પરંતુ તેમાં બચાવેલા છઠ્ઠો અને સાતમો છોકરો હોઈ શકે છે.


વધુ ચાર બાળકોને બચાવાયાં?

બિનસત્તાવાર અહેવાલ મુજબ સોમવારે વધુ ચાર બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.

જોકે, થાઇલૅન્ડના સત્તાવાળાઓ તરફથી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ સાથે જ કુલ આઠ લોકોને બચાવી લેવામા આવ્યા છે. ગઈકાલે ચાર બાળકોને બચાવાયા હતા.

ઘટનાસ્થળે હાજર લોકોએ મીડિયાને આ ચાર બાળકોને બચાવાયા હોવાની માહિતી આપી હતી.

થાઇ પબ્લીક બ્રોડકાર્સ્ટસે પોસ્ટ કરેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેડિકલ ટીમ કોઈને ટ્રાન્સફર કરી રહી છે.


બાળકોને કઈ રીતે બચાવાયાં?

અત્યંત પડકારજનક આ અભિયાનને થાઇલૅન્ડના 40 અને 50 વિદેશી મરજીવાઓએ પાર પાડ્યું હતું.

દોરડાંને સહારે આ મરજીવા પાણીમાં તરીને, ગુફાની અંદર ચાલીને બાળકો સુધી પહોંચ્યા હતા.

આ મરજીવા એ બાળકોને બચાવવા પહોંચ્યા હતા કે જેમને ખબર જ નહોતી કે ગુફાના પાણીમાંથી કઈ રીતે બહાર નીકળાય.

બહાર કાઢવામાં આવી રહેલાં દરેક બાળક સાથે બે મરજીવા જોડાયા હતા. તેઓ પોતાની સાથે એર સપ્લાય લઈને પહોંચ્યા હતા.

આ ઑપરેશન એટલા માટે પડકારજનક છે કારણે કે ગુફામાં અનેક જગ્યાએ પાણી ભરેલું છે, હજી પણ પાણીનું સ્તર વધી રહ્યું છે.

ઉપરાંત ગુફામાં અનેક જગ્યા સાંકળી હોવાથી ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. ગુફાની અંદર જ અનેક જગ્યાએ ઉપર ચઢવું પડે છે.


હાઈ પ્રોફાઇલ બચાવ અભિયાન

Image copyright Getty Images
ફોટો લાઈન બાળકોને જીવતાં બચાવવાં બહુ મોટો પડાકર છે

ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતા નિક બીકનાં આકલન અનુસાર આ એક હાઈ પ્રોફાઇલ બચાવ અભિયાન છે.

આખી દુનિયાની નજર તેના પર છે અને એ વાત થાઇલૅન્ડ પણ જાણે છે. બાળકોને જીવતાં બચાવવાં બહુ મોટો પડાકર છે.

આ અભિયાનમાં વિશ્વઆખાના 'સ્પેશિયલ ડાઇવર્સ' પણ સામેલ છે.

રવિવારે ચાર બાળકોને જીવતાં બહાર કાઢીને તેમણે પોતાની જાતને સાબિત પણ કરી બતાવી છે.

હવે ચાર બાળકો સુરક્ષિત નીકળતાં લોકોને આશા પણ બંધાઈ છે.

સમગ્ર અભિયાનનું આકલન કરવામાં આવે તો સ્પષ્ટ છે કે મરજીવા કઈ હદ સુધી જઈને પણ પોતાનું કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.


ગુફામાં ફસાયેલા બાળકો જેમણે શોધી કાઢ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન નવ દિવસ બાદ ગુફામાં ફસાયેલા બાળકોને શોધવામાં સફળતા મળી હતી

ગુફામાં ફસાયેલા બાળકો અને તેમના કોચે નવ દિવસ બાદ પહેલી વખત બહારનો અવાજ સાંભળ્યો હતો.

ગુફાની બહારથી બ્રિટિશ નાગરિક જૉન વોલેન્થને પૂછ્યું હતું, 'તમે કેટલા લોકો છો?'

ગુફાની અંદરથી એનો જવાબ આવ્યો હતો,... 'થર્ટિન'

આ જવાબથી એક બાબત નિશ્ચિત થઈ ગઈ હતી કે ગુફામાં ફસાયેલા બાળકો અને તેમના કોચનું ઠેકાણું મળી ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ